GSTV
Auto & Tech India News Trending

કોરોના મહામારી વચ્ચે SBI એ ગ્રાહકોને કર્યા સાવધાન, એક ભૂલના કારણે ખાતુ થઈ શકે છે ખાલી

એક બાજુ જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લજી રહ્યું છે. તો બીજી તરફ સાઈબર ક્રિમિનલ નવા નવા આઈડિયા દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. તો કોરોના રિલિફ ફંડ માટે ડોનેશન માંગવામાં આવી રહ્યું છે તો ક્યાંક કોરોનાથી બચવા નકલી એપ બનાવી લોકોની પર્સનલ માહિતી એકઠી કરાઈ રહી છે. આ રીતના ફ્રોડથી બચવા દેશની સૌથી મોટી બેન્ક SBI એ લોકોને સતર્ક કર્યા છે અને ઓન લાઈન ફ્રોડથી બચવા માટે ટીપ્સ આપી છે.

  • UPI દ્વારા ડોનેશન માંગવાવાળાથી સાવધાન રહો
  • ફંડ ટ્રાન્સફર કરતા પહેલા પૈસા પ્રાપ્ત કરનારની ઓળખની તપાસ કરો
  • કોઈ પણ ઈ કોમર્સ સાઈટ પર પોતાના કાર્ડની ડિટેલ સેવ ના કરો
  • કોઈ પણ ઈ મેલ ઉપર તમારી સેંસેટિવ માહિતી ન આપો
  • કોરોના વાયરસ સાથે જોડાયેલી કોઈ પણ ન્યૂજ પર ક્લિક કરતા પહેલા તેની તપાસ કરો
  • વિશ્વાસપાત્ર સ્ત્રોત સાથે તથ્ય શેર કરો
  • જ્યારે તમે સ્કેમને જોવો ત્યારે તેની રિપોર્ટ કરો

લોકોની પર્સનલ માહિતી એકઠી કરાઈ રહી છે

SBI એ ટ્વીટ કરીને જણાવ્યું કે, દુનિયા એક ઘાતક બીમારી સામે લડી રહી છે અને સાઈબર અપરાધીઓએ લોકોને નવી રીતે હેરાન કરવાનું શરૂ કરી દીધુ છે. હાલના સમયમાં તમે સતર્ક અને સાવધાન રહો. અને ઉપર જણાવેલી સાતેય ટિપ્સનું પાલન કરી ફ્રોડથી બચો.

READ ALSO

Related posts

દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ

GSTV Web Desk

શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો

Akib Chhipa

પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો

GSTV Web Desk
GSTV