PAN-Aadhaar Link: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના ગ્રાહકોને એલર્ટ કરી દીધા છે. બેંકે તેના ખાતાધારકોને 31 માર્ચ 2022 પહેલા પાન-આધાર કાર્ડ લિંક કરવા નોટિસ આપી છે. બેંકે કહ્યું છે કે જો ગ્રાહકો આવું નહીં કરે તો તેમની બેંકિંગ સેવા ઠપ થઈ શકે છે. SBIએ આ માટે ટ્વીટ પણ કર્યું છે.
30 સપ્ટેમ્બર સુધી તક
SBIએ કહ્યું, ‘અમે અમારા ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે તેઓ તેમના PANને આધાર સાથે લિંક કરે અને એક નિર્બાધ્ય બેંકિંસ સેવાનો આનંદ લેતા રહો. આ સાથે જ બેંકે કહ્યું કે PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. જો PAN અને આધાર લિંક ન હોય તો, PAN નિષ્ક્રિય થઈ જશે અને સ્પેસિફાઇડ ટ્રાન્જેક્શન કરવા માટે PAN નો ઉપયોગ કરી શકાશે નહીં. જણાવી દઈએ કે કોરોના વાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને, PAN ને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2021 થી વધારીને 31 માર્ચ 2022 કરવામાં આવી છે.

પાન-આધાર કાર્ડ કેવી રીતે લિંક કરવું
પ્રથમ રીત
1- સૌથી પહેલા તમે ઈન્કમ ટેક્સની ઓફિશિયલ વેબસાઈટ https://www.incometaxindiaefiling.gov.in/home પર જાઓ.
2- અહીં ડાબી બાજુએ તમને Link Aadhaar નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો
3- એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે PAN, AADHAAR અને આધારમાં જેવી રીતે દર્શાવેલ છે તેવી રીતે તમારું નામ ભરવાનું રહેશે.
4- જો તમારા આધાર કાર્ડમાં માત્ર જન્મનું વર્ષ છે, તો ‘I have only year of birth in aadhaar card’ ના બોક્સ પર ટિક કરો.
5- કેપ્ચા કોડ એન્ટર કરો અથવા OTP માટે ટિક કરો
6- લિંક આધાર બટન પર ક્લિક કરો, બસ થઇ ગયું તમારુ PAN અને આધાર લિંક.

બીજી રીત
- તમે SMS દ્વારા પણ PAN અને આધારને લિંક કરી શકો છો
- મોબાઈલના મેસેજ બોક્સમાં ટાઈપ કરો – UIDPAN<12-અંકનો આધાર><10-અંકનો PAN>
- આ મેસેજ 567678 અથવા 56161 પર મોકલો, બસ થઇ ગયું તમારુ કામ
Read Also
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું