GSTV
Finance ટોપ સ્ટોરી

બેંકને બખ્ખાં/ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈના ચોથા ત્રિમાસિકગાળાનું પરિણામ, ચોખ્ખો નફો 41 ટકા વધીને 9113 કરોડ રૂપિયા થયો

ભારત દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને નાણાંકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિકગાળાનું  પરિણામ જાહેર કરી દીધું છે. આ ત્રિમાસિકમાં બેંકના નફામાં જોરદાર વધારો થયો છે. એસબીઆઈના ચોથા ક્વાર્ટરમાં રૂ. 9113 કરોડનો નફો થયો છે. અંતિમ ત્રિમાસિકગાળામાં બેંકનો નફો વાર્ષિક ધોરણે 41% વધ્યો છે. જો કે બજારને 10 હજાર કરોડ નફો થવાનો અંદાજ હતો.

“પરિણામોની સાથે બેંકના બોર્ડે 13મી મે, 2022ના રોજ યોજાયેલી બેઠકમાં 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે ઈક્વિટી શેર દીઠ રૂ. 7.10 (710 ટકા)નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ડિવિડન્ડની ચુકવણીની તારીખ 10 જૂન, 2022 નક્કી કરવામાં આવી છે તેમ એસબીઆઈએ એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું. બેન્કે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 6451 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. બેંકની વ્યાજની ચોખ્ખી આવક (NII)માં નોંધપાત્ર વૃદ્ધિને પગલે બોટમલાઈનને સપોર્ટ છે.

દેશની સૌથી મોટી બેંકની વ્યાજની આવક અને જાવક વચ્ચેનો તફાવત NII જાન્યુઆરી-માર્ચ કવાર્ટર દરમિયાન 15.26 ટકા વધીને રૂ. 31,198 કરોડ થઈ છે, જે Q4FY21માં રૂ. 27,067 કરોડ હતી. ત્રિમાસિક ધોરણે બેંકની વ્યાજની આવક રૂ. 30,687 કરોડથી 1.6 ટકા વધી છે. બેંકના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 29 બેસિસ પોઈન્ટ વધીને 3.40% થયા છે. જોકે બેંકનો નફો અને વ્યાજની આવક માર્કેટના અંદાજ કરતા ઓછા છે. ચોખ્ખો નફો રૂ. 11,000 કરોડની આસપાસ અને NII રૂ. 32,100 કરોડ થવાનો અંદાજ હતો.

એસેટ ક્વોલિટીમાં સુધારો :

SBIની એસેટ ક્વોલિટીમાં સુધરો નોંધાયો છે. ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (GNPA) આંકડાકીય દ્રષ્ટિએ રૂ. 1.2 લાખ કરોડની સામે ઘટીને રૂ. 1.12 લાખ કરોડ થયા છે. નેટ એનપીએ પણ અગાઉના ક્વાર્ટરના રૂ. 34,540 કરોડની સરખામણીએ ઘટીને રૂ. 27,966 કરોડ થયા છે. ટકાવારીની દ્રષ્ટિએ ગ્રોસ અને નેટ એનપીએ અનુક્રમે 53 bps અને 32 bps સુધરીને 3.97 ટકા અને 1.02 ટકા રહ્યાં છે.

આ સિવાય બેંકે ચોથા ત્રિમાસિકગાળામાં રૂ. 7237.45 કરોડના પ્રોવિઝન પણ કર્યા છે. ગત ડિસેમ્બર કવાર્ટરના નવા ઉમેરાયેલા 3069 કરોડના એનપીએની સામે આ વર્ષે માર્ચ કવાર્ટરમાં રૂ. 3,261.7 કરોડના એનપીએ માટે પ્રોવિઝન થયા છે. 31 માર્ચ, 2022ના રોજ પ્રોવિઝન કવરેજ રેશિયો (PCR) 90.20 ટકા છે.

લોન અને ડિપોઝીટ :

દેશની સૌથી મોટી બેંકનીની લોન બુક 31 માર્ચ, 2022ના અંતે રૂ. 28.18 ટ્રિલિયન હતી, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 25.39 ટ્રિલિયન હતી એટલેકે વાર્ષિક વાર્ષિક ધોરણે 11 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. ત્રિમાસિક ધોરણે પણ ક્રેડિટ બુક રૂ. 26.64 ટ્રિલિયનથી 5.78 ટકા વધી છે. તેમાંથી રિટેલ લોનમાં 15.11 ટકાની અને કોર્પોરેટ લોનમાં 6.35 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

દુ:ખદ: આફ્રિકી દેશ સેનેગલના ઈતિહાસમાં સૌથી મોટી આગ હોનારત, 11 નવજાત શિશુઓ જીવતા ભૂંજાયા

pratikshah

મોટા સમાચાર/ કાબુલની મસ્જિદ અને મિનિ બસોમાં ચાર વિસ્ફોટ : 16થી વધુના મોત, અનેક ઘાયલ

Bansari Gohel

BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ

pratikshah
GSTV