GSTV
Gujarat Government Advertisement

સૌથી મોટો ચૂકાદો, ગ્રાહકની જાણ બહાર ખાતામાંથી પૈસા ઉપડી જાય તો બેંક જવાબદાર

કેરળ હાઈકોર્ટે એક કેસમાં સુનાવણી કરતાં કહ્યું છે કે બેંક પોતાના ગ્રાહકના અેકાઉન્ટમાંથી ગ્રાહકની મંજૂરી વિના રૂપિયા ઉપડવા પર જવાબદારીથી છટકી નહીં શકે. જસ્ટીસ પી.બી. સુરેશ કુમારે પોતાના આદેશમાં સ્પષ્ટતા કરી છે કે જો કસ્ટમર SMS અેલર્ટનો જવાબ ન આપે તો પણ બેંક અનઅધિકૃત રીતે રકમ ઉપડવા પર જવાબદાર છે. એમનું કહેવું હતું કે કોઈ કસ્ટમરની જવાબદારી નક્કી કરવા માટે SMS અેલર્ટ આધાર ન હોઈ શકે. એવા અેકાઉન્ટ હોલ્ડર પણ હોઈ શકે છે, જેમણે નિયમિત રીતે SMS અલર્ટ જોવાની આદત નથી હોતી.

રકમ ઉપડવા મામલે કસ્ટમરને 2.4 લાખ રૂપિયાનું નુકસાન

SBIએ કેરળ હાઈકોર્ટમાં નીચલી અદાલતના આદેશ વિરુદ્ધ અપીલ કરી હતી. આ આદેશમાં અનઅધિકૃત રીતે રકમ ઉપડવા મામલે કસ્ટમરને 2.4 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. જે મામલે કસ્ટમરે રૂપિયા વ્યાજ સાથે પરત માગ્યા હતા.   બેંકનું કહેવું હતું કે કસ્ટમરને વિવાદિત વિડ્રોઅલ મામલે SMS અલર્ટ મોકલ્યું હતું જેમાં ગ્રાહકે તેમનું અકાઉન્ટ બ્લોક કરવા જણાવવું જોઈતું હતું. બેંકની દલીલ હતી કે કસ્ટમરે SMS અલર્ટનો જવાબ નહોતો આપ્યો અને આ કારણોસર બેંક તેમને થયેલા નુકસાન માટે જવાબદાર નથી.

કસ્ટમરના હિતોની રક્ષા માટે સાવધાની રાખવી બેંકની જવાબદારી

આ મામલે કોર્ટે કહ્યું કે કસ્ટમરના હિતોની રક્ષા માટે સાવધાની રાખવી બેંકની જવાબદારી છે. ગ્રાહકના અકાઉન્ટમાંથી મંજૂરી વિના રકમ ઉપાડવાને રોકવા જરૂરી પગલા લેવાની જવાબદારી બેંકની છે. કોર્ટનું કહેવું હતું કે કસ્ટમર્સને નુકસાન પહોંચાડનાર તમામ ખામીઓને રોકવા સિસ્ટમને સુરક્ષિત બનાવવીએ બેંકનું દાયિત્વ છે.  કોર્ટે કહ્યું કે ગ્રાહકને ઠગબાજો દ્વારા કરાયેલા ટ્રાન્જેક્શનથી જે નુકસાન થાય છે તેના માટે બેંક જવાબદાર છે. કારણ કે બેંકે તેને રોકવા માટે કોઈ સિસ્ટમ નથી બનાવી.

Gujarat Government Advertisement

Related posts

રેસીંગ ટ્રેક પર મિલ્ખા સિંઘનાં બદલે ફરહાન અખ્તરની તસવીર લગાવી, લોકોએ ઉડાવી મજાક

Damini Patel

એક હજાર લોકોના બળજબરીથી ધર્માંતરણ, અનેક રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું હોવાનો પોલીસનો દાવો

Damini Patel

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!