GSTV
India News Trending

SBI અેલર્ટ : આજે છેલ્લો દિવસ, કાલથી ATMમાંથી ઉપાડના નવા લાગુ પડશે આ નિયમો


જો તમારૂ બેંક એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(એસબીઆઈ)માં છે અને તમે એટીએમનો ઉપયોગ કરો છો તો આ ખબર તમારી માટે ખૂબ જ મહત્વની છે. એસબીઆઈના એટીએમથી જોડાયેલ એક નિયમ 31મી ઓક્ટોબરથી બદલાઈ જશે. તમને ખબર હશે કે હાલ ખાતાધારકો એસબીઆઈના એટીએમાંથી એક દિવસમાં વધુમાં વધુ રૂ.40,000 ઉપાડી શકે છે પરંતુ હવે બેંકે આ મર્યાદા ઘટાડી છે અને 31મી ઓક્ટોબરથી એસબીઆઈના એટીએમથી ગ્રાહકો વધુમાં વધુ માત્ર રૂ.20,000ની રોકડ એક દિવસમાં ઉપાડી શકશે. એસબીઆઈ વતી તેની બધી શાખાઓને આ વિશે સૂચનાઓ આપવામાં આવી છે. ભારતીય સ્ટેટ બેન્કે ડેબિટ કાર્ડ દ્વારા એટીએમ વિડ્રોઅલની લિમિટ ઘટાડી દીધી છે. અત્યારે આ લિમિટ 40 હજાર રૂપિયા પ્રતિ દિવસ છે. પરંતુ 31 ઓક્ટોબરથી આ લિમિટ 20 હજાર રૂપિયા પ્રતિ દિવસ થઇ જશે.

એસબીઆઇએ જે આ ફેરફાર કર્યા છે, આ નિયમો ફક્ત તે ગ્રાહકો માટે બદવામાં આવ્યાં છે, જે બેન્કના ક્લાસિક ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે. એસબીઆઇએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર જણાવ્યું છે કે જો તમે  લિમિટ વધારવા માંગતા હોય તો તમે તેને એક રીતે મેળવી શકો છો.

એસબીઆઇએ જણાવ્યા અનુસાર 20 હજારથી વધુની વિડ્રોઅલ લિમિટ મેળવવા માટે તમારે ક્લાસિક ડેબિટ કાર્ડની સરખામણીમાં હાયર કાર્ડ વેરિએન્ટ માટે અપ્લાય કરવાનું રહેશે. તેનો અર્થ એ છે કે તમે બેન્કનું અન્ય અપગ્રેડેડ ડેબિટ કાર્ડ લઇ શકો છો.

સિલ્વર ઇન્ટરનેશનલ કાર્ડ

આ ડેબિટ કાર્ડથી તમે 31 ઓક્ટોબર બાદ પણ એટીએમથી 40 હજાર રૂપિયા પ્રતિ દિવસ વિડ્રો કરી શકો છો. આ ઉપરાંત તમને કેશ વિડ્રોઅલ સાથે અનેક સુવિધાઓ પણ મળશે. તેના માટે તમારે વર્ષે મેન્ટેનન્સ તરીકે 150 રૂપિયા તથા ટેક્સ ચૂકવવાનો રહેશે.

ગ્લોબલ ઇન્ટરનેશનલ કાર્ડ

એસબીઆઇ ગ્લોબલ ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ પણ તમને 40 હજાર રૂપિયા વિડ્રો કરવાની પરવાનગી આપે છે. તેના માટે તમારે વાર્ષિક 175 રૂપિયા મેન્ટેનન્સ ચાર્જ ચુકવવાનો રહેશે.

ગ્લોબલ ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ

એસબીઆઇ ગોલ્ડ ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ સાથે તમને પ્રતિ દિવસ 50 હજાર રૂપિયાની રકમ એટીએમમાંથી વિડ્રો કરવાનો વિકલ્પ મળે છે. આ સાથે જ એસબીઆઇ રિવૉર્ડઝ સહિત અન્ય સેવાઓ પણ આ કાર્ડ સાથે મળે છે. તેના માટે તમારે મેન્ટેનન્સ તરીકે 175 રૂપિયા અને જીએસટી ચુકવવાનો રહેશે.

બેન્ક આ ઉપરાંત અન્ય અનેક પ્રકારના કાર્ડ્ઝ બહાર પાડે છે. આ કાર્ડ્ઝની જાણકારી તમે એસબીઆઇની સત્તાવાર વેબસાઇટ પરથી લઇ શકો છો. જો તમારી પાસે આમાથી કોઇ એક કાર્ડ હશે તો આ વિડ્રોઅલની લિમિટ ઘટાડવાની અસર તમારા પર નહિવત થશે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં જણવા મળ્યું છે કે એટીએમ મશીન પાસે કેમેરા લગાવીને ગ્રાહકોના પિન ચોરીને ફ્રોડ કરનાર કોર્ડનો ક્લોન તૈયાર કરી લેતા હોય છે. અને દુકાનો પર લાગેલા સ્વાઇપ મશીનના માધ્યમથી કેટલાક લોકો કાર્ડનો ક્લોન તૈયાર કરી ડેબિટ-ક્રેડિટ કાર્ડધારકોને લૂટી લેતા હોય છે.

Related posts

Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan
GSTV