રોકાણ દ્વારા લોકો પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવાની પ્લાનિંગ કરે છે પરંતુ ક્યારે ખોટી જગ્યાએ રોકાણ કરવાથી તેમની મુશ્કેલીમાં વધારો થાય છે. એવામાં ખૂબ જરૂર છે કે તમે સાચી જગ્યાએ રોકાણ કરો તેથી તમને મુશ્કેલી ન થાય. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ગ્રાહકો માટે Annuity Scheme લઈને આવી છે.

Annuity Schemeના ફીચર્સ
- SBIની તમામ શાખાઓ પરથી Annuity Schemeમાં રોકાણ કરી શકાય છે.
- Annuity Schemeમાં ઓછામાં ઓછા 25 હજાર રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે.
- SBIના કર્મચારી અને પૂર્વ કર્મચારીઓને 1 % વધુ વ્યાજ મળશે.
- વરિષ્ઠ નાગરિકોને 0.5 % વધુ વ્યાજ આપવામાં આવશે.
- Term Depositનો વ્યાજ દર આ યોજના પર પણ લાગૂ થશે.
- એન્યૂટીની ચૂકવણી ડિપોઝીટ થવાના આગામી મહિનાથી નિર્ધારિત તારીખે કરવામાં આવશે.
- એન્યૂટીની ચૂકવણી TDS કાપી બચત ખાતા અથવા ચાલુ ખાતામાં કરવામાં આવશે.
- સંપૂર્ણ રકમ પર સારું રિટર્ન મેળવવાનો સૌથી સારો પ્લાન છે.
- ખાસ પરિસ્થિતિઓમાં એન્યૂટીના બેલેન્સ અકાઉન્ટના 75 % સુધીની રકમનો ઓવરડ્રાફ્ટ/ લોન મળી શકે છે.
- બચત ખાતામાંથી Annuity Schemeમાં સારું રિટર્ન મળે છે.
શાનદાર છે SBIની એન્યુટી સ્કીમ
SBIની આ સ્કીમમાં 36,60,84 અથવા 120 મહિનાના સમયગાળા માટે રોકાણ કરી શકાય છે. તેમાં રોકાણ પર વ્યાજ દર તે જ હશે જે પસંદ કરેલ સમયગાળાના ટર્મ ડિપોઝીટ માટે હોય છે. માની લ્યો કે, જો તમે 5 વર્ષ માટે ફંડ ડિપોઝીટ કરો તો તમારા 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝીટ લાગૂ થનાર વ્યાજ દરના હિસાબે વ્યાજ મળશે. આ સ્કીમનો ફાયદો ભારતનો કોઈ પણ નાગરિક લઈ શકે છે.
દર મહિને ઈચ્છો છો 10 હજાર તો કેટલી રકમનું કરવું રોકાણ
જો કોઈ રોકાણકાર દર મહિને 10 હજાર રૂપિયાની માસિક આવક ઈચ્છતા હોય તો તેના માટે રોકાણકારે 5 લાખ 7 હજાર 965 રૂપિયા અને 93 પૈસા જમા કરાવવા પડશે. જમા કરાવવામાં આવેલ ધનરાશિપર તમને 7 %ના વ્યાજ દરે રિટર્ન મળશે. જેનાથી રોકામકારને દર મહિને લગભગ 10 હજાર રૂપિયાની કમાણી થશે. જો તમારી પાસે સંપૂર્ણ રકમ છે તો જરા પણ મોડૂ કરો નહીં.

રોકાણ કરવા માટે જાણી લ્યો આ નિયમ
SBIની એન્યૂટી સ્કીમમાં ન્યુનત્તમ 1000 રૂપિયા દર મહિને જમા કરાવવાનો નિયમ છે પરંતુ મહત્તમ રોકાણની કોઈ સીમા નક્કી કરવામાં આવી નથી. એન્યૂટી પેમેન્ટમાં ગ્રાહક તરફથી જમા રકમ પર વ્યાજ લગાવી એક નક્કી કરેલ સમય બાદ ઈનકમ શરૂ થઈ જાય છે. ભવિષ્ય માટે આ સ્કીમ શાનદાર હોય છે. પરંતુ એક સાથે આટલી રકમ એકઠી કરવી મધ્યમ વર્ગના લોકો માટે સંભવ નથી.
Annuity Scheme Vs Recurring Deposit
સામાન્ય રીતે મધ્યમ વર્ગના લોકો પાસે સંપૂર્ણ રકમનો અભાવ હોય છે. એવામાં વધુ પડતા લોકો રિક્યોરિંગ ડિપોઝીટમાં રોકાણ દ્વારા પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરે છે. RDમાં નાના નાના બચત દ્વારા રકમ એકત્રીત કરવામાં આવે છે. અને પછી તેના પર વ્યાજ લગાવી રોકાણકારને પરત આપવામાં આવે છે. આ કારણે સામાન્ય લોકોમાં Annuity Schemeની સરખામણીમાં Recurring Depositને ઘણી પસંદ કરવામાં આવે છે.
READ ALSO
- બંગાળ : 5 રાજ્યોમાં સૌની નજર આ રાજ્ય પર રહેશે : આટલા તબક્કામાં યોજાશે અહીં મતદાન, ભાજપનું સૌથી મોટું લક્ષ્ય
- સ્ટેડિયમના નામ પર વાંધો : સુબ્રહ્મણ્યમ સ્વામીની રૂપાણી સરકારને સલાહ, પીએમ નરેન્દ્ર મોદીનું નામ પાછું લઈ ભૂલ સુધારવી જોઈએ
- આસામ/ ભાજપને અહીં ‘ગ્રાન્ડ અલાયન્સ’ આપશે ટક્કર, 2016માં કોંગ્રેસને પછાડી ભાજપે જીતી હતી 60 સીટો
- તામિલનાડુ : ભાજપને નથી રસ કારણ કે નથી વાગતો ગજ, આ પાર્ટીનો છે અહીં રહે છે દબદબો
- વેપારીઓનું ભારત બંધ: શશિ થરૂરે દોરડા વડે ઓટો રીક્ષા ખેંચી વિરોધ નોંધાવ્યો, કેરલમાં વિરોધનો છે આવો નજારો