GSTV

SBI Alert! તમને પણ આ લિંક મળી હોય તો ક્લિક કરતા પહેલા સો વાર વિચારજો, નહીંતર બેંક બેલેન્સ થઇ જશે

SBI

Last Updated on July 13, 2021 by Bansari

કોરોના કાળમાં ઓનલાઇન ટ્રાન્જેક્શનનો ટ્રેન્ડ વધવાની સાથે ફ્રોડ કેસ પણ વધ્યાં છે. આજકાલ સાયબર ક્રાઇમ કરનારા કેવાયસી અપડેટ (KYC Update)ના નામે લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યાં છે. તેને જોતા દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)એ પોતાના ગ્રાહકોને કેવાયસી ફ્રોડને લઇને ચેતવણી આપી છે. SBIએ પોતાની ટ્વીટમાં ગ્રાહકોને સાવચેત કરતાં કહ્યું, કેવાયસી ફ્રોડ વાસ્તવિક છે, અને તે દેશભરમાં ફેલાઇ ગયો છે. કોઇપણ કેવાયસી અપડેટ લિંક પર ક્લિક ન કરો.

SBIએ ટ્વીટમાં કહ્યું, કેવાયસી ફ્રોડ વાસ્તવિક છે. તે દેશભરમાં ફેલાયો છે. છેતરપિંડી કરનારા તમારી પર્સનલ ડિટેલ્સ પ્રાપ્ત કરવા માટે બેંક/કંપનીના પ્રતિનિધિ બનીને તમને ટેક્સ્ટ મેસેજ મોકલે છે. આવા સાયબર ક્રાઇમનો રિપોર્ટ http://cybercrime.gov.in પર કરો.

sbi

સેફ્ટી ટિપ્સ પણ જણાવી

>> ગ્રાહકો સાથે કેવાયસી અપડેટ ફ્રોડ થાય, તેનાથી બચવા માટે SBIએ સેફ્ટી ટિપ્સ જણાવી છે. સેફ્ટી ટિપ્સમાં બેંકે કહ્યું કે કોઇપણ અજાણી લિંક પર ક્લિક કરતાં પહેલા વિચારજો.

>> બેંક કોઇ ગ્રાહકને કેવાયસી અપડેટ માટે ક્યારેય કોઇ મેસેજ નથી કરતી.

>> તમારો મોબાઇલ નંબર અને કંફિડેંશિયલ ડેટા કોઇની સાથે શેર ન કરો.

સરકારે પણ કર્યા એલર્ટ

ગૃહ મંત્રાલયે પણ કેવાયસી ફ્રોડને લઇને ચેતવણી આપી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે કેવાયસી/ રિમોટ એક્સેસ એપ ફ્રોડથી સાવધાન રહે. આજકાલ ફ્રોડ કરનાર કૉલ કે એસએમએસ કરીને લોકોને કેવાયસી કરાવવાનું કહે છે. આ રીતે તે લોકો પાસેથી તેમની પર્સનલ ડિટેલ્સ મેળવીને ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યાં છે.

ફ્રોડ

કેવાયસી એટલે કે પોતાના ગ્રાહકને જાણો. બેંક દ્વારા તે સુનિશ્વિત કરવા માટે કે તેમના ગ્રાહક વાસ્તવિક છે, આ એક મહત્વનું પગલું છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બેંકો અને અન્ય રેગ્યુલેટેડ ફાઇનાન્શિયલ સંસ્થાઓને કહ્યું હતું કે તે 31 ડિસેમ્બર 2021 સુધી કેવાયસી અપડેટ ન કરનાર ગ્રાહકોને દંડ ન ફટકારે.

Read Also

Related posts

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel

ખેડૂતો ખાસ વાંચો/ કિસાન યોજનામાં વાર્ષિક હપ્તા સાથે દર મહિને મળશે 5000 રૂપિયા પેન્શન, ફટાફટ ઉઠાવો લાભ

Bansari

નિયમોમાં ફેરફાર/ 1 તારીખથી સેલરી અને બેંકોમાં જમા પૈસાના નિયમોમાં થશે ફેરફાર, ખિસ્સા પર પડશે સીધી અસર

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!