GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

SBIની ગ્રાહકોને ચેતવણી : પાન કાર્ડ અને IT રિટર્નની જાણકારી વગર આટલા લાખથી વધુના ઉપાડ પર આપવો પડશે ટેક્સ

SBI

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ તેમના બેંક ખાતા ધારકોને કહ્યું છે કે જો તેઓ એક વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુની રોકડ ઉપાડે તો તેમને ટેક્સ (ટીડીએસ) ચૂકવવો પડશે. જોકે, બેંકે આ ટેક્સ ટાળવા માટે ઉપાય પણ આપ્યો છે. સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને બેંકે આ વિશે માહિતી આપી છે. છેલ્લા3 વર્ષથી સેક્શન 194N હેઠળ 20 લાખ રૂપિયાથી વધુની રોકડ ઉપાડ પર ટીડીએસ કાપવામાં આવે છે.

તમારે શું કરવું જોઈએ?

આ માટે તમારે પહેલા તમારા પાનકાર્ડની વિગતો બેંકમાં સબમિટ કરવાની રહેશે. જો તમે પાનકાર્ડની વિગતો પહેલેથી જ આપી દીધી છે, તો ફરીથી તેને સબમિટ કરવાની જરૂર નથી. બેંકે તેના આઈટી રિટર્નની વિગતો આપવાની રહેશે. આમ કરીને તમે 20 લાખ રૂપિયાથી વધુની ઉપાડ પર ટીડીએસ બચાવી શકો છો.

આઈટી રીટર્ન ન ભરવા પર આપવો પડશે ટીડએસ

જો તમે છેલ્લા 3 વર્ષમાં એકવાર પણ આવકવેરા રીટર્ન ભર્યું નથી, તો પછી 1 જુલાઈ, 2020 થી 20 લાખથી વધુ ઉપાડ પર ટેક્સ ભરવો પડશે. આ અંતર્ગત 20 લાખ રૂપિયા સુધીની રોકડ ઉપાડ પર કોઈ ટેક્સ લાગશે નહીં. 20 લાખ રૂપિયાથી વધુ અને 1 કરોડથી નીચેની રોકડ ઉપાડ 2% વ્યાજ (જો પાનકાર્ડ હોય તો). જો બીજી બાજુ જો પાનકાર્ડ ન હોય તો 20% ટેક્સ લાગશે. 1 કરોડથી ઉપરના રોકડ ઉપાડ માટે પાનકાર્ડ હોવા પર, 5% ટીડીએસ કાપવામાં આવશે. બીજી બાજુ જો પાનકાર્ડ ન હોય તો 20% ટીડીએસ કાપવામાં આવશે.

ટીડીએસ એટલે શું?

જો કોઈની કોઈ આવક હોય તો તે આવકમાંથી ટેક્સ કાપ્યા બાદ તે વ્યક્તિને બાકીની રકમ આપવામાં આવે, તો તે ટેક્સ તરીકે કપાતી રકમને ટીડીએસ કહેવામાં આવે છે. સરકાર ટીડીએસ દ્વારા ટેક્સ વસૂલે છે. તે વિવિધ પ્રકારના આવક સ્ત્રોતો પર કપાત કરવામાં આવે છે જેમ કે પગાર, કોઈપણ રોકાણ અથવા કમિશન પરના વ્યાજ વગેરે. કોઈપણ સંસ્થા (જે ટીડીએસના દાયરામાં આવે છે) જે ચૂકવણી કરે છે, તે ચોક્કસ રકમ ટીડીએસ તરીકે કાપે છે.

READ ALSO

Related posts

સસ્તા ભાવે મોબાઈલ, લેપટોપના વેચાણના નામે છેતરપીંડી કરતા 3 વ્યક્તિની ધરપકડ, 1100 લોકો સાથે કરી છે ઠગાઈ

Nilesh Jethva

રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે CM ગેહલોત પહોંચ્યાં જેસલમેર, ભાજપના નેતાઓ ઉપર સાધ્યું નિશાન

Mansi Patel

અખિલેશ બાદ માયાવતી પણ કરશે બ્રાહ્મણોને ખુશ, સત્તામાં આવશે તો પરશુરામની પ્રતિમા લગાવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!