GSTV

દિવાળી પહેલા SBI ની પહેલ, ATMમાંથી કેશ કાઢવાના નિયમોમાં કર્યા મોટા ફેરફાર

SBI

Last Updated on October 23, 2020 by Ankita Trada

દેશની સૌથી મોટી સરકારી બેન્ક (SBI) એ ATM થી કેશ કાઢવાનો નવો નિયમ આવી ચૂક્યો છે. નવા નિયમ પ્રમાણે, હવે તમારે 10 હજારથી વધારેની કેશ નિકાસી કરવા માટે ઓટીપીની જરૂરિયાત હશે. એટલે તમે ઓટીપી વગર પૈસા કાઢી શકશો નહી. તમને જણાવી દઈએ કે, સ્ટેટ બેન્કના આ નિયમ પહેલા જ લાગુ કર્યા હતા.18 સપ્ટેમ્બરથી તેને 24 કલાક માટે લાગુ કરવામાં આવી ચૂક્યુ છે. આ પહેલા SBI એ 1 ઓક્ટોબરથી વિદેશ પૈસા મોકલવાનો નિયમ પણ બદલ્યો છે. હવે ગ્રાહકોને વિદેશણાં લેણદેણ માટે ટેક્સ ચૂકવવો પડે છે. એટલે કે, ગ્રાહકોને વિદેશ પૈસા મોકલવા પર વધારાનો ચાર્જ આપવો પડે છે.

SBI એ કર્યુ ટ્વીટ

SBI એ ટ્વીટ કરી આ નવા નિયમમાં જાણકારી આપી છે. SBI ટ્વીટ પ્રમાણે હવેથી વન ટાઈમ પાસવર્ડ (OTP) આધારિત ATM કેશ વિડ્રોલ સુવિધાને 24 કલાક સુધી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પહેલા માત્ર 12 કલાક માટે હતો આ નિયમ

વર્તમાનમાં આ નિયમ પ્રમાણે, ઓટીપી પ્રક્રિયા રાત્રીના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી લાગુ હોય છે. જેમાં અમાઉન્ટ એન્ટર કરવા પર ઓટીપી સ્ક્રીન ખુલી જાય છે અને ત્યાં તમને તમારો મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલ ઓટીપી નાખવાનો હોય છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ટ્રાંજેક્શન થઈ શકશે.

બેન્કે શા માટે લાગુ કર્યો નવો નિયમ?

દેશભરમાં ફેલાયેલ કોરોના વાયરસની વચ્ચે ઓનલાઈન ફ્રોડના કેસમાં પણ વધારો આવ્યો છે. તેને ધ્યાનમાં રાખી SBI એ આ નિયમ લાગુ કર્યો છે. SBI પ્રમાણે, એટીએમ ફ્રોડથી ગ્રાહકોને બચાવવા માટે આખા દેશમાં 24 કલાક માટે ઓટીપી આધારિત સેવાની શરૂઆત કરી છે. નવો નિયમ 18 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયો છે.

આ રીતે કાઢી શકશો પૈસા

નવા નિયમ બાદ કેશ કાઢવા માટે તમારે એટીએમની સ્ક્રીન પર રકમની સાથે-સાથે ઓટીપી સ્ક્રીન પણ દેખાશે. ગ્રાહકોને ઓટીપી તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. ત્યારબાદમાં તમને ઓટીપી એન્ટર કરવાનો રહેશે અને અમાઉન્ટ નાખવાની રહેશે. જણાવી દઈએ કે, ઓટીપી આધારિત રોકડ નિકાસીની સુવિધા માત્ર SBI એટીએમમાં જ ઉપલબ્ધ છે.

ATM થી કેશ કાઢવા માટે હવે જરૂરી છે મોબાઈલ લઈ જવો

SBI એ પોતાના ગ્રાહકોને કહ્યું કે, જો તમે SBI કાર્ડનો વપરાશ કરી SBI એટીએમથી નિકાસી માટે લઈ જઈ રહ્યા છે તો મોબાઈલ લઈને જરૂર જાવ. આ વાતને સમજવાની જરૂરિયાત છે કે, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે. ઓટીપી નાખ્યા બાદ જ 10 હજાર અથવા તેનાથી વધુ રૂપિયા પાછી ખેંચી શકશો. બેન્કે તેને લઈને SMS પણ ગ્રાહકોને મોકલ્યા છે.

READ ALSO

Related posts

ચિંતામુક્ત થઈ જાવ / Googleનું આ શાનદાર ફિચર સ્માર્ટફોન્સને રાખશે Virus-Free, આવી રીતે કરો ઉપયોગ

Zainul Ansari

કરોડો રૂપિયાનું આ ઘર ખરીદવા લોકો કરી રહ્યા છે પડાપડી, પહેલી નજરે જોતા લાગે ફિલ્મનો સેટ

Zainul Ansari

શું તમે પણ નવું રાશન કાર્ડ બનાવવા માંગો છો? સીએસસી દ્વારા આ રીતે કરી શકો છો અરજી…

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!