તમારી પાસે જો ભારતીય સ્ટેટ બેંકનું ડેબિટ કાર્ડ હોય તો તેનો પીન તમે ઘરે બેઠા જનરેટ કરી શકો છો. આ પીનને ગ્રીન પીન કહેવામાં આવે છે. આ પીનને ત્રણ રીતે જનરેટ કરી શકાય છે. જેમાં IVR, ઈન્ટરનેટ બેંકિંગ અને SMSનો સમાવેશ થાય છે. આજે અમે તમને તેની પ્રક્રિયા જણાવશું.

IVR સિસ્ટમ
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ટોલ ફ્રી નંબર 1800 112 211 અથવા 1800 425 3800 પર ફોન કરો. તમારા ATM કાર્ડ અને અકાઉન્ટ નંબર તૈયાર રાખો જેથી જરૂર પડતા તેની ડિટેલ તમે તુરંત જ દાખલ કરી શકો.
ગ્રીન પીન જનરેટ કરવા માટે આ પગલા લેવા
- જ્યારે કોલ કનેક્ટ થઈ જાય ત્યારે ATM/ ડેબિટ કાર્ડ સંબંધિત સેવાઓ માટે 2 દબાવો.
- IVR મેનુ દ્વારા પીન જનરેટ કરવા માટે 1 દબાવો.
- રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર કોલ કરવા પર IVR તમને 1 દબાવવાનું કહેશે. અથવા તો કસ્ટમર એજન્ટ સાથે વાત કરવા માટે 2 દબાવો. જો તમારાથી કોઈ ભૂલ થઈ હોય તો ATM કાર્ડના છેલ્લા 5 આંકડા ફરી નાખો અને પછી 2 દબાવો.
- ત્યારબાદ તમારી પાસેથી તમારા અકાઉન્ટ નંબરના છેલ્લા 5 આંકડા ઉમેરવાનું કહેવામાં આવશે. જો ઉમેરવામાં આવેલા આંકડા સાચા છે તો 1 નંબર દબાવો અને પછી અકાઉન્ટ નંબરના છેલ્લા 5 અંકોને ફરી એડ કરી 2 દબાવો.
- હવે તમારે તમારા જન્મનું વર્ષ ઉમેરવાનું રહેશે.
ત્યારબાદ તમારો ગ્રીન પીન બની જશે. જે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. તમે પ્રાપ્ત કરેલા ગ્રીન પીનને બદલવા માટે 24 કલાકની અંદર નજીકના ATM પર જવું પડશે.

નેટ બેંકિંગ દ્વારા કરો પીન જનરેટ
- WWW.Onlinesbi.com પર જાવ.
- યૂઝર ID અને પાસવર્ડ નાખી તમારા અકાઉન્ટમાં લોગિન કરો.
- લોગિન કર્યા બાદ ઈ-સર્વિસ ટેબની અંદર ATM કાર્ડ સર્વિસ સિલેક્ટ કરો.
- ATM પીન જનરેટ સિલેક્ટ કરો. અહીં તમને બે ઓપ્શન મળશે. જેના દ્વારા ATM પીન જનરેટ કરી શકાય છે. OTP કે પ્રોફાઈલ પાસવર્ડનો ઉપયોગ કરી શકો છો. અને OTPની પ્રક્રિયાનો ઉપોયોગ કર્યો છે.
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP લિંક છે તેને સિલેક્ટ કરો. અને પછી કંટિન્યૂ પર ક્લિક કરો.
- ATM કાર્ડને સિલેક્ટ કરો જેના માટે પીન જનરેટ કરવામાં આવી રહ્યો છે. અને હવે સબમિટ પર ક્લિક કરો.
- તમે જે પણ પીન જનરેટ કરવા માંગો છે તેમો પ્રથમ બે અંક એડ કરો અને બાકીના બે અંક SMS દ્વારા તમને મોકલવામાં આવશે.
- જે તમે સિલેક્ટ કર્યા છે તે બે અંક અને મોબાઈલ SMS દ્વારા મળેલ બે અંક દાખલ કરો.
- સબ્મિટ પર ક્લિક કરો.
- તમારો ગ્રીન પીન જનરેટ થઈ જશે.
ત્યારબાદ ખાસ ધ્યાન રાખવું કે નવા ATM કાર્ડ પહેલા કાર્ડને એક્ટિવેટ કરવાનું હોય છે. કાર્ડ ઈ-સર્વિસ સેક્શન હેઠળ ATM કાર્ડ સર્વિસમાં એક્ટિવેટ કરી શકાય છે.

SMS દ્વારા પીન કરો જનરેટ
- 567676 નંબર પર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી SMS મોકલો. PIN CCCC AAAA ફોર્મેટમાં SMS મોકલો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
- તમારે તમારા ડેબિટ કાર્ડનો પીન બદલવા માટે SBI ATM પર જવું પડશે.
- આ OTP માત્ર બે દિવસ માટે માન્ય હોય છે. એટલા માટે ATM પર જલ્દી જાવ.
READ ALSO
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય