GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

SBIના ગ્રાહક છો તો આ વાંચી લો! નહીં તો ખાતામાંથી કપાઈ જશે ભારે ભરખમ ટેક્સ

SBI

જો તમે ભારતીય સ્ટેટ બેન્કના (SBI) ગ્રાહક છે અને એક વર્ષમાં પોતાના એકાઉન્ટમાંથી 20 લાખ રૂપિયાની રોકડ ઉપાડો છો તો આ ખબર તમારા જરૂર વાંચવી જોઈએ. આવી સ્થિતિમાં SBIએ ટેક્સથી બચવા માટે એક ખાસ રીત જણાવી છે. દેશના આ સૌથી મોટા બેન્કે જણાવ્યું કે આવી સ્થિતિમાં કેસ ટીડીએસ (TDS- Tax Deducted at Source)થી બચી શકાય છે. તેના માટે તમારે ફક્ત ત્રણ ટીપ્સ ફોલો કરવાની રહેશે.

હકીકતે જો ગયા ત્રણ વર્ષમાં કોઈ ઈનકમ ટેક્સ રિટર્ન નથી ફાઈલ કરવામાં આવ્યો અને વાર્ષિક 20 લાખ અથવા તેનાથી વધુ રકમનો ઉપાડ કરવામાં આવે છે તો સેક્શન 194N હેઠળ TDS કટ કરવામાં આવે છે. એસબીઆઈએ પોતાના ઓફિશયલ ટ્વીટર હેન્ડલથી આ વિશે જાણકારી આપી છે. આવો જાણીએ તેના વિશે.

તમારે શું કરવું જોઈએ?

  • તેના માટે સૌથી પહેલા તમારે બેન્કમાં પોતાના પાન કાર્ડની ડિટેલ્સ જમા કરાવવાની રહેશે. જો તમે પહેલાથી જ પાન કાર્ડ ડિટેલ્સ આપી દીધી છે તો બીજી વખત તેને જમા કરાવવાની જરૂર નહીં રહે. 
  • પેન કાર્ડ ન હોવાના કારણે ટેક્સ વધી જાય છે.
  • બેન્કે પોતાના ઈનકમ ટેક્સ રિટર્નની ડિટેલ્સ આપાવાની રહેશે.

1 જુલાઈ 2020થી વ્યાજ ભરવાનું રહેશે

  1. જો તમે પાછલા 3 વર્ષમાં એક વખત પણ ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ નથી કર્યો તો 1 જુલાઈ 2020થી તમારે આ રેટ પર વ્યાજ આપવાનું રહેશે.
  2. વાર્ષિક 20 લાખ રૂપિયાનું કેશ વિડ્રોલ કરો છો તો પાન જમા કરવા અથવા ન કરવાની સ્થિતિમાં કોઈ વ્યાજ નહીં આપવું પડે.
  3. જો 20 લાખ 1 રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધી કેશ વિડ્રોલ કરો છો અને પેન કાર્ડ ડિટેલ્સ જમા કરો છો તો તમારે 2 ટકા ટેક્સ કટ થઈ શકે છે. ત્યાં પેન ડિટેલ્સ ન જમા કરવાની સ્થિતિમાં 20 ટકા ટીડીએસ આપવુ પડી શકે છે.
  4. જો કોઈ વ્યક્તિને 1 કરોડ રૂપિયાથી વધુના કેશ વિડ્રોલ કરવામાં આવે છે અને પેન કાર્ડ ડિટેલ્સ જમા છે તો 5 ટકા ટીડીએસ આપવાનો રહેશે. જો પાન કાર્ડ ડિટેલ્સ નથી જમા તો 20 ટકા ટીડીએસ આપવાનું રહેશે.

SBIએ એવું પણ જણાવ્યું છે કે જે ગ્રાહકોને પાછલા ત્રણ વર્ષમાં કોઈ પણ વર્ષ ઈનકમ ટેક્સ રિટર્ન નથી ભર્યો તો તેને 1 કરોડ રૂપિયાથી વધુ નિકાસ પર 2 ટકાના દરથી ટેક્સ કાપવામાં આવશે.

Read Also

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!