GSTV
Business Trending

તહેવારની સીઝનમાં SBI એ ગ્રાહકોને આપી મોટી ભેટ, આ લોનમાં આપી બમ્પર છૂટ

દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ ગ્રાહકોને હોમ લોન પર વ્યાજદરમાં 0.25 ટકાની છુટ આપવાની જાહેરાત કરી છે. દેશની સૌથી મોટી બેન્ક SBI એ ગ્રાહકોને તેમના સિબિસ સ્કોરના હિસાબથી YONO થકી અરજી કરવા પર 75 લાખ રૂપિયાથી વધુની હોમ લોન પર વ્યાજમાં 0.25 ટકાની છૂટ આપવામાં આવશે. YONO બેન્કનું ડિજિટલ રૂણ પ્લેટફોર્મ છે.

હોમ લોન કરી સસ્તી

SBI તરફથી આપવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, પોતાના તહેવારની પેશકશ હેઠળ તે ગ્રાહકોને 30 લાખ રૂપિયાથી વધુની 2 કરોડ રૂપિયા સુધીની હોમ લોન પર ક્રેડિટ સ્કોરના આધાર પર વ્યાજદરમાં 0.20 ટકાની છુટ આપશે. પહેલા બેન્ક 0.10 ટકાની છૂટ આપવાની જાહેરાત કરી હતી. આ યોજના દેશભર માટે હશે.

ઉઠાવી શકો છો ફાયદો

આ છૂટ 8 મહાનગરોમાં ત્રણ કરોડ રૂપિયા સુધીની હોમ લોન રૂણ પર આપવામાં આવશે. જો ગ્રાહક YONO મંચ થકી રૂણ માટે અરજી કરે છે, તો 0.05 ટકાની વધુ પડતી છૂટ આપવામાં આવશે. બેન્ક હાલમાં 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન 6.90 ટકાના નીચેના દર પર આપી રહ્યા છે. 30 લાખ રૂપિયાથી વધુની હોમ લોન પર વ્યાજ દર 7 ટકા છે.

તહેવારો પર બેન્કે આપી ભેટ

SBI ના પ્રબંધ નિર્દેશક સી એસ શેટ્ટીએ કહ્યુ છે કે, SBI ની સસ્તી હોમ લોન થકી ઘર ખરીદાર પોતાના સપનાઓનું આશિયાનો ખરીદી શકશે. હવે દેશ કોવિડ-19 બાદના સમય માટે તૈયારી કરી રહ્યા છે. યુઝર્સની માગ હવે સુધરી રહી છે. SBI માં અમે ગ્રાહકોની જરૂરિયાતો પ્રમાણે આકર્ષક ઓફર્સ લાવતા રહીશું.

પ્રોસેસિંગ શુલ્ક પર આપી છૂટ

છેલ્લા મહીને બેન્કે પોતાની ખુદરા રૂણ ગ્રાહકો માટે ઘણી તહેવાની પહલ કરી હતી. જે હેઠળ YONO થકી કાર, સોનુ અને વ્યક્તિગત રૂણ માટે અરજી કરનાર ગ્રાહકોને પ્રોસેસિંગ શુલ્કથી છૂટ આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV