GSTV

હવે SBI ના ગ્રાહકો બિલકુલ આસાનીથી જનરેટ કરાવી શકશે ATM પિન, જાણો કઇ રીતે

ભારતીય સ્ટેટ બેંક (SBI) ના ગ્રાહકો હવે બેંક પર ગયા વગર જ ATM ડેબિટ કાર્ડનો PIN ઘરે બેઠા જ જનરેટ કરાવી શકે છે. જેને ‘ગ્રીન પીન’ કહેવામાં આવે છે. તેને IVR, ઇન્ટરનેટ બેંકિંગ, SMS ના માધ્યમથી જનરેટ કરી શકાય છે. જાણો કઇ રીતે તમે SBI ડેબિટ કાર્ડનો ગ્રીન પીન આ રીતે જનરેટ કરી શકશો…

IVR પદ્ધતિથી….

તમારા SBI ડેબિટ કાર્ડના ગ્રીન પીનને જનરેટ કરવા માટે, આપે આપના રજિસ્ટર મોબાઇલ નંબર પરથી ટોલ ફ્રી નંબર 1800 112 211 અથવા 1800 425 3800 પર કૉલ કરવાનો રહેશે. આ પ્રક્રિયા શરૂ કરતા પહેલાં આપના ATM કાર્ડ અને એકાઉન્ટની સંખ્યાને તૈયાર કરીને રાખો કે જેથી આપ જરૂરિયાત પડવા પર તેની માહિતી દાખલ કરાવી શકો. તમારા ગ્રીન પીનને જનરેટ કરવા માટે તમે નીચે આપેલા આ સ્ટેપ્સને ફોલો કરો….

  1. કૉલ કનેક્ટ થયા બાદ, એટીએમ / ડેબિટ કાર્ડ સંબંધિત સેવાઓ માટે 2 દબાઓ.
  2. IVR મેનૂમાંથી ફરી એક વાર, પિન જારી કરવા 1 દબાઓ.
  3. આઈવીઆર તમને 1 પ્રેસ કરવાનું કહેશે જેથી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી કૉલ કરવામાં આવે અથવા ગ્રાહક એજન્ટ સાથે વાત કરવા માટે 2 દબાઓ.
  4. આઇવીઆર તમને તમારા એટીએમ કાર્ડના છેલ્લાં 5 અંકો દાખલ કરવા માટે કહેશે કે જેના માટે તમે ગ્રીન પિન જનરેટ કરવા માંગો છો. છેલ્લાં 5 અંકોની પુષ્ટિ કરવા 1 દબાઓ. જો તમે અંકો દાખલ કરતી વખતે ભૂલ કરી છે તો, છેલ્લાં 5માં ફરીથી પ્રવેશ કરવા માટે 2 દબાઓ.
  5. પછી આપે આપની ખાતાની સંખ્યાના છેલ્લાં 5 અંકો દાખલ કરવા માટે કહેવામાં આવશે. 1 દબાઓ, જો આપના દ્વારા દાખલ કરવામાં આવેલ નંબર બરાબર છે અથવા તો પછી તમારા ખાતા સંખ્યાના અંતિમ 5 અંકોને ફરીથી દાખલ કરવા માટે 2 દબાઓ.
  6. આગળ આપે આપની જન્મતારીખ દાખલ કરવાની રહેશે. ગ્રીન પીન જનરેટ હશે અને આપના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. તમારે તમારા નજીકના SBI એટીએમ પર જઇને 24 કલાકની અંદર જ પ્રાપ્ત થયેલા PIN ને બદલવાનો રહેશે.
  7. નવા પિનના પ્રથમ બે અંક દાખલ કરો કે જેને આપ પિન બનાવવા ઇચ્છો છો. બાકીના બે અંક તમને SMS ના માધ્યમથી મોકલવામાં આવશે.
  8. તમારા દ્વારા પહેલા પસંદ કરવામાં આવેલા બે અંકો અને તમારા રજિસ્ટર મોબાઇલ નંબર પર SMSના માધ્યમથી તમારા દ્વારા પ્રાપ્ત બે અંકો દાખલ કરો. ‘સબમિટ’ પર જઇને ક્લિક કરો. હવે તમે તમારો ગ્રીન પિન સફળતાપૂર્વક જનરેટ કરી લીધો છે. ત્યારે હવે યાદ રાખો કે નવા ATM કાર્ડ મામલામાં તમારે સૌ પહેલાં કાર્ડને સક્રિય કરવાનું રહેશે. કાર્ડ ‘ATM’ માં સક્રિય કરી શકાય છે.

SMS ના માધ્યમથી

SMS ના માધ્યમથી તમારો ATM પિન બદલવા માટે નીચે આપવામાં આવેલા સ્ટેપ્સને ફોલો કરો….

  1. આપવામાં આવેલા ફોર્મેટમાં તમારા રજિસ્ટર મોબાઇલ નંબર પરથી CC PIN CCCC AAAA થી 567676 પર એક SMS મોકલો કે જ્યાં CCCC ATM કાર્ડ નંબરના છેલ્લાં 4 અંક છે અને AAAA બેંક એકાઉન્ટ સંખ્યાના છેલ્લાં 4 અંક છે.
  2. તમારા રજિસ્ટર નંબર પર એક OTP મોકલવામાં આવશે.

પછી તમારે OTP સાથે પોતાના ડેબિટ કાર્ડ પિન બદલવા માટે એક SBI ATM પર જવાનું રહેશે. યાદ રાખો, OTP માત્ર બે દિવસ માટે જ માન્ય રહેશે. SBI આને 24 કલાકની અંદર જ રજૂ કરવાની ભલામણ કરે છે.

READ ALSO :

Related posts

સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ

Pravin Makwana

કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો

Pravin Makwana

ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!