GSTV
Gujarat Government Advertisement

SBI અને બેન્ક ઑફ બરોડાના ખાતાધારકો વાંચી લેજો, આટલું બેલેન્સ તો રાખવું જ પડશે નહી તો…

Last Updated on April 13, 2019 by Bansari

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ બચત ખાતામાં મિનિમમ બેલેન્સના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.મિનિમમ બેલેન્સના ભાગરુપે એકાઉન્ટ હોલ્ડરે પોતાના એકાઉન્ટમાં બેન્ક નક્કી કરે તેટલુ બેલેન્સ રાખવુ પડે છે નહીતર બેન્ક ગ્રાહક પાસેથી દંડ વસુલ કરે છે.

એસબીઆઈએ કરેલા ફેરફાર પ્રમાણે મેટ્રો અથવા તો મોટા શહેરોમાં ગ્રાહકોએ દર મહિને એકાઉન્ટમાં ત્રણ હજાર રુપિયા અ્ને નાના શહેરોમાં ગ્રાહકોએ 2000 રુપિયા એકાન્ટમાં રાખવા પડશે.ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકોએ 1000 રુપિયા એકાઉન્ટમાં રાખવા પડશે.

જો મિનિમમ બેલેન્સ નહી હોય તો 10 થી 15 રુપિયા અને નાના શહેરોમાં 7-50 રુપિયાથી 12 રુપિયા સુધી કાપવામાં આવશે.ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાહકો માટે પાંચ થી દસ રુપિયાનો દંડ વસુલાશે.

જ્યારે બેન્ક ઓફ બરોડામાં હવે એડવાન્ટેજ બચત ખાતમાં મોટા શહેરોમાં મિનિમમ બેલેન્સ તરીકે 2000 રુપિયા, નાના શહેરોમાં 1000 રુપિયા ત્રણ મહિને રાખવા રાખવા પડશે.મિનિમમ બેલેન્સ નહી હોય તો 200 રુપિયા અને નોન મેટ્રો શઙેરોમાં 100 રુપિયા દંડ થશે.

જોકે બંને બેન્કોએ જનધન યોજના અ્ને બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝીટ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવા માટે છૂટ આપી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!