GSTV

SBIના ગ્રાહકોને હવે ચુકવવી પડશે વધુ રકમ, 31 માર્ચથી મોંઘી થઈ જશે આ સર્વિસ

SBI

Last Updated on March 28, 2020 by Pravin Makwana

જો તમારૂ લોકર દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (SBI)માં છે તો આ ખબર તમારી માટે મહત્વની વાત છે. કારણ કે 31 માર્ચ 2020થી લોકર (Locker)માં સામાન રાખવો મઘોં થઈ જશે. એસબીઆઈ (SBI)એ લોકરના ચાર્જમાં વધારો કર્યો છે અને નવા ચાર્જ (Charge) 31 માર્ચે લાગુ થશે. એસબીઆઈએ લોકરના આકારના આધાર પર રેન્ટલ ચાર્જને 500 રૂપિયા 2000 રૂપિયા સુધી વધારી દીધા છે. આ ફીસ એ વાત પર નિર્ભર કરશે કે ખાતા ધારકનું લોકર કયા શહેરમાં છે.

કેટલો આપવો પડશે ચાર્જ

નાના લોકરના ભાડામાં 500થી લઈને 2,000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. જ્યારે એક્સ્ટ્રા લાર્જ લોકરનો ચાર્જ 9,000ની જગ્યાએ હવે 12000 રૂપિયા આપવાનો રહેશે. મીડિયમ સાઈઝ લોકર માટે હવે 1000થી 4000 રૂપિયા સુધી વધુ ચાર્જ ચુકવવાનો રહેશે. મોટા લોકરનુ ભાડુ 2000થી 8000 રૂપિયા સુધી હશે.

SBI

બેન્ક લોકર શું છે?

સેફ ડિપોઝિટ લોકર બેન્કોની ખાસ સુવિધા હોય છે. આ લોકર અલગ અલગ આકારમાં આવે છે. તેનો ઉપયોગ લોકો પોતાની કિમતી વસ્તુઓને મુકવા માટે કરે છે. ફક્ત લોકર હોલ્ડર અથવા જોઈટ હોલ્ડર જ તેને ઓપરેટ કરી શકે છે. RBI નોટિફિકેશનના જણાવ્યા અનુસાર, કોઈ પણ બેન્કમાં ખાતા વગર પણ લોકર ખોલી શકાય છે. પરંતુ લોકરના ભાડા અને ચાર્જીસના સિક્યોરિટી ડિપોઝીટનો હવાલો આપતા બેન્ક ખાતા વગર લોકર ખોલવામાં આના કાની કરે છે. આટલું જ નહીં અમુક બેન્ક તમારા પર મોટી રકમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માટે પણ દબાણ કરી શકે છે. માટે સારૂ રહેશે કે તમે તેજ બન્કમાં લોકર લો જેમાં સેવિંગ એકાઉન્ટ છે.

કયા દસ્તાવેજોની જરૂર પડશે

લોકર ખુલવા માટે કેવાયસી તસ્વીરોની સાથે કેવાયસી દસ્તાવેજ જમા કરવવા પડશે. બેન્ક ત્રણ વર્ષ માટે લોકરના રેટને કવર કરવાના માટે ફિક્સ્ડ ડિપોઝિટ શરૂ કરવાની કહી શકે છે. અરજદારને બેન્ક સ્ટેડિંગ ઈસ્ટ્રક્શન આપે છે કે તે ખાતામાંથી ફીને કાપી લે.

Read Also

Related posts

કામની વાત/ પરિવારમાં એક LPG કનેક્શન હોય તો પણ મળી જશે નવુ કનેક્શન, આ વિશેષ સુવિધામાં સબસિડીનો લાભ પણ મળશે

Bansari

હિટ એન્ડ રન: જામકંડોરણા પાસે બાઈક સવાર પરિવારને ટક્કર મારી કાર ચાલક ફરાર, ત્રણના મોત: પોલીસ તપાસ શરૂ

pratik shah

ગજબ! બ્રિટનમાં મળેલા એક ઉલ્કાપિંડની ઉંમર પૃથ્વી કરતા પણ વધારે, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!