GSTV

હવે ઘરે કેશની જરૂર પડે તો કરવાનો રહેશે ફક્ત એક મેસેજ, ATM મશીન આવશે તમારા ઘરનાં દ્વારે

Last Updated on August 24, 2020 by pratik shah

હવે તમારે પૈસા ઉપાડવા માટે બેંક અને એટીએમમાં જવાની જરૂરત નથી. તમારા એક કોલ ઉપર એટીએમ ચાલીને તમારા દરવાજા સુધી પહોંચી જશે. એટલે કે એટીએમની બહાર લાંબી લાઈન અને નો કેશ જેવી ઝંઝટથી ગ્રાહકોને જલ્દીથી છુટકારો મળવાનો છે.

દેશમાં સૌથી મોટી કંપની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકો માટે એક નવી સેવાની શરૂઆત કરી છે. જે હેઠળ ગ્રાહકોને એટીએમ પોતાના ઘર સુધી મંગાવવા માટે માત્ર એક કોલ કે પછી વ્હોટ્સ એપ ઉપર મેસેજ કરવાનો રહેશે. તેના માટે એસબીઆઈના બે નંબર જાહેર કર્યાં છે.

તમે જેવો આ નંબર ઉપર કોલ કે વ્હોટ્સ એપ મેસેજ કરશો બાદમાં કેટલીક મીનીટો બાદ એટીએમ મશીન તમારા દરવાજા સુધી પહોંચી જશે. એસબીઆઈએ પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં આ સેવાની શરૂઆત લખનૌમાં કરી છે. એસબીઆઈ ડોરસ્ટેપ એટીએમના ચીફ જનરલ મેનેજર અજયકુમાર ખન્નાએ કહ્યું છે કે, લખનૌમાં તેની સફળતા બાદ આ સેવાને દેશમાં લાગુ કરવામાં આવશે.

બેંકે જણાવ્યું છે કે, એટીએમના માધ્યમથી એટીએમ મશીનને ઘરે ઘરે લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે માટે એસબીઆઈએ આપકી માંગ પર એટીએમ આપકે દ્વાર પર સેવાની શરૂઆત કરી છે. અજયકુમાર ખન્નાએ કહ્યું છે કે, એસબીઆઈનું એટીએમ દરવાજા સુધી મંગાવવા માટે ગ્રાહકોએ જાહેર કરેલા હેલ્પલાઈન નંબર ઉપર રજીસ્ટર્ડ મોબાઈલથી પોતાનું નામ અને એડ્રેસ મોકલવાનું રહેશે.

પહેલાથી જ એસબીઆઈની કેટલીક સેવાઓ સીનિયર સિટીઝન અને દિવ્યાંગ ગ્રાહકોને ડોરસ્ટેપ આપી રહી છે. જેમાં કેશ જમા અને ઉપાડની સુવિધા, ચેક જમા કરાવવાની સુવિધા, લાઈફ સર્ટીફિકેટ આપવાની સુવિધા અને કેવાયસીની સુવિધા ઘર સુધી આપી રહી છે. તે માટે ગ્રાહકોએ રજીસ્ટર્ડ એડ્રેસ બેંકની 5 કિલોમીટરના વિસ્તારમાં હોવું જોઈએ.

આ ઉપરાંત તમે ઘરે બેસીને એક મેસેજ કરીને પોતાના એકાઉન્ટની બેલેંસની જાણકારી લઈ શકો છો. તેના માટે ગ્રાહકો પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસુલ કરવામાં આવતો નથી. એસબીઆઈ ગ્રાહકોને એકાઉન્ટ બેલેંસ જાણવા માટે માત્ર પોતાના રજિસ્ટર્ડ મોબાઈલમાંથી એક મેસેજ કરવાનો રહેશે.

તાજેતરમાં જ એસબીઆઈએ પોતાના બચત ખાતાધારકોના ખાતામાં મિનિમમ બેલેંસ મેંટેન નહીં કરવા ઉપર ચાર્જમાંથી છુટકારો આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે એસએમએસ એલર્ટ માટે પણ કોઈ ચાર્જ નહીં વસુલવાની જાહેરાત કરવામાં આવી છે. બેંકના આ નિર્ણયથી તેના 44 કરોડથી વધારે બચત ખાતાધારકોને રાહત મળશે.

Related posts

ત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન

Dhruv Brahmbhatt

ગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ

Bansari

કોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!