GSTV
Gujarat Government Advertisement

રાતોરાત બદલાઇ ગઇ કરોડો ગ્રાહકોની બ્રાન્ચ, ક્યાંક આ બેન્કમાં તમારુ ખાતુ તો નથીને?

Last Updated on August 28, 2018 by Bansari

ભારતીય સ્ટેટ બેન્કે દેશભરમાં આશરે 1300 શાખાઓના નામ અને આઇએફઅસસી કોડ બદલી નાંખ્યા છે. બેન્કે તેની છ સહયોગી બેન્ક અને ભારતીય મહિલા બેન્કોનું તેની સાથે વિલય થયાં બાદ આ પગલું લીધું છે. બેન્કે આ શાખાઓના નવા નામ અને આઇએફએસસી કોડની યાદી બહાર પાડી છે. કુલ 1295 શાખાઓના નામમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. ઉલ્લેયખનીય છે કે છ સહયોગી બેન્કો અને ભારતીય મહિલા બેન્કનો એક એપ્રિલ 2017થી તેની સાથે પ્રભાવીરૂપે વિલય થયો છે. બેન્કે જે યાદી બહાર પાડી છે તેમાં તે શાખાઓના જૂના નામ અને આઇએફએસસી કોડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રાતોરાત બદલાઇ ગઇ કરોડો કસ્ટમર્સની બ્રાન્ચ

એસબીઆઇના નિર્ણયના કારણે આશકે 3.25 કરોડ ગ્રાહકોની બ્રાન્ચ રાતોરાત બદલાઇ ગઇ છે. હકીકતમાં આ તમામ 6 બેન્કોનો કસ્ટમર બેઝ 3.25 કરોડ હતો. બ્રાન્ચનો આઇએફએસસી કોડ અને નામ બદલવાના કારણે આ તમામ કસ્ટમર્સ તેની ઝપેટમાં આવશે.

તમારી શાખા આ યાદીમાં સામેલ છે કે નહી આ રીતે જાણો

શક્ય છે કે તમારી શાખા પણ આ યાદીમાં સામેલ હોય. તમે એસબીઆઇની સત્તવાર વેબસાઇટ પર જઇને ચેક કરી શકો છો.

જુના નામ અને આઇએફએસસી કોડ સાથે તમને આ લિસ્ટમાં નવા નામ અને આઇએફએસસી કોડ પણ મળશે. તમે https://www.sbi.co.in/webfiles/uploads/files/RATIONALISED_BRANCHES_WITH_IFSC.pdf લિંક દ્વારા લિસ્ટ જોઇ શકો છો. તમે સરળતાથી ચેક કરી શકશો કે તમારી બ્રાન્ચમાં ફેરફાર થયાં છે કે નહી.

Gujarat Government Advertisement

Related posts

Maruti, Hyundai, Tataની બજારમાં આવી રહી છે નવી કાર, 5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતે મળશે SUV નો આનંદ

Harshad Patel

ખતરા વાળ અને ટાલની ચિંતા છોડોઃ વાળની તમામ સમસ્યાઓને દૂર કરી દેશે આ એક ઉપાય, જાણો કેવા મળી રહ્યા છે તેના ફાયદાઓ

Harshad Patel

અમદાવાદ રેલ્વે પોલીસને મળી સફળતા, 65 લાખના મોબાઈલ અને 47 બિયર પાર્સલમાંથી ઝડપી પડયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!