GSTV
Home » News » જ્યાં-ત્યાં ફોન ચાર્જ કરવાની આદત ભારે પડશે, આવું કર્યુ તો તળિયાઝાટક થઇ જશે તમારુ બેન્ક એકાઉન્ટ

જ્યાં-ત્યાં ફોન ચાર્જ કરવાની આદત ભારે પડશે, આવું કર્યુ તો તળિયાઝાટક થઇ જશે તમારુ બેન્ક એકાઉન્ટ

આજકાલ લોકોની મોબાઇલ પરથી નિર્ભરતા એટલી હદે વધી ગઇ છે કે જો તેમનો ફોન ડિસ્ચાર્જ થઇ જાય તો તેમને લાગે છે કે જાણે કે તેઓ કેટલી મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયાં છે. આવી સ્થિતિમાં લોકો તત્કાલ ચાર્જિંગ પોઇન્ટ શોધે છે. પરંતુ આવું કરતાં પહેલાં સતર્ક થઇ જાઓ. એરપોર્ટ, ટ્રેન કે હોટલમાં તમારો ફોન ચાર્જ કરતાં પહેલાં સાવધાની રાખવાની જરૂર છે કારણ કે તમારુ આ એક પગલું તમારા મોબાઇલમાં રહેલા ડેટાને હેકર્સ સુધી પહોંચાડીને તમારા માટે મુસીબત ઉભી કરી શકે છે.

ચાર્જ કરતાં પહેલાં બે વાર વિચારો

દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે ચાર્જિંગ સ્ટેશન્સ પર ફોન ચાર્જિંગને લઇને લોકોને ચેતવણી આ છે. બેન્કે પોતાના ગ્રાહકોને સલાહ આપતાં કહ્યું છે કે ચાર્જિંગ સ્ટેશન્સ પર પોતાનો ફોન ચાર્જ કરતાં પહેલાં બે વાર વિચારો, કારણ કે મેલવેયર તેમના ફોનને ઇન્ફેક્ટ કરી શકે છે અને આંખના પલકારે તમારુ બેન્ક એકાઉન્ટ ખાલી થઇ શકે છે. કારણ કે તમારો બધો જ ડેટા અને પાસવર્ડ તરત જ હેકર્સ પાસે પહોંચી જાય છે.

મેલવેયર ચોરી શકે છે તમારો ડેટા

એસબીઆઇએ ટ્વિટ કર્યુ કે, ચાર્જંગ સ્ટેશન્સ પર પોતાનો ફોન ચાર્જ કરતાં પહેલાં બે વાર વિચારો. કોઇ મેલવેયર તમારા ફોનમાં ઘુસીને તમારો તમામ ડેટા અને પાસવર્ડ હેકર્સ સુધી પહોંચાડવાનું સાધન બની શકે છે.

બેન્કે લોકોને સલાહ આપી છે કે તે ફ્રી ફોન ચાર્જિંગ પોર્ટ દ્વારા અંજામ આપવામાં આવે છે. આ ચાર્જિંગ પોર્ટને યુએસબી દ્વારા ડેટા કનેક્શન તરીકે પણ યુઝ કરવામાં આવે છે. તેના દ્વારા ફોનમાં મેલવેયર નાંખીને તેમાં રહેલો તમામ ડેટા કૉપી કરી લેવામાં આવે છે.

  • જૂસ જેકિંગથી બચવા માટે કરો આ કામ
  • ચાર્જિંગ સ્ટેશન પાછળ ઇલેક્ટ્રિક સૉકેટને ધ્યાનથી જુઓ
  • તમારુ ચાર્જિંગ કેબલ તમારી સાથે રાખો.
  • ફક્ત ઇલેક્ટ્રિકલ આઉટલેટથી જ ચાર્જ કરો.
  • તમે કોઇ સારી કંપનીની પાવર બેન્ક પણ સાથે રાખી શકો છો.

Read Also

Related posts

આ છે એ શેફ જેના હાથનું સ્વાદિષ્ટ ભોજન ગ્રહણ કરશે ટ્રમ્પ અને મેલેનિયા, જાણો મેનૂમાં શું છે ખાસ

Bansari

પીળા રંગનાં ડ્રેસમાં મલાઈકાનો અત્યંત બોલ્ડ અંદાજ, અભિનેત્રી લાગી રહી છે અત્યંત ખૂબસુરત

pratik shah

SBIએ પોતાના કરોડો ગ્રાહકોને 2000 અને 500 રૂપિયાની નોટને લઈને આપી મોટી જાણકારી, ભૂલથી પણ ન કરતાં આ ભૂલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!