આજકાલ બધું ઓનલાઈન થઈ ગયું છે. ડિજીટલના આ યુગમાં હવે સ્માર્ટ ફોનના અમુક ક્લિકથી જ તમામ કામ થઈ જાય છે. મની ટ્રાન્સફરથી લઈને શોપિંગ સુધી, હવે આપણે બધું ઓનલાઈન કરી રહ્યા છીએ. પરંતુ આપણી આ આદતોનો ફાયદો ઉઠાવીને સાયબર ફ્રોડ કરનારાઓ સતત આપણને ઠગવાની કોશિશમાં હોય છે.

ડિજીટલના આ યુગમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ અનેક લોભામણી ઓફરો આપીને લોકોને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરતા રહે છે. આવા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના કરોડો ગ્રાહકોને એલર્ટ કર્યા છે.
OTP શેર કરશો નહીં
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એક ટ્વિટમાં તેના ગ્રાહકો (SBI ગ્રાહકો)ને ચેતવણી આપી છે. પોતાના કરોડો ગ્રાહકોને પણ કહ્યું કે તેઓ કોઈપણ સંજોગોમાં તેમનો OTP નંબર કોઈની સાથે શેર ન કરે. SBIએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું અને લખ્યું- ‘કોઈપણ વસ્તુ શેર કરવી એ કાળજીભર્યું છે. પરંતુ જ્યારે OTPની વાત આવે છે, તો તેને ક્યારેય અન્ય કોઈની સાથે શેર કરશો નહીં. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના દેશભરમાં 45 કરોડથી વધુ ગ્રાહકો છે.
Hurray! You guessed it right.
— State Bank of India (@TheOfficialSBI) June 1, 2022
Sharing is caring! But not when it comes to OTP. Never share OTP with anyone. #StaySafe #StayVilligilant #KnowYourFinanceWithSBI #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/mSPTQL4clH
લોભામણી ઓફરોમાં લોકો ફસાઈ જાય છે
ઘણી વખત સાયબર ગુનેગારો લોભામણી ઓફરો આપીને બેંકના ગ્રાહકોને ફોન કરીને તેમનો OTP મેળવવાનો પ્રયાસ કરે છે. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સાયબર ઠગ ગ્રાહકોને તેમની જાળમાં ફસાવે છે અને તેમના ખાતામાંથી ગેરકાયદેસર રીતે પૈસા ઉપાડે છે.

દેશમાં સાયબર ફ્રોડના કેસમાં થયો વધારો
CERT-In ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના ડેટા અનુસાર, દેશમાં 2018 થી સાયબર ક્રાઇમના કેસમાં ઝડપથી વધારો થયો છે. માત્ર 2022ના પ્રથમ બે મહિનામાં 2,12,285 કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2018માં 2,08,456 કેસ, 2019માં 3,94,499 કેસ, 2020માં 11,58,208 કેસ અને 2021માં 14,02,809 સાયબર ક્રાઇમના કેસ નોંધાયા હતા. આવા વધતા જતા મામલાઓને કારણે SBI તેના ગ્રાહકોને સમયાંતરે એલર્ટ કરતી રહે છે. માત્ર SBI જ નહીં પરંતુ અન્ય બેંક યુઝર્સે પણ આવી છેતરપિંડીથી સાવધ રહેવાની જરૂર છે.
READ ALSO:
- શું તમે બ્લૂ-ટી વિશે જાણો છો? સ્વાસ્થ્ય માટે માનવામાં આવે છે ફાયદાકારક
- અખિલેશનું લોકસભા માટે પછાત-મુસ્લિમ કાર્ડ, 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિખેરી નાંખી હતી રાષ્ટ્રીય કારોબારી
- મોટા સમાચાર / પેપરલીક કાંડ મામલે કોર્ટે તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
- કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયામાં પણ પગ ફેલાવી રહ્યા છે ખાલિસ્તાની? ભારતીયો પર હુમલામાં પાંચ લોકો થયા ઘાયલ
- ભાજપે મુસ્લિમોને ટિકિટ આપી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબનું પત્તું કાપ્યું