ભારતીય સ્ટેટ બેંકના ખાતાધારક વગર કોઇ ડેબિટ કાર્ડ દ્વારા પણ ATM માંથી રોકડ રકમ ઉપાડી શકે છે. SBI ખાતાધારક જો આ સુવિધાનો લાભ ઉઠાવવા ઇચ્છે છે તો તેમના સ્માર્ટફોનમાં SBI નું ઇન્ટરનેટ બેંકિંગ એપ YONO App હોવી જરૂરી છે. YONO App ની મદદથી તમે વગર ડેબિટ કાર્ડના ઉપયોગે રોકડ રકમ વિડ્રો કરી શકશો પરંતુ તમને જણાવી દઇએ કે, આવું માત્ર SBI ના ATM પર જ થઇ શકશે.
YONO LITE App દ્વારા વગર OTP એ રોકડ રકમ ઉપાડી શકશો
YONO LITE App ના આધારે તમે વગર OTP, માત્ર QR કોડ સ્કેન દ્વારા રોકડ રકમને વિડ્રો કરી શકો છો. એ માટે તમારા બસ આટલા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે…
- SBI ATM પર જઇને QR કેશ પર ક્લિક કરો.
- તમારી રકમને સિલેક્ટ કરો.
- ત્યાર બાદ QR કોડ દેખાશે.
- હવે YONO LITE App ઓપન કરો.
- QR કેશને ક્લિક કરો, સ્કેનરને ATM ના QR કોડની પાસે લઇ જઇને સ્કેન કરો.
- Continue ને ક્લિક કરો, તમારી રોકડ રકમ વિડ્રો થઇ જશે.
YONO App દ્વારા રોકડ ઉપાડ
- તમારા સ્માર્ટફોનમાં YONO App ઇન્સ્ટોલ કરો.
- YONO App માં તમારા બેંકિંગ ખાતામાં લોગ ઇન કરો.
- ડેશબોર્ડમાં YONO Cash વિકલ્પ પર ક્લિક કરો.
- હવે ATM સેક્શન પર જઇને ક્લિક કરો. ત્યાર બાદ સ્ક્રીન પર માહિતીમાં તમારા એકાઉન્ટમાં કેટલી રકમ છે તે દેખાશે.
- વિડ્રોલ રકમ ભરો અને હવે Next પર ક્લિક કરો.
- 6 અંકોનો YONO Cash PIN (પોતાના ઇચ્છા મુજબ) ભરો અને NEXT પર જઇને ક્લિક કરો.
- જો તમારો મોબાઇલ નંબર બેંક એકાઉન્ટ સાથે રજિસ્ટર્ડ હશે તો તેની પર 6 અંકોનો એક YONO ટ્રાન્ઝેક્શન નંબર આવશે.
- YONO ટ્રાન્ઝેક્શન નંબર 4 કલાક માટે વેલિડ રહેશે.
- SBI ATM પર જઇને ATM સ્ક્રીન પર YONO કેશ વિકલ્પને સિલેક્ટ કરો.
- YONO કેશ ટ્રાન્ઝેક્શન નંબર અને YONO કેશ પિન ભરીને વેલિડેટ કરો.
- ઓથેન્ટિકેશન પૂર્ણ થયા બાદ હવે કેશ સિલેક્ટ કરો.
READ ALSO :
- અતિ મહત્વનું! IMDએ માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી, 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના
- બિસ્તરા બોરિયા બાંધશે! / સેમસંગ આપશે મોટો ઝાટકો, ભારતમાં આ મોબાઈલ ફોનના મેન્યુફેક્ચરિંગ-બિઝનેસ પર લગાવશે રોક
- વડોદરાની ઐતિહાસીક વિશ્વામિત્રી નદી અને તળાવના હાલ અત્યંત બેહાલ, ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે
- LGનો 15 હજાર રૂપિયાનો માસ્ક, તમારા શ્વાસની કરશે ગણતરી અને હવાને કરશે સાફ
- મોટા સંકેત/ કોંગ્રેસે સંગઠનમાં મોટા બદલાવની કરી છે તૈયારી, રણદીપ સૂરજેવાલાની મીડિયા ડિપાર્ટમેન્ટથી છુટ્ટી?