GSTV

SBIમાં એકાઉન્ટ હોય તો 10 દિવસમાં પતાવી લો આ કામ , નહીંતર અટવાઇ જશે તમારા રૂપિયા

Corona

Last Updated on February 17, 2020 by Bansari

દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા પોતાના ગ્રાહકોને એસએમએસ મોકલીને એલર્ટ મોકલ્યુ છે. બેન્ક ગ્રાહકોને કેવાયસી પૂરી કરવા માટે કહ્યુ છે. તેના માટે 28 ફેબ્રુઆરી 2020 અંતિમ તારીખ છે. તેવામાં જો કોઇ ગ્રાહક પોતાના ડોક્યુમેન્ટ લઇ જઇને કેવાયસી ન કરાવે તો તેના બેન્ક એકાઉન્ટના ટ્રાન્જેક્શન રોકી દેવામાં આવશે. તમને જણાવી દઇએ કે આરબીઆઇએ તમામ બેન્ક એકાઉન્ટ માટે કેવાયસીને જરૂરી બનાવી દીધી છે.

શું છે KYC

KYC એટલે કે Know Your Customerને સરળ ભાષામાં કહીએ તો કસ્ટમર વિશે પૂરી જાણકારી. કેવાયસી કરાવી તમામ ગ્રાહકો માટે જરૂરી છે. એક રીતે બેન્ક અને ગ્રાહક વચ્ચે KYC સંબંધો મજબૂત બનાવે છે. કેવાયસી વિના રોકાણ શક્ય નથી. તેના વિના બેન્ક ખાતુ પણ ખોલવું સરળ નથી.

શું છે મામલો

SBIએ પોતાના ગ્રાહકોને એસએમએસ મોકલીને એલર્ટ કરતાં કેવાયસી પૂરી કરવા કહ્યું છે. એસએમએસમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય રિઝર્વ બેન્કના દિશા-નિર્દેશો અનુસાર તમારા ખાતામાં કેવાયસી દસ્તાવેજો અપડેટ કરવાના છે.

નહી કરી શકો કોઇ ટ્રાન્જેક્શન

એસબીઆઇએ કહ્યું કે કૃપા કરીને નવા કેવાયસી દસ્તાવેજો સાથે પોતાની એસબીઆઇ શાખામાં જઇને સંપર્ક કરો. કેવાયસી પૂરી નહી કરવાની સ્થિતિમાં તમારા ખાતામાં ભવિષ્યમાં કરવામાં આવતા ટ્રાન્જેક્શન પર રોક લગાવવામાં આવી શકે છે.

ગ્રાહકોએ કરવું પડશે આ કામ

એસબીઆઇ ગ્રાહકોએ પોતાની બ્રાન્ચમાં જઇને જરૂરી ડોક્યુમેન્ટ સાથે કેવાયસી અપડેટ કરાવાની છે.

કેવાયસી ડોક્યુમેન્ટ

 • એસબીઆઇની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, કેવાયસી માટે નીચે જણાવ્યા પ્રમાણે ડોક્યુમેન્ટસ આપવા પડશે.
 • વ્યક્તિઓ માટે (ઓળખ પજ્ઞ- જેમાં તે સરનામુ આપવામા આવ્યું હોય જે સરનામુ ખાતુ ખોલવાના ફોર્મમાં આપેલુ છે)
 • પાસપોર્ટ
 • મતદાર ID
 • ડ્રાઇવિંગ લાઇસન્સ
 • આધાર પત્ર / કાર્ડ
 • નરેગા (નરેગા) કાર્ડ
 • પેન્શન ચુકવણી હુકમ
 • પોસ્ટ ઓફિસો દ્વારા જારી કરાયેલ ઓળખકાર્ડ
 • જાહેર સત્તા સંસ્થાઓ દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ જે તેમના દ્વારા જારી કરાયેલ ઓળખકાર્ડના રેકોર્ડ રાખે છે.

ઓળખ કાર્ડનો પુરાવો (સૂચિ -1)

 • પાસપોર્ટ
 • મતદાર ID
 • ડ્રાઇવિંગ લાઇસન્સ
 • આધાર પત્ર / કાર્ડ
 • નરેગા (નરેગા) કાર્ડ
 • પેન્શન ચુકવણી હુકમ
 • પોસ્ટ ઓફિસો દ્વારા જારી કરાયેલ ઓળખકાર્ડ
 • પાન (પાન) કાર્ડ
 • જાહેર સત્તા દ્વારા જારી કરાયેલ ઓળખકાર્ડ
 • યુ.જી.સી. / એ.આઇ.સી.ટી.ઇ. દ્વારા ફોટોગ્રાફ ધરાવતા યુનિવર્સિટી દ્વારા માન્ય પ્રમાણપત્ર.
 • સરકારી / આર્મી આઈડી
 • વિશ્વસનીય નોકરીદાતાઓ દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ.

સરનામાંનો પુરાવો (સૂચિ -2)

 • ટેલિફોન બિલ (3 મહિનાથી વધુ જૂનું ન હોય)
 • બેંક ખાતાનું નિવેદન (3 મહિનાથી વધુ જૂનું ન હોય)
 • માન્યતા પ્રાપ્ત સરકારી અધિકારી દ્વારા પત્ર જારી કરાયેલ હોય
 • વીજળી બિલ (6 મહિનાથી વધુ જૂનું ન હોય)
 • રેશનકાર્ડ
 • વિશ્વસનીય નોકરીદાતાઓ દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ
 • આવકવેરા / એસ્ટેટ કર આકારણીનો ઓર્ડર
 • ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ (3 મહિનાથી વધુ જૂનું ન હોય)
 • રજિસ્ટર્ડ લીવ અને લાઇસેંસ કરાર / વેચાણ ડીડ / લીઝ કરારની નકલો
 • યુનિવર્સિટી / સંસ્થાના છાત્રાલય વોર્ડન દ્વારા અહીં રહેતા વિદ્યાર્થીને જારી કરાયેલ પત્ર જેના પર  રજિસ્ટ્રાર, આચાર્ય / ડીન – વિદ્યાર્થી કલ્યાણ દ્વારા સહી કરવામાં આવી હોય
 • વિદ્યાર્થીઓના કિસ્સામાં, જો તેઓ તેમના સબંધી સાથે રહેતા હોય, તો તે ઓળખકર્તાની ઘોષણા સાથે તેમનું ઓળખ કાર્ડ અને સરનામું પ્રમાણપત્ર.

સગીર

જો સગીરની ઉંમર 10 વર્ષની ઓછી હોય તો ખાતાનું સમચાલન કરનાર વ્યક્તિનું ઓખ પત્ર લેવામાં આવશે. જો સગીર પોતે ખાતાનું સંચાલન કરવા લાયક હોય તો ઓળખ પત્ર તથા એડ્રેસ વેરિફિકેશનની તે જ પ્રક્રિયા જે કોઇ અન્ય વ્યક્તિના મામલે લાગૂ થાય છે.

Read Also

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Zainul Ansari

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!