દેશની સૌથી મોટી સરકારી બેંક, ભારતીય સ્ટેટ બેંક (SBI) એ પોતાના ગ્રાહકોને એલર્ટ કરી દીધા છે. SBIએ પોતાના ખાતાધારકોને પોતાની PAN ની માહિતી અપડેટ કરવાનું કહેવાયું છે. બેંકે ટ્વિટ કરીને જણાવ્યું કે, SBI ડેબિટ કાર્ડના માધ્યમથી સામાન્ય આંતરરાષ્ટ્રીય લેણદેણનો આનંદ લેવા માટે બેંકની સાથે પોતાના PANની વિગતોને અપડેટ કરો. નહીં તો SBI ગ્રાહક ATM, POS/ઇ-કોમર્સ પર ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે.

SBIએ કર્યું ટ્વિટ
SBIએ ટ્વિટમાં જણાવ્યું કે, ‘ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનથી મુશ્કેલી થઇ રહી છે? SBI ડેબિટ કાર્ડના માધ્યમંથી કોઇ જ અડચણ વગર ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનનો આનંદ લેવા માટે બેંકના રેકોર્ડમાં પોતાની પાનની વિગતોને અપડેટ કરો. આપ આપના PAN ને પોતાના SBI એકાઉન્ટથી ઓનલાઇન અથવા તો નજીકની બ્રાંચમાં જઇને લિંક કરી શકો છો.’
ઓનલાઇન કેવી રીતે પોતાના SBI એકાઉન્ટ સાથે પોતાનું PAN લિંક કરી શકશો?
- આપના એકાઉન્ટથી PAN લિંક કરવા માટે સૌ પહેલાં SBI ઇન્ટરનેટ બેંકિંગમાં લોગ ઇન કરો.
- ‘e-services’ ટેબ પર ક્લિક કરો.
- PAN રજિસ્ટ્રેશનને સિલેક્ટ કરો.
- અહીં આપને PAN રજિસ્ટ્રેશન પેજ પર મોકલી દેવામાં આવશે. જ્યાં આપે આપની પ્રોફાઇલ પાસવર્ડ દાખલ કરવાનો રહેશે.
- ટ્રાન્ઝેક્શન એકાઉન્ટને સિલેક્ટ કરો અને પોતાના PAN ની માહિતી ભરીને સબમિટ કરો.
- આપના દ્વારા સબમિટ કર્યા બાદ એક OTP જનરેટ થશે જેને આપના રજિસ્ટર મોબાઇલ નંબર પર મોકલી દેવાશે.
- હવે OTP દાખલ કરો અને આપની વિનંતી સબમિટ કરો.
- આપના PAN ને SBI બેંકના ખાતા સાથે જોડવા માટે આપની વિનંતી આપની બેંક શાખામાં મોકલી દેવાશે.
- એક વાર જ્યારે આપનું PAN આપના ખાતા સાથે લિંક થઇ જશે તો બેંક આપને SMS મોકલીને તેને કન્ફર્મ કરશે.

બ્રાન્ચમાં જઇને આપના PAN ને કઇ રીતે SBI એકાઉન્ટ સાથે લિંક કરી શકશો?
- આપના SBI બેંક એકાઉન્ટ સાથે આપનું PAN લિંક કરવા માટે આપે PAN કાર્ડની એક ફોટોકોપીની સાથે બેંકની શાખામાં જવાનું રહેશે.
- બેંકની શાખામાં ઉપલબ્ધ વિનંતી ફોર્મ ભરો અને તેને તમારા PAN કાર્ડની કોપી સાથે જમા કરાવો.
- PAN કાર્ડની ઓરિજનલ કોપી પણ સાથે લઇ જાઓ કારણ કે બેંકના અધિકારી તેની ચકાસણી કરવાનું કહી શકે છે.
- બેંક દ્વારા ચકાસણી કર્યા બાદ આપને તેના વિશે રજિસ્ટર કરવામાં આવેલા મોબાઇલ નંબર પર બેંકથી SMS પ્રાપ્ત થઇ જશે.
READ ALSO
- ખુશખબર/ જાહેર થયા પાક ઉત્પાદનના અંદાજો : 30.33 કરોડ ટન અનાજ પેદા થશે, જાણી લો કયા પાકનું કેટલું થશે ઉત્પાદન
- IND VS ENG : નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ હતી ખરાબ? જાણો આ અંગે ICCના શું છે નિયમો
- ખેડૂતો માટે સારા સમાચાર/ હવે આ ખેતી પર અડધા પૈસા સરકાર આપશે, લાખો કમાવવાનો અવસર
- સલાહ/ આકર્ષક ફિગર જોઈએ તો કરીના કપૂરના આ વેટ લોસ સીક્રેટને કરો ટ્રાય, ઝીરો ફિગરના માલિક બની જશો
- બાલાકોટ એરસ્ટ્રાઈક : આજના દિવસે બે વર્ષ પહેલાં ભારતે પુલવામા હુમલાનો લીધો હતો બદલો, 1,000 કિલોના વરસાવ્યા હતા બોમ્બ