GSTV

SBI બેન્ક આપી રહી છે પૈસા કમાવવાની તક, આજે જ જોડાવ આ બિઝનેસ આઈડિયા સાથે અને મેળવો મહિને 50 હજારથી પણ વધુ આવક

Last Updated on September 20, 2021 by Zainul Ansari

કોરોનાનાસંકટ સમય વચ્ચે જો તમે પણ તમારો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો અથવા તો વધારાના પૈસા કમાવવા માટે કોઈ નવુ માધ્યમ શોધી રહ્યા છો તો આજે જ જોડાવ SBI ના આ બિઝનેસ આઈડિયા સાથે. આ બિઝનેસ આઈડિયા સાથે જોડાઈને તમે આવનાર સમયમા સરળતાથી માસિક 50 હજારથી પણ વધુની આવક મેળવી શકો છો. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની ધિરાણકર્તા બેંક એટલે કે SBI આજે તમને બિઝનેસ કરવાની વિશેષ તક આપી રહી છે. તમે SBI ATM ની ફ્રેન્ચાઇઝ લઈને દર મહિને સારી એવી આવક મેળવી શકો છો.

SBI

જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોના ATM સ્થાપિત કરનાર કંપનીઓ જુદી-જુદી હોય છે. મોટાભાગની બેંકો કેટલીક કંપનીઓને એટીએમ લગાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપે છે, જે અલગ-અલગ જગ્યાએ એટીએમ લગાવવાનું કામ કરતા હોય છે. તો ચાલો તમને જણાવીએ કે, તમે એટીએમ ફ્રેન્ચાઈઝી લઈને કેવી રીતે સારા એવા પૈસા કમાઈ શકો છો. ટાટા ઇન્ડિકેશ એ એટીએમનો કોન્ટ્રાકટ આપતી કંપનીઓમા સૌથી મોટી અને સૌથી જૂની કંપની છે. તે તમને 2 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ પર ફ્રેન્ચાઇઝી આપે છે, જે રિફંડપાત્ર છે.આ સિવાય તમારે 3 લાખ રૂપિયા કાર્યકારી મૂડી તરીકે જમા કરાવવાના રહેશે. આ રીતે તમારે એટીએમ માટે કુલ રોકાણ 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડે છે.

કઈ શરતો પર મળે છે ફ્રેન્ચાઇઝી ?

એટીએમની ફ્રેન્ચાઇઝી લેવા માટે તમારી પાસે 50-80 ચોરસ ફૂટ જેટલી જગ્યા હોવી જોઈએ. બીજા એટીએમથી તેનું અંતર કમ સે કમ 100 મીટર હોવું જોઈએ.આ જગ્યા ગ્રાઉન્ડ ફ્લોર પર હોવી જોઈએ. 24 કલાક વીજ પુરવઠો હોવો જોઈએ. આ 1 કેડબલ્યુ વીજળી જોડાણ સિવાય આ એટીએમમાં ​​દરરોજ લગભગ 300 વ્યવહારોની ક્ષમતા હોવી જોઈએ. એટીએમની જગ્યામાં કોંક્રિટ છત હોવી જોઈએ. V-SAT ઇન્સ્ટોલ કરવા માટે સોસાયટી અથવા ઓથોરિટી તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું.

ફ્રેન્ચાઇઝી માટે જરૂરી દસ્તાવેજો :

ઓળખ માટે : આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ , સરનામાના પુરાવા માટે : રેશન કાર્ડ, વીજળીનું બિલ અથવા બેંકની પાસબુક. આ સિવાય 2- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, ઇ-મેઇલ ID, ફોન નંબર અને અન્ય દસ્તાવેજોમાં GST નંબર તથા જરૂરી નાણાકીય દસ્તાવેજો.

SBI

ATM ફ્રેન્ચાઇઝી માટે કેવી રીતે અરજી કરવી?

કેટલીક કંપનીઓ SBI ATMની ફ્રેન્ચાઇઝી આપે છે. તમે તેમની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઇન આ માટે અરજી કરી શકો છો. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, જે કંપનીઓ એટીએમ લગાવે છે તે અલગ છે. ટાટા ઇન્ડિકેશ, મુથૂટ એટીએમ અને ઇન્ડિયા વન એટીએમ પાસે મુખ્યત્વે ભારતમાં એટીએમ લગાવવાનો કરાર છે. આ માટે તમે આ તમામ કંપનીઓની વેબસાઈટ પર ઓનલાઈન લોગ ઈન કરીને તમારા એટીએમ માટે અરજી કરી શકો છો.

કંપનીઓની સત્તાવાર વેબસાઇટ :

ટાટા ઇન્ડિકેશ : www.indicash.co.in

મુથૂટ એટીએમ : www.muthootatm.com/suggest-atm.html

ઇન્ડિયા વન એટીએમ : india1atm.in/rent-your-space

કેટલી કમાણી કરી શકાય ?

જો કમાણીની વાત કરીએ તો દરેક રોકડ વ્યવહાર પર, તમને 8 રૂપિયા મળે છે અને બિન-રોકડ વ્યવહાર પર તમને 2 રૂપિયા મળે છે. વાર્ષિક ધોરણે રોકાણ પર વળતર 33-50% સુધીની હોય છે. દાખલા તરીકે, જો તમારા એટીએમ દ્વારા દરરોજ 250 ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, જેમાં 65 ટકા રોકડ ટ્રાન્ઝેક્શન અને 35 ટકા નોન કેશ ટ્રાન્ઝેક્શન છે, તો તમારી માસિક આવક 45 હજાર રૂપિયાની નજીક રહેશે. તે જ સમયે જો એટીએમમાંથ દરરોજ 500 વ્યવહારો થાય છે તો લગભગ 88-90 હજારનું કમિશન મળશે.

Read Also

Related posts

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave

સુરતના ડીંડોલી વિસ્તારમાં ગમ્ખવાર અકસ્માતમાં કાર ચાલકનું દર્દનાક મોત, બે મહિના પહેલા જ સુરત ખાતે થયો હતો સ્થાયી

pratik shah

અરે વાહ! 15 રૂપિયામાં ખરીદો OPPOનો આ ધાંસૂ સ્માર્ટફોન, Flipkartની ઑફરે લોકોએ ઉડાવ્યા લોકોના હોશ!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!