GSTV
Gujarat Government Advertisement

SBIના ગ્રાહકો માટે ખુબ જરૂરી સૂચના! જો આ નંબરને કોઈ સાથે શેર કર્યો તો, થઇ શકે છે મોટું મોટું નુકસાન

sbi

Last Updated on May 5, 2021 by Damini Patel

ભારતીય સ્ટેટ બેંક(State Bank of India)ના કરોડો ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમારું પણ એકાઉન્ટ છે, તો નોંધ લો કે કોરોના વાયરસમાં બેંકે દરેકને છેતરપિંડી કરનારાઓ અને દગાખોરોથી સાવધાન રહેવાની સલાહ આપી છે. બેંકે ટ્વિટ કરીને 5 મહત્વના મુદ્દા જણાવ્યા છે, જેના દ્વારા તમે તમારા પૈસા સુરક્ષિત રાખી શકો છો.

SBIએ ટ્વીટમાં લખ્યું કે અમે પોતાના ગ્રાહકોને ઠગોથી સતર્ક રહેવા અમે કોઈ પણ અજાણ્યા સ્ત્રોતથી કોઈ એપ ડાઉનલોડ ન કરવાની સલાહ આપે છે.

SBIએ ટ્વીટ કરી ગ્રાહકોને કર્યા સતર્ક

  • તમારી જન્મ તારીખ, ડેબિટ કાર્ડ નંબર, ઇન્ટરનેટ બેંકિંગ યુઝર આઈડી અને પાસવર્ડ, ડેબિટ કાર્ડ પિન, સીવીવી અને ઓટીપી કોઈની સાથે શેર કરશો નહીં.
  • એસબીઆઇ, આરબીઆઈ, સરકાર, કચેરી, પોલીસ અને કેવાયસી અધિકારીઓના નામે આવતા ફોન કોલ્સથી સાવચેત રહો.
  • આ સિવાય તમારા ફોનમાં કોઈ પણ એપ્લિકેશન, કોઈપણ અનામી સ્રોત દ્વારા અથવા કોઈપણ એપ્લિકેશનને ડાઉનલોડ કરશો નહીં.
  • અજાણ્યા લોકો દ્વારા મોકલેલા મેઇલ અને મેસેજોની કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં.
  • આ સિવાય સોશ્યલ મીડિયા પર કે મેસેજીસ અને ફોન્સ પર તમને મળેલી નકલી ઓફરથી સાવચેત રહો.

ભાલથી પણ ન કરો આ ભૂલો

એલર્ટ

બેંકે કહ્યું છે કે બેંક એકાઉન્ટ નંબર, પાસવર્ડ, એટીએમ કાર્ડ નંબર અથવા તેનો ફોટો લેવાથી તમારી માહિતી લીક થવાનું જોખમ રહેલું છે. આની સાથે, તમારું એકાઉન્ટ પણ સંપૂર્ણ ખાલી થઈ શકે છે.

સ્ટેટ બેંકના જણાવ્યા મુજબ, દેશના તમામ ગ્રાહકોએ કાળજી લેવી જોઈએ કે તમે પૈસાની લેણદેણ માટે જાહેર ઇન્ટરનેટનો ઉપયોગ ન કરો. તેમાં હંમેશા તમારી અંગત માહિતી લીક થવાનો ભય રહે છે. અમે તમને જણાવી દઈએ કે ગયા વર્ષે લોકડાઉન લગાવવામાં આવ્યું ત્યારથી છેતરપિંડીના કેસોમાં ઘણો વધારો થયો છે, તેથી બેંક સમયાંતરે તેના ગ્રાહકોને ચેતવણી આપતી રહે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari

ચોમાસુ આવતા અમદાવાદમાં ભુવાનુ ભૂત ધુણવા લાગે છે, ચાલુ વર્ષે શહેરમા કુલ નાના-મોટા 32 ભુવા પડ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!