GSTV
Gujarat Government Advertisement

SBIની ગ્રાહકો માટે મોટી ઓફર : કોઈપણ ઓનલાઈન ખરીદી કરતાં પહેલાં તપાસી લો ફાયદાઓ, 1000થી વધુ છે ઓફરો

Last Updated on October 14, 2020 by Karan

નવરાત્રી અને દિવાળીના ઉત્સવની મોસમ આવી રહી છે. કંપનીઓ અનેક ઓફર આપી રહી છે. SBI કાર્ડ દ્વારા ગ્રાહકો માટે ઉત્સવની ઓફરની પણ જાહેરાત કરવામાં આવી છે. શેરબજારમાં એસબીઆઇ કાર્ડના રોકાણકારોને આનો ફાયદો થશે. 2,000 થી વધુ શહેરોમાં 1000 થી વધુ પ્રકારની ઓફર આપી રહી છે. આ ઓફર 15 નવેમ્બર 2020 સુધી ચાલશે. આ ઓફર્સ રિટેલ શોપર્સથી લઈને ઓનલાઇન શોપિંગ સુધી હશે.

કાર્ડની મદદથી ગ્રાહકો સરળ હપ્તામાં દેશભરની 1.3 લાખથી વધુ દુકાનમાં ખરીદી કરી શકશે. એમેઝોન, બ્રાન્ડ ફેક્ટરી, ફેબિંડિયા સહિતના વિવિધ પ્લેટફોર્મ પર એસબીઆઈ કાર્ડ ચાલશે છે.

SBI કાર્ડના શેરમાં શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી. બુધવારે, સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે, SBI કાર્ડનો સ્ટોક 4 ટકાથી વધુ વધીને રૂપિયા 892.30 ની સપાટીએ પહોંચ્યો છે. આ વધારો 16 માર્ચ પછીનો સૌથી વધુ છે. આને કારણે કંપનીની માર્કેટ કેપ 83,846.86 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. માર્કેટ કેપમાં વધારો એટલે કે રોકાણ કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે.

Gujarat Government Advertisement

Related posts

ઓપન લેટર/ જ્યાંથી વેક્સિન મળે ત્યાંથી ખરીદી દેશને વેક્સિન આપો, વડાપ્રધાન પાસે 12 મોટા વિપક્ષી દળોએ કરી આ 9 માંગણીઓ

Dhruv Brahmbhatt

BIG NEWS: ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિર સામે નોંધાઈ ફરિયાદ, એફબીઆઈએ તપાસ આદરી

pratik shah

Google એકાઉન્ટ કંપની તેના તમામ યુઝર્સ માટે લાવી રહી છે આ ફિચર્સ, હેકર્સ નહીં કરી શકે એકાઉન્ટ હેક

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!