GSTV

સારા સમાચાર / SBIએ કરોડો ગ્રાહકોને આપી ભેટ: બેંકે લોન કરી સસ્તી, હવે EMIમાં થશે ઘટાડો

SBI

Last Updated on September 14, 2021 by Bansari

દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ બેઝ રેટમાં ઘટાડાનો નિર્ણય લીધો છે. નવા દરો 15 સપ્ટેમ્બરથી લાગુ થશે. SBIનો બેઝ રેટ 15 સપ્ટેમ્બરથી 5 બેસિસ પોઈન્ટ ઘટીને 7.45 ટકા થયો. આ ઉપરાંત બેંકે પ્રાઇમ લેન્ડિંગ રેટને પણ 5 બેસિસ પોઇન્ટ ઘટાડીને 12.20 ટકા કરી દીધો છે.

SBI

બેઝ રેટના નીચે લોન નથી આપી શકતી બેંક

ભારતીય રિઝર્વ બેન્ક બેઝ રેટ નક્કી કરે છે. કોઈ પણ બેંક તે ખાનગી હોય કે સરકારી, બેઝ રેટની નીચે લોન નહીં આપી શકે. તમામ ખાનગી અને સરકારી બેંકો બેઝ રેટને સ્ટાન્ડર્ડ માને છે. તાજેતરમાં RBIનો બેઝ રેટ 7.30-8.80 ટકાની વચ્ચે છે. સ્ટેટ બેંકની વાત કરીએ તો અગાઉ એપ્રિલમાં SBIએ હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. હવે SBI 6.70 ટકાના દરે હોમ લોન આપી રહી છે. મહિલા ધિરાણકર્તાઓને 5 બેસિસ પોઈન્ટની અલગ કપાત મળી રહી છે.

કોટક મહિન્દ્રા બેંકે પણ લોનના દરો ઘટાડ્યા

ખાનગી ક્ષેત્રની બેંક કોટક મહિન્દ્રા બેંકે ગત સપ્તાહે હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કોટક મહિન્દ્રા બેંકે 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. કપાત બાદ હોમ લોનનો વ્યાજ દર 6.65 ટકાથી ઘટીને 6.50 ટકા થયો છે.

ગ્રાહકો માટે સસ્તું હોમ લોન દર 8 નવેમ્બર, 2021 સુધી ઉપલબ્ધ છે. આ નવા વ્યાજ દર નવા હોમ લોન ગ્રાહકો ઉપરાંત એ ગ્રાહકોને પણ લાગૂ થશે જે કોઇ અન્ય બેંકમાંથી ટ્રાન્સફરી થઈ કોટક મહિન્દ્રા બેંકમાં આવશે.

બેંકે કહ્યું કે હોમ લોન માટે વ્યાજનો નવો દર 10 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે. અત્યારે દેશમાં 16 બેન્કો અને અન્ય હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ ગ્રાહકોને સાત ટકાથી ઓછા વ્યાજ દરે હોમ લોન આપી રહી છે.

Read Also

Related posts

સેલરી માટે પરેશાન યુવક સાથે માલિકની નિચલી કક્ષાની હરકત, પગારના નામે પકડાવી દીધી સિક્કાઓથી ભરેલી ડોલ

Zainul Ansari

PNBની ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર / હોમ ઓટો લોન ગ્રાહકો માટે માફ કાર્ય આ ચાર્જીસ, મળશે મોટો ફાયદો

Pritesh Mehta

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!