GSTV

SBI ગ્રાહકો ધ્યાન આપો: આ રીતે ચેક કરો બેંકનો મેસેજ અસલી છે કે નકલી, ક્યાંક તમારી સાથે પણ એ ન થાય જે ‘આનંદીલાલ કારપિટીયા’ સાથે થયું

Last Updated on July 28, 2021 by Pritesh Mehta

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભારતની સૌથી મોટી સરકારી બેન્ક  છે. સમગ્ર દેશમાં તેના 42 કરોડથી પણ વધુ ગ્રાહકો છે. પોતાના ગ્રાહકોને બેન્કિંગ સુવિધા આપવાની સાથે સ્ટેટ બેન્ક સતત સુરક્ષાના ઉપાયો અંગે પણ પોતાના ગ્રાહકોને બતાવતું આવે છે. બેન્કના નિર્દેશ એટલા માટે હોય છે કે બેંકનો એકપણ ગ્રાહક ફિશિંગ, હેકિંગ અથવા ફ્રોડ જેવી ઘટનાઓથી સતત બચાવી શકાય. જો કોઈ ગ્રાહક ફ્રોડનો શિકાર થાય છે તો તેનાથી માત્ર ગ્રાહકને જ નહીં પરંતુ બેન્કને પણ મોટું નુકશાન થાય છે. એવામાં બેંક પોતાના ગ્રાહકોને જણાવે છે કે કોઈપણ મેસેજ આવે તો તેની પરખ કરો કે શું આ મેસેજ બેંક તરફથી આવ્યો છે કે કોઈ છેતરપિંડીનો મેસેજ છે.

SBI

હવે ગ્રાહકો ઉપર નિર્ભર છે કે તેઓ બેંકના મેસેજ અને છેતરપિંડીના મેસેજમાં તમારે પોતાના વિવેકથી નિર્ણય કરવાનો છે. પરંતુ શું તમામ ગ્રાહકો બંને પ્રકારના મેસેજ વચ્ચે શું ફરક છે તે પારખી શકે છે? મોટાભાગે તમે જોતા હસો કે બેંક તરફથી સર્વિસ, પોલિસી અને એકાઉન્ટ બેલેન્સ મેસેજ મોકલવામાં આવતા હોય છે. આ બધા વચ્ચે એવા પણ ઘણા મેસેજ આવે છે જે ગ્રાહકોને ભોળવીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે.

લોન

SBI ટ્વીટ કરી આપી જાણકારી

પોતાને બેન્કનો કર્મચારી ગણાવીને ગ્રાહક પાસેથી સંવેદનશીલ જાણકારી મેળવી લેતા હોય છે. આમ થવાથી બચવા માટે તાજેતરમાં જ એસબીઆઈ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે અસલી અને નકલી મેસેજમાં ફેર હોય છે તે કેવી રીતે તપાસી શકાય છે. કેવી રીતે ચકાસી શકાય કે તમારા પર આવેલ કોઈ મેસેજ  બેન્કનો છે કે કોઈ ફ્રોડ ગેંગનો છે. SBIએ ટ્વીટમાં લખ્યું છે કે કોઈપણ બહારની વ્યક્તિને ઘરમાં આવવા દેતા પહેલા તેની અચૂક તપાસ કરી કે અસલી છે કે નકલી.

મેસેજ કોડ ચેક કરો

તેનો સૌથી સરળ રસ્તો છે કે મેસેજમાં જુઓ કે શરૂઆતમાં જ શું લખેલું આવે છે. મેસેજની શરૂઆતમાં જ એક શોર્ટ કોડ લખેલો હોય છે જે બેંક સાથે સંકળાયેલ હોય છે. જેમ કે SBIBNK, SBINB, SBIPSG અને SBYONO. બેંકે ચેતવણી આપી છે કે આ કોડ જ સૌથી જરૂરી નથી હોતો સાથે એ પણ જોવું જરૂરી છે કે મેસેજ કોઈ જાણીતા સોર્સ પાસેથી આવ્યો છે કે નહીં. જો કોઈ અજ્ઞાત સોર્સ પાસેથી તે મેસેજ આવ્યો હોય તો તેનો વિશ્વાસ ન કરવો. તેમાં આપેલ લિંક પર ક્લિક ન કરો. સાથે જ એસબીઆઈ દ્વારા કેટલીક ટિપ્સ પ આપવામાં આવી છે જેનાથી મેસેજમાં કેટલી સચ્ચાઈ છે તે તપાસ કરી શકાય.

  1. બેન્કની લિંક ખોલવી હોય તો યુઆરએલ ટાઈપ કરીને જ ખોલો. પોતાના બ્રાઉઝરમાં SBIનો URL ટાઈપ કરો અને પોર્ટલ પર જાઓ.
  2. મોબાઈલ એપ સ્ટોરમાં કોઈપણ શંકાસ્પદ કે અજાણી એપ ક્યારેય ડાઉનલોડ ન કરો. એપ ડાઉનલોડ કરવા માટે ગુગલ પ્લેસ્ટોર, એપલ એપસ્ટોર, બ્લેકબેરી એપ વર્લ્ડ, ઓવી સ્ટોર, વિન્ડોઝ માર્કેટ પલ્સ વગેરેનો ઉપયોગ કરો. ગમે તેવી એપ ડાઉનલોડ ન કરો જે વગર કોઈ કારણે તમને ઓનલાઇન બેન્કિંગની સુવિધાઓ ઓફર કરે છે. આ એપની વાસ્તવિકતા જાણી લો. અને જો જરૂર પડે તો બેન્કના કસ્ટમર કેસ પાસેથી જામકારી મેળવો ત્યારબાદ જ ડાઉનલોડ કરો.
  3. અજાણ્યા સોર્સ પરથી ઇમેઇલ આવે છે તો તેમાં આપેલ કોઈપણ લિંક પર ક્લિક ન કરો. આ એ પ્રકારની લિંક હોય છે જે તમને વેબસાઈટ પર લઈજાય છે. SBI ક્યારેય પણ પોતાના ગ્રાહકોને આ પ્રકારના કોઈ જ ઇમેઇલ કે મેસેજ નથી મોકલતી જેમાં લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવતું હોય. બેન્ક ક્યારેય ગ્રાહકની અંગત માહિતી, પાસવર્ડ, ઓટીપી નથી માંગતી. આ પ્રકારના કોલ કે મેસજ આવે છે ત ઓ તે છેતરપિંડીનો ભાગ હોઈ શકે છે. આ પ્રકારના ઇન્ટરનેટ બેન્કિંગથી તમારા બેન્કના ખાતું ખાલી કરવામાં મદદ કરે છે.
  4. આ પ્રકારના ફોન કોલ, મેઈલ કે મેસેજ આવે છે તો ક્યારેય પણ જવાબ ન આપો. જો આ પ્રકારનો કોઈ મેસેજ ઇમેઇલ કે ફોન આવે છે તો તુરંત [email protected] પર ફરિયાદ કરો.
  5. જો ભૂલથી પણ તમે આ પ્રકારની લિંક કે ફોન કોલ પર તમારી જાણકારી આપી હોય તો તુરંત પોતાના એટીએમ ક્રેડિટ કે ડેબિટ કાર્ડને બ્લોક કરી દો. આમ કરવાથી મોટું નુકશાન ટાળી શકાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

જમ્મુ- કાશ્મીરમાં આતંકી હુમલો, આતંકવાદીના અંધાધૂંધ ફાયરિંગમાં રેલવે કર્મચારી સહિત બેનાં મોત

Bansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!