GSTV

એલર્ટ! ATM યુઝ કરતી વખતે જો કરી આવી ભૂલ તો આવશે પસ્તાવાનો વારો

thing to check in atm

ડીજીટલ ઇન્ડિયાના આ દૌરમાં બેન્કિંગ ફ્રોડના કેસ વધી રહ્યાં છે. તેવામાં તે જરૂરી છે કે ફ્રોડની ઘટનાઓનો ઉકેલ લાવવા માટે આપણે પોતે જ સચેત રહીએ. આ જ કારણ છે કે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા તરફથી એટીએમ યુઝ કરનારા ગ્રાહકો માટે કેટલીક ટિપ્સ આપી છે. એસબીઆઇનું એટીએમ યુઝ કરનાર ગ્રાહકોએ આ 5 ટિપ્સ ફૉલો કરવી જોઇએ.

એસબીઆઇ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર એટીએમ કાર્ડ મળતા જ તેની પાછળની તરફ નિર્ધારિત સ્થાન પર હસ્તાક્ષર કરી દો. આ ઉપરાંત બેન્કે ગ્રાહકોને સલાહ આપી છે કે પોતાના એટીએમ પિન નિયમિત રૂપે બદલતા રહો.

એસબીઆઇએ ગ્રાહકોને જણાવવામાં આવી રહ્યું છે કે ડેબિટ કાર્ડ પર પિન ન લખો અને ન તો ક્યારેય કાર્ડ સાથે લખીને મુકો. બેન્કે જણાવ્યા અનુસાર પિનને હંમેશા યાદ રાખવો જ સૌથી સુરક્ષિત ઓપ્શન છે.

એસબીઆઇની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર જો તમે હોટલ, દુકાન અથવા મૉલમાં પેમેન્ટ માટે એટીએમ કાર્ડનો પ્રયોગ કરો તો હંમેશા પોતાની સામે જ કરો. ક્યારેય અજાણ્યા કે અસ્થાયી સ્ટોલ પર પીઓએસ મશીન પર કાર્ડ સ્વાઇપ ન કરો.

જ્યારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે એટીએમ કક્ષમાં જાઓ તો કોઇ અજાણ્યા વ્યક્તિને અંદર આવવા ન દો અથવા તો ટ્રાન્જેક્શન પૂરી કરવા માટે કોઇ અજાણ્યા વ્યક્તિની મદદ ન લો. આ ઉપરાંત એટીએમમાં પિન નાંખતી વખતે કીપેડ છુપાવી લો.

બેન્કની સલાહ છે કે ક્યારેય પણ પોતાની ટ્રાન્જેક્શન સ્લીપને એટીએમ કક્ષમાં ન ફેંકો કારણ કે તેમાં તમારા એકાઉન્ટની ડિટેલ્સ હોય છે. સાથે જ જ્યાં સુધી એટીએમ મૂળ સ્ક્રીન પર પરત ન આવે તથા ગ્રીન લાઇટ ન થાય ત્યાં સુધી એટીએમ છોડીને ન જાઓ.

જો કોઇ તમારુ એટીએમ કાર્ડ અને પિન નંબર માંગે તો તેને બિલકુલ ન આપો. બેન્કનું કહેવું છે કે બેન્કનો પ્રતિનિધી હોય કે કોઇ પરિવારનો સભ્ય હોય તો પણ એટીએમ કે પિન ન જણાવો.

એસબીઆઇની સલાહ છે કે જ્યારે તમને નવું કાર્ડ મળે તો તમારુ જૂનુ કાર્ડ બંધ કરાવી દો અથવા તો તેને નષ્ટ કરી દોય તમામ ટ્રાન્જેક્શનનું એસએમએસ એલર્ટ મેળવવા માટે બ્રાન્ચમાં તમારો મોબાઇલ નંબર રજીસ્ટર કરાવી દો. કાર્ડ ગુમ થઇ જાય તો તરત જ 1800 425 3800 અથવા 1800 11 22 11 પર સંપર્ક કરો.

Read Also

Related posts

બર્મિઘમ યુનિવર્સિટીએ કોરોનાથી બચવા તૈયાર કર્યો અનોખો નોઝલ સ્પ્રે, 48 કલાકમાં જ મારી નાખશે વાયરસ

Pravin Makwana

ભારતમાં પાંચ વેક્સિનની ચાલી રહી છે ટ્રાયલ, સપ્ટેમ્બર સુધીમાં 25થી 30 કરોડ ભારતીયોને વેક્સિન અપાશે

Nilesh Jethva

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા શહેરની આ પ્રમુખ ક્લબો આજથી બંધ રાખવાનો લેવાયો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!