GSTV

લોકડાઉન વચ્ચે SBI એ કરોડો ગ્રાહકોને આપ્યો ઝટકો, FD પર વ્યાજ દરમાં કર્યો આટલો ઘટાડો

Corona

દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI એ FD પર વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય કર્યો છે. બેન્કે બધા સમયાગાળાની FD પર વ્યાજ દર 0.40 ટકા સુધી ઘટાડી દેવામાં આવ્યો છે. નવા દર 27 મે એટલે કે, બુધવારથી લાગુ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, બેન્કે આ મહીનાની શરૂઆતમાં પણ FD પર વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય કર્યો છે. SBI તરફથી વ્યાજ દર ઘટાટ્યા બાદ એકથી 2 વર્ષ સુધીની FD પર વ્યાજ દર ઘટીને 5.1 ટકા પર આવી ગયો છે. ત્યાં જ 3 થી 5 વર્ષની FD પર 5.3 ટકા વ્યાજ મળશે.

આવો ચેક કરીએ SBI ના નવા FD દર

7.45 દિવસની FD પર નવા વ્યાજ દર

SBI એ સામાન્ય લોકો માટે વ્યાજ દર 3.3 ટકા ઘટીને 2.9 ટકા કરી દીધો છે. સીનિયર સિટીઝન માટે વ્યાજ દર 3.8 ટકા ઘટીન 3.4 ટકા પર આવી ગયો છે.

46-179 દિવસની FD પર નવા વ્યાજ દર

SBI એ સામાન્ય લોકો માટે વ્યાજ દર 4.3 ટકા ઘટાડીને 3.9 ટકા કરી દીધો છે. ત્યાં જ સીનિયર સિટીઝન માટે વ્યાજ દર 4.8 ટકા ઘટીને 4.4 ટકા રહી ગઈ છે.

180 થી 210 દિવસની FD પર નવા વ્યાજ દર

આ સમયગાળામાં સામાન્ય લોકો માચે SBI એ વ્યાજદર 4.8 ટકાથી ઘટાડીને 4.4 ટકા કરી દીધી છે. સીનિયર સિટીઝન માટે વ્યાજ દર 5.3 ચકા ઘટાડીને 4.9 ટકા પર આવી ગયો છે.

211 દિવસથી 1 વર્ષની FD પર નવા વ્યાજ દર

આ સમયગાળામાં સામાન્ય લોકો માટે SBI એ વ્યાજ દર 4.8 ટકા ઘટાડીને 4.4 ટકા કરી દીધો છે. તો સીનિયર સિટીજન માટે વ્યાજ દર 5.3 ટકા ઘટાડીને 4.9 ટકા પર આવી ગયો છે.

1 થી 2 વર્ષ સુધીની FD પર નવા વ્યાજ દર

SBI એ સામાન્ય લોકો માટે વ્યાદ દર 5.5 ટકા ઘટીને 5.1 ટકા કરી દીધો છે. તો સીનિયર સિટીઝન માટે વ્યાજ દર 6 ટકા ઘટીને 5.6 ટકા રહી ગયો છે.

2 થી 3 વર્ષના એફડી પર નવા વ્યાજ દર

SBIએ સામાન્ય લોકો માટેના વ્યાજના દર 5.5 ટકાથી ઘટાડીને 5.1 ટકા કર્યા છે.તો, સીનિયર સિટીઝનો માટેના વ્યાજ દર 6 ટકાથી ઘટાડીને 5.6 ટકા કર્યા છે.

3 થી 5 વર્ષ સુધીના એફડી પર નવા વ્યાજ દર

એસબીઆઈએ સામાન્ય લોકો માટેના વ્યાજના દર 5.7 ટકાથી ઘટાડીને 5.3 ટકા કર્યા છે. તો, સીનિયર સિટીઝનો માટેના વ્યાજ દર 6.2 ટકાથી ઘટાડીને 5.8 ટકા કર્યા છે.

5 થી 10 વર્ષ સુધીના એફડી પર નવા વ્યાજ દર

એસબીઆઈએ સામાન્ય લોકો માટેના વ્યાજ દરને 5.7 ટકાથી ઘટાડીને 5.4 ટકા કર્યા છે. તો, સીનિયર સિટીઝનો માટેના વ્યાજ દર 6.5 ટકાથી ઘટાડીને 6.2 ટકા કર્યા છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!