GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

લૉકડાઉનમાં જ SBIએ બચત પર ફેરવી કાતર, ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો

SBI

લૉકડાઉન વચ્ચે દેશની સૌથી મોટી બેન્ક SBIએ હોમ અથવા કાર લોનના વ્યાજ દરો ઘટાડી દીધાં છે. પરંતુ સાથે જ SBIએ તમારી બચત પર કાતર ફેરવી દીધી છે. SBIએ તમારી ફિક્સ્ડ ડિપોઝીટ એટલે કે FD પર વ્યાજ દરો ઘટાડી દીધાં છે. તેનો અર્થ એ છે કે જો તમે SBIમાં ફિક્સ્ડ ડિપોઝીટ કરાવી હોય તો તમને પહેલાની સરખામણીએ ઓછુ વ્યાજ મળશે. જણાવી દઇએ કે દેશમાં પરંપરાગત, સુરક્ષિત અને નિશ્વિત વ્યાજ ઇનકમ માટે મોટાપાયે FDમાં રોકાણ કરવામાં આવે છે.

SBI ગ્રાહકોને આટલુ ઓછુ વ્યાજ મળશે

SBIએ 2 કરોડ રૂપિયાથી ઓછી રિટેલ એફડી પર વ્યાજ દરો 0.50 ટકા સુધી ઘટાડ્યા છે. નવા વ્યાજ દરો 28 માર્ચથી લાગુ થશે. સાથે જ આ એક મહિનાની અંદર બીજીવાર બન્યું છે જ્યારે SBIએ એફડી પર વ્યાજ દર ઘટાડ્યાં છે. તેની પહેલાં 10 માર્ચે પણ SBIએ ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હતો.

SBI

આ છે નવા વ્યાજ દરો

  • 7-45 દિવસ: 3.5 ટકા
  • 46-179 દિવસ: 4.5 ટકા
  • 180-210 દિવસ: 5 ટકા
  • 211 દિવસ- 1 વર્ષથી ઓછુ: 5 ટકા

1 વર્ષથી 10 વર્ષ સુધીના તમામ સમય ગાળાનો એફડી વ્યાજ દર 5.7 ટકા પર આવી ગયો છે. પાછલા કેટલાંક વર્ષોમાં લગભગ તમામ બેન્કે એફડીના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. એફડી પર વ્યાજ દરોના ઘટાડાનું સૌથી વધુ નુકસાન સિનિયર સિટીઝન્સનું થાય છે. હકીકતમાં આ વર્ગ એફડીના વ્યાજની આવક પર નિર્ભર કરે છે.જણાવી દઇએ કે SBIએ રેપો રેટમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો છે અને તેનો લાભ કરોડો ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો છે. બેન્કના નવા દરો એક એપ્રિલથી પ્રભાવી થશે. તે બાદ દરેક પ્રકારની રિટેલ લોન સસ્તી થઇ જશે.

SBIના ગ્રાહકોને હવે ચુકવવી પડશે વધુ રકમ, 31 માર્ચથી મોંઘી થઈ જશે આ સર્વિસ

જો તમારૂ લોકર દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (SBI)માં છે તો આ ખબર તમારી માટે મહત્વની વાત છે. કારણ કે 31 માર્ચ 2020થી લોકર (Locker)માં સામાન રાખવો મઘોં થઈ જશે. એસબીઆઈ (SBI)એ લોકરના ચાર્જમાં વધારો કર્યો છે અને નવા ચાર્જ (Charge) 31 માર્ચે લાગુ થશે. એસબીઆઈએ લોકરના આકારના આધાર પર રેન્ટલ ચાર્જને 500 રૂપિયા 2000 રૂપિયા સુધી વધારી દીધા છે. આ ફીસ એ વાત પર નિર્ભર કરશે કે ખાતા ધારકનું લોકર કયા શહેરમાં છે.

કેટલો આપવો પડશે ચાર્જ

નાના લોકરના ભાડામાં 500થી લઈને 2,000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. જ્યારે એક્સ્ટ્રા લાર્જ લોકરનો ચાર્જ 9,000ની જગ્યાએ હવે 12000 રૂપિયા આપવાનો રહેશે. મીડિયમ સાઈઝ લોકર માટે હવે 1000થી 4000 રૂપિયા સુધી વધુ ચાર્જ ચુકવવાનો રહેશે. મોટા લોકરનુ ભાડુ 2000થી 8000 રૂપિયા સુધી હશે.

SBI

બેન્ક લોકર શું છે?

સેફ ડિપોઝિટ લોકર બેન્કોની ખાસ સુવિધા હોય છે. આ લોકર અલગ અલગ આકારમાં આવે છે. તેનો ઉપયોગ લોકો પોતાની કિમતી વસ્તુઓને મુકવા માટે કરે છે. ફક્ત લોકર હોલ્ડર અથવા જોઈટ હોલ્ડર જ તેને ઓપરેટ કરી શકે છે. RBI નોટિફિકેશનના જણાવ્યા અનુસાર, કોઈ પણ બેન્કમાં ખાતા વગર પણ લોકર ખોલી શકાય છે. પરંતુ લોકરના ભાડા અને ચાર્જીસના સિક્યોરિટી ડિપોઝીટનો હવાલો આપતા બેન્ક ખાતા વગર લોકર ખોલવામાં આના કાની કરે છે. આટલું જ નહીં અમુક બેન્ક તમારા પર મોટી રકમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માટે પણ દબાણ કરી શકે છે. માટે સારૂ રહેશે કે તમે તેજ બન્કમાં લોકર લો જેમાં સેવિંગ એકાઉન્ટ છે.

કયા દસ્તાવેજોની જરૂર પડશે

લોકર ખુલવા માટે કેવાયસી તસ્વીરોની સાથે કેવાયસી દસ્તાવેજ જમા કરવવા પડશે. બેન્ક ત્રણ વર્ષ માટે લોકરના રેટને કવર કરવાના માટે ફિક્સ્ડ ડિપોઝિટ શરૂ કરવાની કહી શકે છે. અરજદારને બેન્ક સ્ટેડિંગ ઈસ્ટ્રક્શન આપે છે કે તે ખાતામાંથી ફીને કાપી લે.

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!