GSTV

બેંક ગ્રાહકોને મોટો ઝટકો: ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે મોંઘુ, SBI બેંક 1 તારીખથી લાગૂ કરવા જઈ રહી છે આ નવા નિયમ

Last Updated on June 19, 2021 by Pravin Makwana

જો આપ પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો, તો આપના માટે કામના સમાચાર છે. બેંકે પોતાના કેટલાય જરૂરી નિયમોમાં ફેરફાર કર્યા છે. સ્ટેટ બેંક તરફથી મળેલી જાણકારી અનુસાર નવા નિયમ લાગૂ થયા બાદ ATM માંથી Cash Withdrawal અને ચેકબુક (Cheque Book) નો ઉપયોગ કરવો મોંઘો થઈ જશે.

સર્વિસ ચાર્જમાં થયો છે ફેરફાર

1 જૂલાઈથી દેશની આ સૌથી મોટી બેંક કેટલાય નિયમોમાં ફેરફાર કરવાની છે. હકીકતમાં એસબીઆઈએ પોતાના ATM અને બેંક બ્રાન્ચમાંથી પૈસા ઉપાડવાની સર્વિસ ચાર્જમાં ફેરફાર કર્યો છે. નવા ચાર્જ ટ્રાંસફર અને અન્ય નોન ફાઈનાન્સિયલ લેવડ-દેવડ પર લાગૂ કરવામાં આવશે. બેંક અનુસાર નવા સર્વિસ ચાર્જ 1 જૂલાઈ, 2021થી SBI બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ ખાતાધારકો પર લાગૂ થશે.

sbi

ATM માંથી પૈસા ઉપાડવાનું થશે મોંઘુ

SBI ના BSBD ગ્રાહકોને ચાર વાર ફ્રી કૈશ ઉપાડવાની સુવિધા આપવામાં આવી છે. ફ્રી લિમિટ ખતમ થયા બાદ બેંક ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલે છે. પણ 1 જૂલાઈ બાદ આ નિયમ બદલાઈ જવાનો છે. આ તારીખ બાદ પૈસા ઉપાડવા પર 15 રૂપિયાના ચાર્જ સાથે જીએસટી ચાર્જ પણ લાગૂ થશે. કોરોનાના સંકટને જોતા બેંક ગ્રાહકોને આપેલી આ રાહત લંબાવી દીધી હતી. ગ્રાહકો પોતાના બચત ખાતામાંથી વિડ્રોલ ફોર્મ દ્વારા 25,000 રૂપિયા સુધી ઉપાડી શકશે અને ચેકથી બીજી બ્રાન્ચમાં જઈને 1 લાખ રૂપિયા સુધી ઉપાડી શકશે.

સ્ટેટ બેંકના સર્વિસ ચાર્જમાં ફેરફાર

અહીં ઉલ્લેખનીય છે કે, SBIના ખાતાધારકોને એક ફાઈનાન્સિયલ ઈયરમાં 10 ચેકની કોપી આપવામાં આવે છે. હવે નવા નિયમ અનુસાર 10 ચેકવાળી બુક પર ગ્રાહકોને ચાર્જ આપવાનો રહેશે. ખાતાધારકોને હવે 10 ચેક માટે 40 રૂપિયા સાથે જીએસટી ચાર્જ પણ આપવાનો રહેશે. તો વળી 25 ચેક લીવ માટે 75 રૂપિયા અને જીએસટી ચાર્જ ચુકવવાનો રહેશે. ઈમરજન્સી ચેકબુકની લીવ પર 50 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ આપવાનો થશે. જો કે, બેંકે વરિષ્ઠ ગ્રાહકો માટે ચેકબુકમાં કોઈ ચાર્જ લગાવ્યો નથી.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!