GSTV

SBIએ તેના ગ્રાહકોને કર્યા અલર્ટ! QR Code કર્યો સ્કેન તો અકાઉન્ટ થઇ જશે ખાલી, વીડિયો શેર કરી માહિતગાર કર્યા

SBI

Last Updated on April 28, 2021 by Bansari

કોરોના મહામારીની બીજી લહેરે સમગ્ર દેશને ઝપટામાં લીધો છે, એવામાં જરૂરી છે કે આપણે આપણી સુરક્ષા માટે ઘરે જ રહીએ, કારણ કે બહાર નિકળવાથી મોટો ખતરો અત્યારે બીજો કોઇ નથી.

કોરોનાકાળમાં ઓનલાઇન છેતરપિંડી વધી

ડિજીટર થતી લાઇફમાં હવે તમારા મોટાભાગના કામ સ્માર્ટફોન પર ગણતરીના સેકન્ડમાં થઇ જાય છે. કોરોના મહામારી વચ્ચે ડિજીટલ બેંકિંગનો ઉપયોગ પણ ઝડપથી વધ્યો છે લોકો ઓનલાઇન રૂપિયાની લેવડ-દેવડ કરે છે, પરંતુ કોરોના મહામારી સાથે બીજી પણ એક બિમારી છે, જેણે બેંકિંગ યુઝર્સ પર હુમલો કર્યો છે, તે છે ઓનલાઇન બેંકિંગ ફ્રોડ. તેથી ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા સમયે સચેત રહેવાની જરૂર છે.

QR કોડથી પેમેન્ટ પર SBIનો અલર્ટ

ભારતીય સ્ટેટ બેંક (SBI) બેંકિંગ ફ્રોડથી બચવા માટે ટ્વીટર સમયાંતરે તેના ગ્રાહકોને અલર્ટ કરે છે. જેથી ગ્રાહકો સુરક્ષિત રીતે ઓનલાઇન બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરી શકે. તાજેતરમાં જ એસબીઆઈએ ક્યૂઆર કોડ સ્કેનને લઇ એક અલર્ટ જારી કર્યો છે. એસબીઆઈએ જણાવ્યું કે બીજી પાર્ટી તરફથી મોકલવામાં આવેલા ક્યૂઆર કોડને ક્યારેય સ્કેન ના કરો, નહીંતર ભારે કિંમત ચુકવવી પડી શકે છે.

આવી રીતે થાય છે ક્યૂઆર કોડથી બેંક ફ્રોડ

એસબીઆઈએ એક વીડિયો શેર કર્યો છે. ક્યૂઆર કોડથી બેંક ફ્રોડના શિકાર ઘણાં લોકો થઇ ચુક્યા છે. જેમાં એક ઓનલાઇન ઠગ ગ્રાહકને ડાયનિંગ ટેબલની પેમેન્ટ માટે ક્યૂઆર કોડ મોકલે છે. પરંતુ ગ્રાહક એ વાતથી સચેત છે કે ક્યૂઆર કોડ હંમેશા પેમેન્ટ કરવા માટે ઉપયોગ થાય છે, પેમેન્ટ રિસીવ કરવા માટે નહીં. તેથી તે આ રિક્વેસ્ટને તે નથી સ્વીકારતો.

એટીએમમાંથી ક્યૂઆર કોડની મદદથી કાઢી શકાય છે રૂપિયા

એસબીઆઈએ તાજેતરમાં જ ડેબિટ કાર્ડ વગર પણ એટીએમથી રૂપિયા કાઢવાની સુવિધાની શરૂઆત કરી છે. આ સુવિધાજનક હોવાની સાથે સુરક્ષિત પણ છે. તેના માટે તમારા સ્માર્ટફોનમાં YONO એપ્લિકેશન હોવી જરૂરી છે.

Read Also

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!