GSTV
Gujarat Government Advertisement

SBIમાં ડિજિટલ એકાઉન્ટ નથી તો આ છે સૌથી સરળ પ્રક્રિયા, થશે મોટો લાભ

Last Updated on October 10, 2018 by

બેંકમાં ખાતા ખોલાવાની પ્રક્રિયા હંમેશા અઘરી રહી છે. જેના માટે કેટલાંક પ્રકારની પ્રક્રિયાઓ અને દસ્તાવેજોને પૂર્ણ કરવાની જરૂર હોય છે. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકમાં ખાતુ ખોલાવવાની પ્રક્રિયા પહેલેથી જ અઘરી રહીં છે. પરંતુ હવે એસબીઆઈની ડિજિટલ એકાઉન્ટની સુવિધાને પગલે આ ખૂબ જ સરળ છે. જાણો, કેવીરીતે ઝટપટ ખુલી શકે છે એસબીઆઈમાં ડીજીટલ એકાઉન્ટ.

પેપરલેસ એકાઉન્ટ

આ ખાતુ ખોલવા માટે કોઈ પેપર દસ્તાવેજોની જરૂર નથી. જેના માટે ફક્ત એક વખત જ તમારે બ્રાન્ચમાં જ મુલાકાત કરવી પડશે. એટલું જ નહીં, માર્ચ 2019 સુધી કોઈ મિનિમમ બેલેન્સ રાખવાની પણ જરૂર નથી. આ ખાતામાં તમે તમારી સુવિધા મુજબ સેલેરી એકાઉન્ટમાં ફેરવી શકશો. જેના માટે તમારે એસબીઆઈના સેલેરી પેકેજ ટાઈઅપને ચેક કરવુ પડશે. વર્તમાન કસ્ટમર પણ આ એકાઉન્ટ ખોલાવી શકે છે.

આધાર અને પાન કાર્ડ અગત્યના

નવા એકાઉન્ટ માટે આધાર અને પાન કાર્ડ જ અગત્યના છે. જો તમારી પાસે આ પુરાવા નથી તો પછી તમે ડીજિટલ એકાઉન્ટ ખોલાવી શકશો નહીં. આ ખાતાને તમે એસબીઆઈના yono એપ અને વેબસાઈટ પર જઈ ખોલાવી શકો છો.

સિંગલ ઑપરેટિંગ એકાઉન્ટ

આ એકાઉન્ટ સિંગલ ઑપરેટિંગ હશે. જેને તમે ભવિષ્યમાં જોઈન્ટ એકાઉન્ટ પણ બનાવી  શકો છો. જેના માટે તમારે હોમ બ્રાન્ચ જવુ પડશે અને તેને નિયમિત બચત ખાતામાં ફેરવવા માટે રિકવેસ્ટ કરવી પડશે. આ ખાતા માટે કોઈને નૉમિની બનાવવા ફરજીયાત છે. તમે તેના માટે જે શાખાને પસંદ કરશો તે જ તમારી હોમ બ્રાન્ચ ગણાશે.

ચેકબુક અને સ્ટેટમેન્ટ

આ એકાઉન્ટ હેઠળ તમારા માટે એટીએમમાંથી રોકડ ઉપાડની પણ સમસ્યા રહેશે નહીં. અન્ય ખાતાની જેમ તમે તેમાંથી રકમ નિકાળી શકશો. આ એકાઉન્ટ માટે તમે ગમે ત્યારે ચેકબુક લઈ શકો છો અને તેનો ચાર્જ પણ નિયમિત બચત ખાતા જેવો છે. ખાતાનું સ્ટેટમેન્ટ તમારા ઈમેલ પર મળી જશે. આ ખાતું ફક્ત ભારતમાં રહેતા 18 વર્ષથી વધુની ઉંમરના લોકો ખોલાવી શકે છે. એક મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી પર ફક્ત એક એકાઉન્ટ ખોલાવી શકાય છે.

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!