GSTV

SBIએ દિવાળી પહેલાં ગ્રાહકોને આપી સૌથી મોટી ભેટ, જાહેર કરી આ આકર્ષક રાહતો

દેશની સૌથી મોટી બેંક, SBIએ આજે ગ્રાહકોને દિવાળી પૂર્વે એક મહત્વની ભેટ આપી છે. સરકાર દ્વારા માંગ વધારવા થતા જોર પેટે હવે SBIએ પણ ગ્રાહકો માટે લોન લેવા માટે આપવામાં આવતી આ મહત્વની ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે.

ફેસ્ટિક ઓફર પણ રજૂ કરી

SBIએ આજે એક મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે કાર લોન, ગોલ્ડ લોન અને પસર્નલ લોન માટે વસૂલવામાં આવતી પ્રોસેસિંગ ફી માફ કરવામાં આવી છે. જોકે મહત્વની શરત એ છે કે આ લોન માટે ગ્રાહકોએ અરજી SBIની એપ્લિકેશન યોનો થકી જ કરી હોવી જોઈએ. ફેસ્ટિક ઓફર પણ રજૂ કરી : પ્રોસેસિંગ ફી માફ કરતાની સાથે બેંકે સૌથી સસ્તા વ્યાજદરની લોનની પણ જાહેરાત કરી છે. SBIએ કાર લોન પર આકર્ષક 7.5%ના વ્યાજદરની જાહેરાત કરી છે. આ સાથે અમુક મોડલ પર તો 100% ઓન રોડ ફાઈનાન્સ એટલેકે કારની કિંમતના 100% સુધીના ફાઈનાન્સની પણ જાહેરાત કરી છે.

હોમ લોનમાં પણ આકર્ષક રાહતો

SBIએ તહેવારોની સીઝન પૂર્વે ગ્રાહકોને આકર્ષવા અને બજારમાં માંગ વધારવા માટે સ્પેશયલ હોમલોનની પણ રજૂ કરી છે. હોમલોન પર પણ પ્રોસેસિંગ ફી માફ કરવાની સાથે સારા ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકો અને લોનની રકમ અનુસાર વધારાના 10 બેસિસ પોઈન્ટના વ્યાજદર ઘટાડાની જાહેરાત કરી છે. ફેસ્ટિવ સીઝન માટે SBIએ બાંયો ચઢાવી જ દીધી છે અને ઉપરોક્ત હોમલોન જાહેરાત સિવાય જો ગ્રાહક SBIની YONO થકી હોમલોન મેળવવા માટે એપ્લાય કરશે તો વધારાના 5 બેસિસ પોઈન્ટના વ્યાજદરના ઘટાડની પણ જાહેરાત કરી છે. 30મી જુન, 2020ના રોજ SBI પાસે કુલ રૂ. 34 લાખ કરોડની ડિપોઝીટ છે અને 24 લાખ કરોડના એડવાન્સિસ છે. બેંકનો CASA રેશિયો 45%ની આસપાસ હતો. હોમલોન સેગમેન્ટમાં SBIનો બજાર હિસ્સો 34% અને ઓટો લોન સેગમેન્ટમાં 33% છે.

READ ALSO

Related posts

હવે શ્રદ્ધા કપૂર બનશે મોટા પડદાની નાગિન, શ્રીદેવીને યાદ કરીને થઇ ભાવુક

Mansi Patel

પ્રિયંકા ચોપરાને મિસ વર્લ્ડ બનવા બદલ અભિનંદન આપવાને બદલે માતા મધુ ચોપરાએ પૂછ્યો હતો આ સવાલ

pratik shah

શાહરુખ ખાન જીવનભર આ ત્રણ વસ્તુઓ જ ખાઈ શકે છે, ફેન્સના સવાલ પર આપ્યો આ જવાબ

Karan
Do NOT follow this link or you will be banned from the site!