GSTV
Business Trending

પત્નીનું ATM કાર્ડ યુઝ કરતાં પહેલા ચેતજો, બેન્કનો આ નિયમ જાણી લો નહીંતર દોડતા થઇ જશો

atm

શું તમે પણ પૈસા ઉપાડવા માટે તમારુ ATM કાર્ડ કોઇ સંબંધી અથવા તો મિત્રને આપતા હોવ તો તમે સાવધાન થઇ જાઓ. આમ કરવુ તમને ભારે પડી શકે છે. દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIએ જણાવ્યું કે ડેબિટ કાર્ડ નૉન ટ્રાન્સફરેબલ હોય છે, તેવામાં કોઇ ફેમિલી મેમ્બરને પણ યુઝ કરવા માટે આપવુ ન જોઇએ. ત્યાં સુધી કે પતિ પણ પોતાની પત્નીના ATM કાર્ડનો ઉપયોગ ન કરી શકે. જો કોઇપણ આવુ કરે તો તે સુરક્ષા નિયમોની વિરુદ્ધ હશે.

ATM કાર્ડ ઉપયોગ કરતા પહેલા થઇ જાઓ સાવધાન

જણાવી દઇએ કે જો તમે ભવિષ્યમાં થનારા નુકસાનથી બચવા માગતા હોવ તો ATM અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ સાવચેતીથી કરો. કોઇની સાથે પણ ATM પિન શેર ન કરો. આ સાથે જ કાર્ડ અને એકાઉન્ટની ડિટેલ્સ પણ કોઇને ન જણાવો. ATM કાર્ડને લઇને તમારે કેટલાક નિયમો જાણી લેવા જરૂરી છે, ચાલો તમને જણાવીએ આ નિયમો વિશે…

શું ન કરવુ જોઇએ

>> કાર્ડ પર પોતાનો પિન નંબર ક્યારેય ન લખો.

>> અજાણ્યા લોકો પાસેથી ATM ટ્રાન્જેક્શનમાં મદદ ન લો અથવા તો કોઇ અન્ય ટ્રાન્જેક્શન માટે કાર્ડ ન આપો.

ATM

>> કોઇપણ શખ્સને પોતાનો ATM પિન ન જણાવો. ત્યાં સુધી કે બેન્ક કર્મચારી અને ફેમિલી મેમ્બર્સને પણ આ જાણકારી ન આપો.

>>પેમેન્ટ દરમિયાન કાર્ડ પર પૂરી નજર રાખો અને તેના પરથી નજર ન હટાવો.

>> ટ્રાન્જેક્શન દરમિયાન મોબાઇલ ફોન પર વાત કરવાનું અવગણો.

હંમેશા રાખો આ સાવચેતી

>> ATM ટ્રાન્જેક્શન દરમિયાન પૂરી પ્રાઇવસી રાખો. તે સુનિશ્વિત કરો કે ATM મશીનમાં પિન નંબર નાંખતી વખતે કોઇની નજર તમારા પર ન હોય.

>> ટ્રાન્જેક્શન બાદ તે જુઓ કે મશીનમાં વેલકમ સ્ક્રીન આવી ગઇ હોય. તેની પહેલા મશીન ન છોડો.

>> તે સુનિશ્વિત કરો કે તમારો વર્તમાન મોબાઇલ નંબર બેન્કમાં રજીસ્ટર્ડ હોય. તેનાથી તમને બેન્કના તમામ ટ્રાન્જેક્શન પર એલર્ટ મળી જશે.

atm

>>શૉપિંગ બાદ કોઇપણ મર્ચેન્ટ પાસેથી તમારુ કાર્ડ પરત લેવાનું ન ભૂલો.

>> ATMમાં જો કોઇ એક્સ્ટ્રા ડિવાઇસ લાગી હોય તો તેના પર નજર રાખો.

>> ATM કાર્ડ ખોવાઇ જવા અથવા ચોરી થવા પર તરત જ બેન્કને જાણ કરો.

>> બેન્કથી આવતા ટ્રાન્જેક્શન એલર્ટ અને બેન્ક સ્ટેટમેન્ટને નિયમિત રૂપે જુઓ.

>> ATMમાંથી કેશ ન નીકળે અને પૈસા કપાઇ જાય તો તરત જ બેન્કને જાણ કરો.

>>કોઇપણ ટ્રાન્જેક્શન કર્યા બાદ તરત જ મોબાઇલ પર એસએમએસ ચેક કરો.

આ રીતે ઘરેબેઠા કરાવો ATM કાર્ડ બ્લોક

કૉલ તથા એપ દ્વારા બ્લોક કરાવો કાર્ડ

જો ગ્રાહક કૉલ દ્વારા SBI ડેબિટ/ATM કાર્ડ બ્લોક કરાવા માગતા હોવ તો આ ટોલ ફ્રી નંબર 1800-11-22-11, 1800-425-3800 પર અથવા તો 080-080-26599990 પર કૉલ કરો. તે બાદ ગ્રાહકને કૉલ પર મળી રહેલા નિર્દેશોનું પાલન કરવાનું છે. આ ઉપરાંત ગ્રાહક SBI Quick એપની મદદથી કાર્ડ બ્લોક કરાવી શકો છો.

આ રીતે SMSથી કરાવો કાર્ડ બ્લોક

આ ઉપરાંત SMS દ્વારા કાર્ડ બ્લોક કરાવા માટે તમને મેસેજમાં ‘BLOCK<space>તમારા કાર્ડના છેલ્લા 4 ડિજિટલખીને 567676 નંબર પર સેન્ડ કરો. ઉદાહરણ તરીકે- તમારા એટીએમના છેલ્લા 4 ડિજિટ 6764 છે તો તમારે મેસેજમાં BLOCK 6764 લખીને આ નંબર 567676 પર મેસેજ કરવાનો છે.

રજીસ્ટર્ડ મોબાઇલ નંબરથી કરો SMS

જણાવી દઇએ કે તમે જે નંબરથી મેસેજ કરી રહ્યાં છો તે બેન્કમાં રજીસ્ટર્ડ હોવો જોઇએ. બેન્ક તરફથી જ્યારે તમારી બ્લોકિંગની રિકવેસ્ટ એક્સેપ્ટ થઇ જશે તો તમારા રજીસ્ટર્ડ નંબર પર મેસેજ આવી જશે, જેમાં તમારા બ્લોકિંગની તારીખ તથા સમય હોય છે.

Read Also

Related posts

Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan
GSTV