દેશમાં બેન્કિંગ ફ્રોડના કેસ સતત વધી રહ્યાં છે. ફ્રોડસ્ટર્સ નવી ટ્રિક્સથી લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યાં છે. આવા ફ્રોડથી બચવા માટે દેશની સૌથી મોટી બેન્ક એટલે કે ભારતીય સ્ટેટ બેન્ક (SBI) સતત લોકોને ચેતવણી આપી રહી છે. આ જ કડીમાં SBIએ ઠગોની એક નવી ટ્રિક વિશે જણાવ્યું છે. સાથે જ SBIએ તેમ પણ જણાવ્યું કે આવ છેતરપિંડીનો શિકાર થવા પર તમારે શું કરવુ જોઇએ અને તમારી મહેનતની કમાણી આ ઠગો દ્વારા હાથ સાફ કરવાથી કેવી રીતે બચાવી શકાય.
SBIએ પોતાના કરોડો ગ્રાહકોને એલર્ટ કરતાં કહ્યું કે અમારા ગ્રાહકોને ફેક ઇમેલ મોકલવામાં આવી રહ્યાં છે. આ ઇ-મેલથી SBIને કોઇ સંબંધ નથી. તેવામાં ઇ-મેલ ખોલવાથી બચો. SBIએ તેમ પણ જણાવ્યું કે તેમના દ્વારા પોતાના ગ્રાહકોને આ પ્રકારના મેલ મોકલવામાં નથી આવતા.
બેન્કિંગ સર્વિસ માટે ઑફિશિયલ પોર્ટલનો ઉપયોગ કરો

SBIએ કહ્યું કે જો તમને પણ SBIના નામે આવો કોઇ મેલ આવે તો તરત જ રિપોર્ટ કરો. SBIએ ટ્વીટમાં એક લિંક પણ આપી છે. આ લિંક નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલનો છે. ફ્રોડસ્ટર્સના આવા કોઇ ઇ-મેલ પ્રાપ્ત કરવા પર તમે આ પોર્ટલ પર રિપોર્ટ કરી શકો છો. તે બાદ નેશનલ સાયબર સેલ જરૂરી કાર્યવાહી કરશે. આ ટ્વીટમાં SBIએ પોતાના ઇન્ટરનેટ બેન્કિંગની પણ લિંક આપી છે. SBI ઓનલાઇન બેન્કિંગની સર્વિસનો ઉપયોગ કરતાં ગ્રાહક આ જ પોર્ટલ દ્વારા જ SBI બેન્કિંગ સર્વિસનો લાભ લઇ શકે છે. SBIએ જણાવ્યું કે ઑફિશિયલ પોર્ટલ દ્વારા જ કોઇ પણ બેન્કિંગ સેવાઓનો લાભ લે. આમ નહી કરવા પર તમે બેન્કિંગ ફ્રોડનો શિકાર બની શકો છો.

નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ દ્વારા સંચાલિત કરવામાં આવતુ પોર્ટલ છે, જ્યાં તમે સાયબર સંબંધિત ફરિયાદ નોંધાવી શકો છો. આ પોર્ટલ પર મહિલાઓ અને બાળકો પર થતાં સાયબર ક્રાઇમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકાય છે.
આ સરકારી પોર્ટલ પર ફરિયાદ નોંધાવવા માટે બે વિકલ્પો છે. પ્રથમ વિકલ્પ હેઠળ, બાળકો અથવા સ્ત્રીઓ કોઈપણ સાયબર ક્રાઇમ સામે ફરિયાદ નોંધાવી શકે છે. બીજા વિકલ્પમાં, અન્ય તમામ પ્રકારના સાયબર ક્રાઇમની જાણ કરી શકાય છે. બેન્કિંગ છેતરપિંડીના કિસ્સામાં તમારે બીજો વિકલ્પ પસંદ કરવો પડશે.
સાયબર ક્રાઇમ પોર્ટલ પર આ રીતે કરો ફરિયાદ

આ બીજા વિકલ્પ દ્વારા ફરિયાદ નોંધાવા માટે તમારે પોતાના રાજ્યનું નામ, લોગઇન આઇડી, મોબાઇલ નંબર અને ઓટીપી નાંખવાનો છે. જો તમે નવા યુઝર હોવ તો સૌપ્રથમ આ પોર્ટલ પર સૌપ્રથમ પોતાનું રજીસ્ટ્રેશન કરાવો. નવા યુઝર તરીકે રજીસ્ટ્રેશન કરાવા માટે તમારે તમારો મોબાઇલ નંબર આપવો પડશે. જે બાદ તમારા મોબાઇલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે. ઓટીપી ભર્યા બાદ સબમિટ કરવા પર રજીસ્ટ્રેશનનું કામ પૂરુ થઇ જશે. તે બાદ તમે પોતાની ફરિયાદ નોંધાવી શકશોય આ કામ ગણતરીની મિનિટોમાં પૂરુ થઇ જશે.
Read Also
- Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત
- India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો