દેશની સૌથી મોટી સરકારી બેન્ક પોતાના 42 કરોડ ગ્રાહકોમાં નવી સુવિધાની શરૂઆત કરી ચુકી છે.જેના દ્વારા ગ્રાહકોને ઘરે બેઠા નવ સર્વિસનો ફાયદો મળશે. બેન્ક તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ SBIની ડોર સ્ટેપ બેન્કિંગ સર્વિસને મોબાઈલ એપ યોનો, વેબ પોર્ટલ અને કોલ સેન્ટર દ્વારા એક્સેસ કરી શકાય છે. એ ઉપરાંત કાર્યકારી દિવસોમાં ટોલ ફ્રી નંબર 1800 1037 188 or 1800 1213 721 પર સ્વરે 9 થી સાંજે 4 વાગ્યા વચ્ચે કોલ પણ કરી શકાય છે. SBI ડોર સ્ટેપ બેન્કિંગ સર્વિસ અંગે વધુ જાણકારી માટે ગ્રાહક https://bank.sbi/dsb પર વિઝીટ કરી શકે છે. ગ્રાહક પોતાની હોમબેન્કમાં પણ સંપર્ક કરી શકે છે.
SBIની ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ
બેન્ક તરફથી જારી એક નિવેદન મુજબ, ડોર સ્ટેપ બેન્કિંગ માટે રજીસ્ટર કરાવવું પડશે. બેન્કનું કહેવું છે કે પહેલા ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરેનું પીક-અપ, ફોર્મ 15G/15Hનું પીકઅપ, IT/GST ચલણનું પીકઅપ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ રિકવેસ્ટ, ટર્મ ડિપોઝીટ રસીદની ડિલિવરી વગેરે ઉપલબ્ધ કરાવશે. પરંતુ હવે નાણાકીય સેવા પણ ઉપલનધ છે. PSBsના ગ્રાહક સામાન્ય ચાર્જ પર એમને ઘરે બેઠા મળશે.
હવે SBIની પસંદગીની બેન્ક માટે જ 9 સુવિધા

- કેસ પીકઅપ
- કેસની ડિલિવરી
- ચેક પીકઅપ
- ચેકની માંગ-પર્ચી લેવું
- ફાર્મ 15H પીકઅપ
- ડ્રાફ્ટની ડિલિવરી
- ટર્મ ડિપોઝીટ સૂચના
- જીવન પ્રમાણપત્ર પીકઅપ
- KYC ડોક્યુમેન્ટ પીકઅપ
કોણ લઇ શકે છે ફાયદો
આ સેવાનો લાભ આંખે ન જોઈ સકતા લોકો, 70 વર્ષથી વધુ ઉંમર નાગરિકો અને દિવ્યાંગ અથવા અશક્ત વ્યક્તિ જ લઇ શકે છે. પુરી રીતે KYC અનુપાલન વાળા ખાતાધારકો પણ આ સેવાનો લાભ નહિ લઇ શકે. અને માટે સૌથી વધુ મહત્વનું છે વેલીડ મોબાઈલ નંબરને ખાતા સાથે રજીસ્ટર. એકલ ખાતાધારક, જોઈન્ટ એકાઉન્ટ હોલ્ડરના મામલે અથવા તો હોમ બ્રાન્ચના 5 કિમીના દાયરામાં રજીસ્ટર એડ્રેસમાં રહેતા ગ્રાહક .

એના માટે રજીસ્ટ્રેશન ગ્રાહકની હોમ બેન્કમાં થાય છે. જ્યાં સુધી સંપર્ક કેન્દ્ર પર પુરી રીતે તૈયાર નહિ થઇ જાય, ત્યાં સુધી ડોરસ્ટેપ બેન્કિંગ સેવાઓ માટે અનુરોધ માત્ર હોમ બ્રાન્ચમાં કરી શકાય. જેમાં ઉપાડ-જમા માટેની લિમિટ 20,000 રૂપિયા પ્રતિ દિવસ છે. ગેર-નાણાકીય સેવા માટે 60 રૂપિયા+જીએસટી અને નાણાકિય સેવા માટે 100રૂપિયા+જીએસટી છે.
કેસ ઉપાડવાની મંજૂરી ચેક/ફોર્મ સાથે પાસબુક આપવા પર મળશે. ડિલિવરી માટે બેન્ક તરફથી શ્રેષ્ટ પ્રયાસ થઇ રહ્યો છે પરંતુ એનો સમય ટી+1 કાર્ય દિવસ(રજાઓ છોડીને)થી વધુ નહિ હોય.
કોણ આ સ્કીમનો ફાયદો નહિ ઉઠાવી શકો
બેન્કનું કહેવું છે કે જોઈન્ટમાં સંચાલિત થવા વાળા ખાતાધારકો, અવ્યસ્કોના ખાતા એટલે માઈનન્સ એકાઉન્ટ,ગેર-વ્યક્તિગત પ્રવૃત્તિવાળા ખાતાધારક આ સ્કીમનો ફાયદો નહિ ઉઠાવી શકે. તમે આ સર્વિસ માટે મોબાઈલ એપ યોનો, વેબ પોર્ટલ, કોલ સેન્ટર સહીત ટોલ ફ્રી નંબર 1800111103 પર સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી કરી શકો છો.
Read Also
- LIVE: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જંગી મતદાન : ચૂંટણીમાં મારામારી સાથે ઘણી જગ્યાએ EVM ખોટકાયાં
- કોરોના અપડેટઃ સુપર સ્પ્રેડિંગ ઈવેન્ટને રોકવા માટે ભરો કડક પગલાં, કેન્દ્રએ તમામ રાજ્ય સરકારોને આપી આ સૂચના
- બૉલિવુડની આ 5 હસિનાઓએ દેખાડી તેની સેકસી કમર, જુઓ તેની તસ્વીરો
- રસીકરણ/ હોસ્પિટલ સુધી ના જઇ શકે એવા વૃદ્ધોને કેવી રીતે અપાશે કોરોના વેક્સિન? સરકારે કરી છે આ ખાસ વ્યવસ્થા
- મોદી ચલાવી રહ્યાં છે એ ટીવીના રિમોટના પાવર કાઢી નાખશે તામિલનાડુ, પીએમના સીએમ આ ચૂંટણીમાં ઘરભેગા થશે