GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ATMમાંથી કેશ વિડ્રોઅલના બદલાઇ ગયાં નિયમ, આ વિગત નહીં આપો તો નહીં ઉપાડી શકો 10 હજારથી વધુ રૂપિયા

atm

રાતના સમયે ATM ફ્રોડથી બચવા માટે દેશની સૌથી મોટી બેન્ક અથવા ભારતીય સ્ટેટ બેન્ક (SBI) પોતાના ગ્રાહકોને ઓટીપી આધારિત ATM વિડ્રોલ (SBI OTP Based ATM Withdrawal )ની સુવિધા આપે છે. એસબીઆઇની આ સુવિધાને 1 જાન્યુઆરી 2020થી લાગુ કરવામાં આવી છે. જે અંતર્ગત રાતે 8 વાગ્યાથી લઇને સવારે 8 વાગ્યા સુધી એસબીઆઇ ATMમાંથી કેશ ઉપાડતી વખતે ઓટીપીની જરૂર પડશે. આ સુવિધાને લોન્ચ કરવાની સાથે જ એસબીઆઇએ આ વિશે પોતાના ગ્રાહકોને જાણકારી આપી હતી. ફરી એકવાર એસબીઆઇએ ફ્રોડથી બચવા માટે ગ્રાહકોને આ સુવિધા વિશે જણાવ્યું છે.

10 હજાર રૂપિયાથી વધુ ઉપાડ પર ઓટીપીની પડશે જરૂર

એસબીઆઇના આ ઓટીપી બેસ્ટ વિડ્રોલ ફેસેલિટી અંતર્ગત કોઇપણ એસબીઆઇ ગ્રાહક રાતના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી જો 10 હજાર રૂપિયાથી વધુ કેશ ઉપાડે તો તેના માટે ઓટીપીની જરૂર પડશે. ઓટીપી વિના તે 10 હજાર કે તેથી વધુ રકમનો ઉપાડ નહી કરી શકે.

SBI

એસબીઆઇએ કહ્યું કે આ સુવિધા ફક્ત ભારતીય સ્ટેટ બેન્ક ATM પર જ મળશે. જો કે એસબીઆઇએ તેમ પણ કહ્યું કે આ નિશ્વિત સમયમાં જો કોઇ એસબીઆઇ કસ્ટમર કોઇ અન્ય બેન્કના ATMમાંથી કેશ ઉપાડે તો તેને ઓટીપી નહી મોકલવામાં આવે કારણ કે આ ફીચરને નેશનલ ફાયનાન્શિયલ સ્વિચ એટલે કે એનએફએસમાં ડેવલપ નથી કરવામાં આવ્યું. એનએફએસ દેશની સૌથી મોટી ઇંટરટૉપરેબલ ATM નેટવર્ક છે.

એસબીઆઇએ શુક્રવારે એક ટ્વીટ કરતાં લખ્યું, ઓટીપી આધારિત કેશ વિડ્રોઅલ સિસ્ટમને 1 જાન્યુઆરી 2020થી લાગુ કરી દેવામાં આવી છે. જો તમે રાતે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી આ ATMમાંથી કેશ ઉપાડો તો આ સુવિધા અંતર્ગત સંભવિત ફ્રોડથી બચી શકાય છે.

atm

કેવી રીતે કામ કરશે એસબીઆઇની આ સુવિધા

  • SBI ATMમાંથી કેશ ઉપાડવા માટે ગ્રાહકોને પિન નંબર સાથે એક ઓટીપી પણ નાંખવાનો રહેશે. આ ઓટીપી તેના દ્વારા એસબીઆઇમાં રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.
  • SBIની ઓટીપી બેસ્ડ ATM વિડ્રોલ સુવિધા ફક્ત 10 હજાર રૂપિયાથી વધુના ઉપાડ પર જ ઉપલબ્ધ થશે.
  • SBIએ આ સુવિધાને એટલા માટે લૉન્ચ કરી છે જેથી એસબીઆઇ ડેબિટ કાર્ડ હોલ્ડર્સને કોઇપણ સંભવિત સ્કિમિંગ અથવા કાર્ડ ક્લોનિંગથી બચાવી શકાય છે. આ પ્રકારે તે ફ્રોડથી બચી શકશે.
  • જો કે એસબીઆઇએ તેમ પણ સ્પષ્ટ કર્યુ છે કે આ સુવિધા ફક્ત એસબીઆઇ ATM પર જ મળશે.

Read Also

Related posts

સુરત અને તાપી જિલ્લામાં મુશળધાર વરસાદથી જળબંબાકાર, વાલોડ-માંગરોળમાં 5 ઇંચ

Bansari

માઇક્રોસોફ્ટ વર્ડમાં પેરેગ્રાફને ઉપર-નીચે કરવા હોય કે જુદા-જુદા પેરેગ્રાફના ક્રમ બદલવા હોય તો આ સહેલું બની શકે છે, આ રીતે

pratik shah

તમે આટલી સરળતાથી બની શકો છો સાયબર મની ફ્રોડનો શિકાર, જાણો ઠગો અજમાવે છે કેવી ટ્રિક્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!