GSTV
Gujarat Government Advertisement

SBI Alert! આ એપ્સ પરથી ભૂલથી પણ પૈસા ના કરતા ટ્રાન્સફર, નહીંતર એકાઉન્ટ થઇ જશે તળિયાઝાટક

sbi

Last Updated on May 4, 2021 by Bansari

કોરોનાની બીજી લહેરના કારણે ફરી એકવાર લોકો રોકડ રૂપિયાના બદલે પ્લાસ્ટિક મનીનો ઉપયોગ કરતા થયા છે, જે જેટલુ સુરક્ષિત છે એટલુ રિસ્કી પણ છે. તેવામાં પોતાના કસ્ટમર્સને કોઇપણ પ્રકારના ઓનલાઇન ફ્રોડથી બચાવવા માટે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)એ નવુ નોટિફિકેશન જારી કર્યુ છે. જેના વિશે જાણવુ તમારા માટે ખૂબ જ જરૂરી છે.

SBIએ ટ્વિટ કરીને કહી આ વાત

બેંકે ટ્વીટ કરતાં કહ્યું કે, અમે અમારા ગ્રાહકોને આગ્રહ કરીએ છીએ કે તે પોતાની બેંકિંગ ડિટેલ્સની જાણકારી કોઇ સાથે શેર ન કરે અને કોઇને ફોન અથવા કોમ્પ્યુટરના માધ્યમથી તમારા બેંક એકાઉન્ટ સુધી પહોંચવા ન દે. સતર્ક રહો. સુરક્ષિત રહો. જો તમે કોઇ ઇમરજન્સી ફંડ ટ્રાન્સફર કરવા માગતા હોય તો અમારી ડિજિટલ બેંકિંગ એપ્સ જેવી કે Yono અને BHIM ની સેવાઓનો તમે ઘરે બેઠા ઉપયોગ કરી શકો છો.

બેંક ફ્રોડના કેસ વધ્યા

હકીકતમાં કોરોના કાળમાં બેંક ફ્રોડના કેસ સતત વધી રહ્યાં છે. લોકોને ચૂનો લગાવવા માટે ઠગો નવી-નવી રીતો અપનાવતા ફેક મની ટ્રાન્સફર એપ અને ફેક બેંક અધિકારી બનીને કોલ કરી રહ્યા છે. આવા કેસો વધતા જોઇ  SBIએ પોતાના ગ્રાહકોને SMS, ઇમેલ તથા સોશિયલ મીડિયા દ્વારા ફેક કોલથી સાવધાન રહેવા કહ્યું છે.

આ રીતે લોકો છેતરપિંડીની જાળમાં ફસાઈ ગયા

વિડિઓ શેર કરતી વખતે બેંકે કહ્યું કે, આ ઠગ આજકાલ ગ્રાહકો પાસેથી કેવાયસી ડોક્યુમેન્ટ્સ માંગવા ઉપરાંત Quick View એપ્લિકેશન દ્વારા તેમના સ્માર્ટફોનને એક્સેસ કરવાનો પ્રયાસ કરે છે. જો કોઈ ગ્રાહક આ જાળમાં ફસાઈ જાય છે, તો પછી તેઓ તેમના સ્માર્ટફોનથી કેવાયસીના નામે બધી સંવેદનશીલ અને ખાનગી માહિતી ચોરી લે છે. તેમાં એકાઉન્ટ આઈડી, ગ્રાહકનો પાસવર્ડ સહિતની તમામ જરૂરી માહિતી શામેલ છે.

છેતરપિંડીથી બચવા આ બાબતોનું ધ્યાન રાખો

તમારે છેતરપિંડી ટાળવા માટે માત્ર સાવચેત રહેવું જોઈએ. જો તમને પણ આ પ્રકારનો કોલ આવે છે, તો પછી આ દગાબાજોની જાળમાં ન ફરો અને કોલ કટ કરીને તે નંબરને બ્લોક કરો. ઉપરાંત, તમારે કોઈ પણ અજાણ્યા વ્યક્તિને તમારા ફોન, કમ્પ્યુટર અથવા લેપટોપનું કંટ્રોલ ન આપવાની કાળજી લેવી જોઈએ. તમારી વ્યક્તિગત માહિતી કોઈની સાથે શેર ન કરો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!