આજકાલ રોકાણ માટે સૌથી બેસ્ટ અને સૌથી સેફ ઓપ્શન એફડી (FD)ને માનવામાં આવે છે. એમાં કોઈ પણ પ્રકારનું રિસ્ક હોતું નથી. એની સાથે જ તમારા પૈસા એકદમ સેફ રહે છે. બેન્ક તરફથી ગ્રાહકોને 7 દિવસથી લઇ 10 વર્ષ સુધી એફડીની સુવિધા આપવામાં આવે છે. જો તમારો પણ એફડી કરાવવાનો પ્લાન છે તો આજે અમે તમને જણાવશું કે કઈ બેન્ક સૌથી વધુ ફાયદો આપે છે. કઈ બેન્કમાં એફડી કરાવવા પર વધુ વ્યાજ મળે છે.

આજે અમે તમને SBI, Axis Bank, IDFC first bank અને kotak mahindra bankની વ્યાજદરો અંગે જણાવીશુ કે ક્યા તમને વધુ લાભ થશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એક્સિસ બેંક અને IDFC ફર્સ્ટ બેંકે તેના વ્યાજદરમાં ફેરફાર કર્યો છે.
SBI

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 2.9 ટકાથી લઇ 5.4 ટકા સુધી વ્યાજ ઓફર કરે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને 7 દિવસથી 10 વર્ષ સુધી મેચ્યોર એફડી પર 3.4 ટકાથી 6.2 ટકા વ્યાજની સુવિધા મળશે. આ દર 8 જાન્યુઆરી 2021થી લાગૂ છે.
- 7 દિવસથી 45 દિવસની એફડી પર 2.9 ટકા વ્યાજ મળશે
- 46 દિવસથી 179 દિવસ વચ્ચે ટર્મ ડિપોઝિટ પર 3.9 ટકા વ્યાજ મળશે
- 180 દિવસથી લઇ 1 વર્ષથી ઓછા સમયગાળાની એફડી પર 4.4 ટકા વ્યાજ મળશે
- 2 વર્ષ અને 3 વર્ષથી ઓછા સમયમાં મેચ્યોર થતી એફડી પર 5.1 ટકા વ્યાજ મળશે
- 3 વર્ષ અને 5 વર્ષથી ઓછા સમયગાળાની એફડી પર 5.3 ટકા વ્યાજ મળશે
- 5 વર્ષથી 10 વર્ષ સુધીની એફડી પર 5.4 ટકા વ્યાજ મળશે
Axis Bank

- એક્સિસ બેંક 7 દિવસ અને 29 દિવસ વચ્ચે મેચ્યોરિટી સાથે એફડી પર 2.5 ટકા વ્યાજ આપે છે
- 30 દિવસ અને 3 મહિનાથી ઓછા સમયની એફડી પર 3 ટકા વ્યાજ
- 3 મહિના અને 6 મહિનાથી ઓછા સમયની એફડી પર 3.5 ટકા વ્યાજની સુવિધા
- 6 મહિના અને 11 મહિના 25 દિવસની એફડી પર 4.40 ટકા વ્યાજ
- 15 મહિના અને 18 મહિનાથી ઓછા સમયગાળાની એફડી પર 5.20 ટકા વ્યાજ
- 2 વર્ષથી 5 વર્ષમાં મેચ્યોર થતી એફડી પર 5.40 ટકા વ્યાજ
- 5 વર્ષથી 10 વર્ષમાં મેચ્યોર થનારી જમા રકમ પર તમને 5.75 ટકા વ્યાજ મળશે
IDFC First Bank

- 7થી 14 દિવસની મેચ્યોરિટી પર 2.75 ટકા વ્યાજ
- 45 દિવસથી 90 દિવસ સુધી માટે એફડી પર 4 ટકા વ્યાજ
- 91 દિવસથી 180 દિવસની એફડી પર 4.50 ટકા વ્યાજ
- 181 દિવસ અને 1 વર્ષથી ઓછા સમયમાં મેચ્યોર થતી એફડી પર 5.25 ટકા વ્યાજ
- 5 વર્ષથી 10 વર્ષની એફડી પર 5.75 ટકાની દરે વ્યાજ મળે છે
Kotak Mahindra Bank

- 7 દિવસથી 30 દિવસ સુધીની એફડી પર 2.5 ટકા વ્યાજ
- 31 દિવસથી 90 દિવસની એફડી પર 2.75 ટકા વ્યાજ
- 91 દિવસથી 120 દિવસની એફડી પર 3 ટકા વ્યાજ
- 180 દિવસની એફડી પર 4.4 ટકા વ્યાજ
- 23 મહિનાની એફડી પર 5 ટકા વ્યાજ
- 5થી 10 વર્ષ સુધીની એફડી પર 5.30 ટકા વ્યાજ
Read Also
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી