ભારતીય સ્ટેટ બેન્ક (SBI)માં જો તમારુ ખાતુ છે તો તમે ઘરે બેઠા ચેક બુક મંગાવી શકો છો. ભારતીય સ્ટેટ બેન્કે પોતાના ગ્રાહકોને ઈન્ટરનેટ બેન્કિંગ થકી ચેકબુક મંગાવવાની સુવિધા આપી છે. ગ્રાહક ચેકબુકને પોતાના કોઈપણ એડ્રેસ પર મગાવી શકે છે. આ સુવિધાથી તે લોકો પણ SBI ચેકબુકની ડિલીવરી મેળવી શકે છે, જે હાલમાં બેન્કમાં રજિસ્ટર્ડ એડ્રેસ પર રહી રહ્યા નથી. ઘર બેઠા ચેકબુક મેળવવા માટે તમારી SBI નેટ બેન્કિંગ ચાલુ હોવું જરૂરી છે.
SBI Net Banking: આ રીતે ઓનલાઈન ઓર્ડર કરો SBI ચેકબુક
- સૌ પ્રથ પોતાનુ યૂઝર નેમ અને પાસવર્ડ થકી SBI ના નેટ બેન્કિંગ એકાઉન્ટમાં લોગ ઈન કરો.
- લોગઈન કર્યા બાદ ‘Request & Enquiries’ ના વિકલ્પ પર ક્લિક કરો.
- ડ્રોપ ડાઉન મેન્યૂથી ‘ચેક બુક રિક્વેસ્ટ’ ના વિકલ્પ પર ક્લિક કરો.
- નવા પેજ પર તમારા એકાઉન્ટ સાથે જોડાયેલી બધી જાણકારી દેખાઈ જશે.
- તમે જે એકાઉન્ટ માટે ની ચેકબુક ઈચ્છો છો, તેને સિલેક્ટ કરો.
- નવા પેજ પર તમારે ચેક લીફની સંખ્યાને પસંદ કરવાની રહેશે એટલે કમે કેટલા ચેકવાળી ચેકબુક ઈચ્છો છો.
- એક વિકલ્પને પસંદ કર્યા બાદ ‘Submit’ પર ક્લિક કરો.
- હવે નવા પેજ પર ચેકબુકની ડિલીવરી માટે પસંદગીનું એડ્રેસ પસંદ કરો. તેમાં તમને ત્રણ વિકલ્પ મળે છે. નોંધાયેલુ એડ્રેસ, છેલ્લે ઉપલબ્ધ રવાનગી સરનામું અને નવું એડ્રેસ. પોતાની સુવિધા પ્રમાણે કોઈ એક વિકલ્પ પર ક્લિક કરો.
- એડ્રેસ સિલેક્ટ કર્યા બાદ સબમિટ પર ક્લિક કરો.
- ચેકબુક રિક્વેસ્ટ પર ક્લિક કરોં અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત ઓટીપી નાખી ‘Confirm’ પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી ચેકબુક રિક્વેસ્ટ સબમિટ થઈ જશે અને મેસેજ શો થવા લાગશે.
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત