2 દિવસમાં બંધ થઇ જશે ચિપ વગરના ATM કાર્ડ, નવા કાર્ડ આ રીતે મેળવી શકશો

બેંક એટીએમ આવ્યા બાદ લોકોને પૈસા કાઢવા માટે બેંકમાં જવામાંથી છૂટકારો મળી ગયો, પરંતુ જો તમારું એટીએમ જૂનું અથવા પછી ચિપ વગરનુ છે તો તમારે બેંકમાં કતાર લગાવવાની પ્રક્રિયામાંથી પરત ફરવુ પડશે. ખરેખર, ચિપ વગરનું એટીએમ 31 ડિસેમ્બર 2018થી કામ કરવાનુ બંધ કરી દેશે. એવામાં તમારે ચિપ એટલેકે ઈએમવી (યૂરોપે માસ્ટરકાર્ટ વીઝા) વાળું ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ લેવુ પડશે.

જો તમારા કાર્ડની એક્સપાયરી ડેટ 31 ડિસેમ્બર 2018 પછીની છે, તો પણ તમારે પોતાનુ એટીએમ કાર્ડ બદલવુ પડશે. પરેશાન થવાની કોઇ જરૂર નથી, તમે આ કામ સરળતાથી કરી શકો છો. બેંક લોકોના સરનામા પર પણ નવુ એટીએમ કાર્ડ મોકલી રહ્યાં છે. આવો જાણીએ છીએ તમે કેવુ નવુ એટીએમ કાર્ડ પ્રાપ્ત કરી શકો છો.

  1. તમારે પોતાના બેંકની હોમ બ્રાન્ચમાં જવુ પડશે. કારણકે બેંક જાતે પોતાના ગ્રાહકોનું કાર્ડ બનાવી રહી છે. તમને તમારું નવુ એટીએમ કાર્ડ બેંકની હોમ બ્રાન્ચમાં મળી શકે છે. જો તમને તમારું કાર્ડ બેંકમાં મળતુ નથી તો તમારે બેંકમાં આપેલું સરનામુ ચેક કરાવવુ પડશે. કારણકે બેંક ગ્રાહકોના એડ્રેસ પર પણ નવુ એટીએમ મોકલી રહી છે.
  2. આ સિવાય મોટાભાગની એસબીઆઈ પોતાના ગ્રાહકોને ઑનલાઇન એટીએમ બદલવાની સુવિધા આપી રહી છે. જેના માટે તમારે onlinesbi.com પર જઇને પોતાના ઈન્ટરનેટ બેંકિંગ એકાઉન્ટમાં લૉગ ઇન કરવુ પડશે.
  3. એસબીઆઈના હોમપેજ પર e-services નામની સેવા પર ક્લિક કરો. જેમાં તમને ATM Card Services નામનો વિકલ્પ મળશે. જેમાં તમારે Request ATM/Debit Card પર ક્લિક કરવાનું રહેશે.
  4. ત્યારબાદ તમારે પોતાના બેંક એકાઉન્ટ, એટીએમ પર નામ, કાર્ડ વગેરની માહિતી ભરવી પડશે. માહિતી ભર્યા બાદ તમને નવુ એટીએમ 7 દિવસમાં મળી જશે. બેંક ઑફ ઈન્ડિયાના ગ્રાહક પણ પોતાનું કાર્ડ બ્રાન્ચમાં જઇને બદલાવી શકે છે. અરજી આપ્યાના 7 દિવસની અંદર તમારું એટીએમ કાર્ડ બેંકમાં નોંધાયેલા સરનામા પર આવી જશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter