GSTV

SBI એલર્ટ! આવી ભૂલ ન કરતાં, બેન્ક એકાઉન્ટ તળિયા ઝાટક થઇ જશે અને તમને ખબર પણ નહી પડે!

SBI

દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા ગ્રાહકોને સારી બેન્કિંગ સુવિધા પૂરી પાડવા માટે અનેક પગલા લેતી રહે છે. SBI સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સતત લોકોને બેન્કિંગ ફ્રોડથી કેવી રીતે બચવું તેની જાણકારી આપતી રહે છે. SBIએ ટ્વીટ દ્વારા ફરી એકવાર પોતાના ગ્રાહકોને ચેતવણી આપી છે.

SBIએ ટ્વીટમાં જણાવ્યું છે કે વધતી ફ્રોડની ઘટનાઓ વચ્ચે ગ્રાહકોએ સાવચેત રહેવાની જરૂર છે.  એટીએમ કાર્ડ ડિટેલ્સ અને પિન દ્વારા રૂપિયા ચોરવાના ફ્રોડ વધી રહ્યાં છે. તેથી SBIએ પોતાના ગ્રાહકોને પોતાનું એટીએમ કાર્ડ અને પિન સુરક્ષિત રાખવાની સલાહ આપી છે. ચાલો તમને જણાવીએ કે SBIએ ફ્રોડથી બચવા માટે કઇ સલાહ આપી છે.

બેન્ક એકાઉન્ટની જાણકારી ફોનમાં સેવ ન કરો

સ્ટેટ બેન્કનું કહેવું છે કે ક્યારેય પોતાના ફોનમાં બેન્ક એકાઉન્ટ કે ઓનલાઇન બેન્કિંગની જાણકારી સેવ કરીને ન રાખો. બેન્કે જણાવ્યું કે બેન્ક એકાન્ટ નંબર, પાસવર્ડ, એટીએમ કાર્ડનો નંબર કે તેની તસવીર ફોનમાં રાખવાથી તમારી ડિટેલ્સ લીક થવાનુ જોખમ છે.

ATM કાર્ડની ડિટેલ્સ શેર ન કરો

તમારા એટીએમનો યુઝ જાતે જ કરો. અન્ય કોઇને તમારુ એટીએમ કે કોઇપણ કાર્ડનો યુઝ કરવા માટે ન આપો. આ ઉપરાંત કાર્ડની ડિટેલ્સ પણ કોઇની સાથે શેર ન કરો. આમ કરવાથી તમારા એકાઉન્ટની ડિટેલ્સ લીક થઇ શકે છે. સાથે જ તમારી જાણ બહાર ટ્રાન્જેક્શન થઇ શકે છે.

પિન શેર ન કરો

ક્યારેય કોઇને તમારો ઓટીપી, પિન નંબર, ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો CVV નંબર ન જણાવો. બેન્કે જણાવ્યા અનુસાર, મોટાભાગના ફ્રોડ આ જ રીતે કરવામાં આવે છે. ફોન કૉલ પર બેન્કનું નામ લઇને તમારુ કાર્ડ બ્લૉક કરવાની ચેતવણી આપવામાં આવે છે અને પાસવર્ડ બદલવા માટે તમારી પાસે ઓટીપી કે કાર્ડની પાછળ લખેલો CVV નંબર માગવામાં આવે છે. આવા ફ્રોડથી બચીને રહો.

બેન્ક આવી જાણકારી નથી માગતી

SBIએ ટ્વિટર એકાઉન્ટ પર જણાવ્યું કે તે પોતાના ગ્રાહકો પાસેથી ક્યારેય યુઝર આઇડી, પિન, પાસવર્ડ, સીવીવી,ઓટીપી, વીપીએ જેવી સંવેદનશીલ જાણકારી નથી માગતી. તેવામાં ટ્રાન્જેક્શન કરતી વખતે આ વાતોનો ખાસ ખ્યાલ રાખો.

Read Also

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana

ગર્લ્સ અહીં ધ્યાન આપો/ હાઈ હિલ્સ પહેરવાના ચક્કરમાં આપને પણ થઈ શકે છે આ પાંચ બિમારી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!