GSTV
Gujarat Government Advertisement

Breaking: SBIની ઓનલાઈન બેન્કિંગ સેવાઓ થઈ ગઈ છે ઠપ પણ કામ કરી રહ્યાં છે ATM , 6 કરોડ ગ્રાહકોને આજે લાગ્યો ઝટકો

Last Updated on October 13, 2020 by Mansi Patel

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની ઓનલાઇન બેંકિંગ સેવાઓ આજે ઠપ થઈ ગઈ છે. બેંકે એક ટ્વીટમાં આ અંગે માહિતી આપી છે. જો કે, એટીએમ અને પીઓએસ મશીનોને અસર થઈ નથી. બેંકે ટ્વિટમાં લખ્યું છે કે અમે અમારા ગ્રાહકોને વિનંતી કરીએ છીએ કે તેઓ અમારી સાથે રહે. ટૂંક સમયમાં સામાન્ય સેવા ફરી શરૂ થશે. બેંકે કહ્યું કે કનેક્ટિવિટીના મુદ્દાને કારણે ગ્રાહકોને ઓનલાઇન બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

SBIએ વધુમાં કહ્યું કે બપોર પહેલા સેવાઓ પુન : સ્થાપિત કરવામાં આવશે. ઘણા SBI ગ્રાહકોએ માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પરની આ અંગેની માહિતી આપી છે. SBIના યોનો એપ્લિકેશન વપરાશકારો પણ એપ્લિકેશન દ્વારા તેમના એકાઉન્ટ્સનો ઉપયોગ કરવામાં અસમર્થ છે. એક યુઝરે ટ્વિટર પર લખ્યું છે કે, ટ્વિટર પર બેંકે પોસ્ટ કરવાને બદલે, આ મહત્વપૂર્ણ નોટિસ તમામ ગ્રાહકોને એસએમએસ દ્વારા મોકલવી જોઈએ.

બીજા એક યુઝરે કહ્યું કે તેઓ ગઈકાલથી ઓનલાઇન બેંકિંગ વેબસાઇટ અને યુપીઆઈનો ઉપયોગ કરવામાં સમસ્યા આવી રહી હતી.

તમને જણાવી દઈએ કે એસબીઆઈની હાજરી 30થી વધુ દેશોમાં છે. એસબીઆઈના 6.6 કરોડથી વધુ ગ્રાહકો મોબાઇલ બેન્કિંગ અને એટીએમ સુવિધાઓનો ઉપયોગ કરે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વિકાસ/ અમિત શાહની અધ્યક્ષતામાં હાઇ લેવલ બેઠક : અજિત ડોભાલ અને જમ્મુ કાશ્મીરના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત

Damini Patel

હાંશકારો/ રસી લીધી હોય હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા આટલા ટકા ઓછી, સ્ટડીમાં થયો મોટો ખુલાસો

Bansari

કિંમતી કેરી/ કેરીના બગીચાની સુરક્ષા માટે 3 ગાર્ડ અને 9 કૂતરા, કિંમત છે 2.5 લાખ પ્રતિ કિલો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!