GSTV

SBI એલર્ટ/ શું ડેબિટ કાર્ડ દ્વારા કરો છો ઈન્ટરનેશનલ લેવડ-દેવડ, તો આ મહત્વના સમાચાર છે તમારા

SBI

જો તમે SBIના ગ્રાહક છો અને ડેબિટ કાર્ડ દ્વારા ઈન્ટરનેશનલ ટ્રાંજેક્શન કરો છો તો આ સમાચાર તમારા માટે છે. SBIએ કહ્યું કે, ડેબિટ કાર્ડથી જો તમે કોઈ વિક્ષેપ વગર ઈન્ટરનેશનલ લેવડ-દેવડ ચાલૂ રાખવા માગો છો તો તમારે બેંકમાં PAN નંબર આપડેટ કરવા પડશે.

ઓનલાઈન-ઓફલાઈન કરી શકો છો PAN અપડેટ

SBIએ કહ્યું કે, PAN નંબર અપડેટ કરવા માટે તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી. તમે ઓનલાઈન પણ આ કામ કરી શકો છો અને બેંકની બ્રાંચમાં જઈને ઓફલાઈન પણ કરાવી શકો છો. તમને જણાવી દઈએ કે, ગત વર્ષે ઈન્ટરનેશનલ ટ્રાંજેક્શનના નિયમોને લઈ રિઝર્વ બેંકે અમૂક નિયમો બદલ્યા છે.

SBIએ ગ્રાહકોને કર્યા એલર્ટ

SBIએ આ અંગે સોશ્યલ મીડિયા સાઈટ ટ્વિટર પર જાણકારી આપી છે. SBIએ પોતાના ગ્રાહકોને કહ્યું કે, ઈન્ટરનેશનલ ટ્રાંજેક્શનમાં મુશ્કેલી થઈ રહી છે? SBI ડેબિટ કાર્ડ દ્વારા વગર કોઈ રુકાવટે વિદેશી લેવડ-દેવડનો આનંદ લેવા માટે બેંકે રેકોર્ડમાં પોતાના PAN નંબરને અપડેટ કર્યો છે.

ફિક્સ્ડ

ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રોસેસ

દેશની સૌથી મોટી બેંક SBI પાસે દેશભરમાં 40 કરોડથી વધુ ગ્રાહકો છે. તેની દેશભરમાં 22 હજારથી વધુ બ્રાંચ છે. જો તમારી પાસે પણ SBI ડેબિટ કાર્ડ છે અને ઈન્ટરનેશનલ લેવડ-દેવડ માટે તેનો ઉપયોગ કરો છો તો બેંકમાં તમારી PAN ડિટેલને સરળતાથી અપડેટ કરી શકો છો. આ રહી પ્રોસેસ.

1. સૌ પ્રથમ SBI ઈન્ટરનેટ બેંકિંગમાં લોગિન કરો, e service ટેબ પર ક્લિક કરો.

2. અહીં PAN registration નો ઓપ્શન હશે તેના પર ક્લિક કરી અને ખોલો.

3. પાસવર્ડ નાખી અને સબમિટ કરો, અહીં તમને બધા અકાઉન્ટ દેખાશે.

4. જે અકાઉન્ટમાં PAN રજિસ્ટર્ડ નહિં થાય તેની સામે click here to register મેંશન થશેય

5. તમે જે અકાઉન્ટમાં PAN રજિસ્ટર્ડ કરાવવા માગો છો તેના પર ક્લિક કરો.

6. ત્યારબાદ બીજુ પેઝ ખુલશે જેમાં તમને તમારો PAN કાર્ડ નંબર નાખી  અને સબમિટ પર ક્લિક કરવાનો રહેશે.

7. ત્યારબાદ સ્ક્રિન પર તમારું નામ, CIF અને PAN નંબર આવશે તેના પર ચેક કરી કમ્ફર્ટ પર ક્લિક કરો.

8. કમ્ફર્ટ પર ક્લિક કરી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક હાઈ સિક્યોરિટી પાસવર્ડ આવશે તેને નાખી કમ્ફર્ટ પર ક્લિક કરો.

9. બાદમાં તમારી સ્ક્રીન પર એક મેસેજ આવશે, જેમાં તમારી રિક્વેસ્ટ સબમિશનની જાણકારી હશે.

10. બેંક તમારી રિક્વેસ્ટને 7 દિવસની અંદર પ્રોસેસ કરશે.

sbi

ઓફલાઈન રજિસ્ટ્રેશનની રીત

જો તમે ઓફલાઈન મોડ દ્વારા PAN રજિસ્ટર્ડ કરવા માંગો છો તો તમારે બેંકની બ્રાંચમાં જઈ તેના  માટે અરજી કરવી પડશે. બેંકમાં જઈ એક ફોર્મ મળશે. તેને ભરીને સાથે PAN કાર્ડની ફોટો કોપી અટેચ કરી તેને જમા કરાવો. આ પ્રક્રિયામાં તમારા મોબાઈલ પર એક મેસેજ આવશે. જેમાં PAN લિંકિગની જાણકારી આપી હશે.   

READ ALSO

Related posts

સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ

Pravin Makwana

કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો

Pravin Makwana

ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!