દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI દ્વારા પોતાના ગ્રાહકોને એલર્ટ આપવામાં આવ્યું છે. એક ટ્વિટ કરીને બેંકે ખાતાધારકોને 31 માર્ચ 2022 પહેલા પાન-આધાર કાર્ડ લિંક કરવાની સૂચના આપી છે. જે ગ્રાહકો આ સમયગાળા સુધીમાં આ કામ નહીં કરે તેમની બેંકિંગ સુવિધાઓ બંધ થઈ શકે છે. આનાથી તેમને ઘણું નુકસાન થશે. આવકવેરાના નિયમો અનુસાર હવે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિએ પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક નથી કર્યું તો તે પાનકાર્ડ અમાન્ય ગણાશે.

ટૂંક સમયમાં પાન કાર્ડને આધાર સાથે લિંક કરો
SBIએ ગ્રાહકોને આ મોટી અસુવિધાથી બચાવવા માટે એલર્ટ જારી કરીને કહ્યું છે કે તમે તમારા પાન કાર્ડ અને આધાર કાર્ડને જલદીથી લિંક કરી લો. નહિંતર, અમાન્ય PAN ને કારણે બેંક તમારી બેંકિંગ સુવિધાઓ બંધ કરી દેશે. એટલા માટે 31 માર્ચ પહેલા આ કામ પૂર્ણ કરી દેવું જરૂરી છે.
સરકારે સમયમર્યાદા લંબાવી
હકિકતે સરકાર દ્વારા લોકોની સુવિધાઓ વધારવા માટે પાન અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2021ની મુદતમાં વધારો કરીને 31 માર્ચ 2022 કરવામાં આવી હતી. અર્થાત આ સમયમર્યાદામાં આધાર અને પાન લિંક નહીં કરાવો તો તમારી બેંકિગ સેવાઓ બંધ થઈ જશે. જો તમે હજુ સુધી PAN અને આધારને લિંક ના કરાવ્યું હોય તો આ સરળ સ્ટેપ અનુસરીને પણ આધાર સાથે પાન લિંક થઈ જશે.
પાન કાર્ડને આધાર સાથે લિંક કરી શકો છો
- PAN અને આધાર કાર્ડને લિંક કરવા માટે, આવકવેરા વેબસાઇટ https://www.incometaxindiaefiling.gov.in/home પર ક્લિક કરો.
- અહીં તમને Link Aadhaar (લિંક આધાર) નો વિકલ્પ દેખાય તેના પર ક્લિક કરો.
- આગળના પેજ પર તમારે આધાર કાર્ડમાં દાખલ કરેલું તમારું નામ ભરવાનું રહેશે.
- જો તમારા આધારમાં જન્મનું વર્ષ જ દાખલ કરવામાં આવ્યું હોય, તો આધાર કાર્ડ વિકલ્પમાં મારી પાસે માત્ર જન્મનું વર્ષ પસંદ કરો.
- પછી કેપ્ચા કોડ દાખલ કરીને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મળેલ OTP દાખલ કરો.
- આ પછી, તમે સબમિટ કરતા જ તમારું આધાર અને પાન કાર્ડ લિંક થઈ જશે.
- આ પછી, તમે તમારી SBI બેંકિંગ સેવાનો લાભ વધુ સરળતાથી લઈ શકો છો.
અન્ય સરળ રીતે પણ પાન આધાર લિંક થઈ શકે
તમે SMS દ્વારા પણ PAN અને આધારને લિંક કરી શકો છો.
આ માટે મોબાઈલના મેસેજ વિભાગમાં જઈને UIDPAN<12-અંકનો આધાર><10-અંકનો PAN> લખો.
આ મેસેજ 567678 અથવા 56161 પર મોકલો. આ સાથે તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક થઈ જશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સંજય રાઉતનો એકનાથ શિંદેને ખુલ્લો પડકાર! તમારી પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે તો શા માટે ગુવાહાટીમાં છો, દેખાડો તમારું શક્તિપ્રદર્શન
- શેરબજારમાં કરોડો રૂપિયા કેવી રીતે કમાઈ શકાય? Warren Buffettની સલાહથી થશે જોરદાર કમાણી
- હટકે અંદાજ/ બૉસથી પરેશાન થઇને એમ્પ્લોયીએ બોલીવુડ સૉન્ગ લખીને આપ્યું રાજીનામું, વાંચીને લોકોની ઉડી ગઇ ઉંઘ
- ભાવનગરની મહિલા કોલેજ આવી વિવાદમાં, કોલેજના આચાર્યની મનમાની સામે રોષ
- Bedroom Secret/ મિલિંદ સોમને ખોલ્યા બેડરૂમના રહસ્ય, કહ્યું- હજુ પણ 26 વર્ષ નાની પત્નીથી વધુ…