તમને જણાવી દઈએ કે જો તમારું SBI બેન્ક એકાઉન્ટ છે તો તમને ફ્રીમાં લાખોનું ઈન્સેન્ટિવ ડેથ ઇન્શ્યોરન્સ મળી રહ્યો છે. સ્ટેટ બેન્ક ઇન્ડિયાએ પોતાના 40 કરોડથી વધુ એકાઉન્ટ હોલ્ડર્સને 20 લાખ સુધી ફ્રીમાં એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ કરાવ્યો છે. જો તમને આ જાણકારી નથી તો અમે પુરી જાણકારી આપીશુ. SBI પોતાના ગ્રાહકોના ડેબિટ કાર્ડના આધાર પર ફ્રી ઇન્શ્યોરન્સ કવર આપી રહી છે. એને કોમ્પ્લિમેન્ટ્રી ઇન્શ્યોરન્સ કવર (Complimentary insurance cover available on SBI Debit Card) નામ આપવામાં આવ્યું છે.

વર્લ્ડ બેન્કના એક રિપોર્ટ મુજબ, ભારતમાં દુનિયામાં 1% તો રોડ વાહન છે પરંતુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં ભારતનું યોગદાન સૌથી વધુ 11% છે. SBI ફ્રી ઇન્શ્યોરન્સની વાત કરીએ તો રેડ એક્સીડંટમાં 10 લાખ સુધી અને એયર એક્સિડન્ટમાં 20 લાખ સુધી ઇન્શ્યોરન્સ છે. તમને કેટલો લાભ મળે છે એ નિર્ભર કરે છે તમારી પાસે કયુ કાર્ડ છે. આ વાતને ધ્યાનમાં રાખતા દુર્ઘટનાની તારીખના પહેલા 90 દિવસ દરમિયાન કોઈ પણ ચેનલ જેવી કે પેટીએમ/પીઓએસ/ઈ-કોમર્સ પર કાર્ડનું ઓછામાં-ઓછું એક વખત ઉપયોગમાં લેવામાં આવ્યું હોવું જોઈએ. એનાથી એ એક્ટિવ રહે છે.
જાણો કયા કાર્ડ પર મળશે લાભ

SBI Gold (MasterCard / Visa) પર રોડ એકિસડન્ટમાં 2 લાખ અને એર અકસ્માતમાં 4 લાખનો ડેથ ઇન્સ્યોરન્સ મળશે. SBI Platinum (MasterCard / Visa) પર 5 લાખ અને 10 લાખ, SBI Pride (Business Debit) (MasterCard / Visa) પર 2 લાખ અને 4 લાખ, SBI Premium (Business Debit) (MasterCard / Visa) 5 લાખ અને 10 લાખ તથા SBI Visa Signature / MasterCard Debit Card પર 10 લાખ અને 20 લાખનું કવર મળે છે એ પણ ફ્રી.
SBI ATM કાર્ડ પર ફ્રીમાં મળે છે ઇન્શ્યોરન્સ

દર 4 મિનિટમાં એકનું મોત

વર્લ્ડ બેન્કની રિપોર્ટમાં એ વાત કહેવામાં આવી છે કે ભારતમાં વાર્ષિક લગભગ 4 લાખ માર્ગ અકસ્માત થાય છે. જેમાં દોઢ લાખ લોકોની મોત થાય છે. દેશમાં દર કલાક 53 અક્સમાત થાય છે અને દર ચાર મિનિટમાં એકનું મોત થાય છે. રિપોર્ટ મુજબ, ગયા એક દશકામાં ભારતીય રસ્તાઓ પર 13 લાખ લોકોના મોત થયા અને એ ઉપ્રરાંત 50 લાખ લોકો ઘાયલ થયા. જો કે માર્ગ અકસ્માત આટલા વધુ છે તો સ્વાભાવિક છે કે વધુમાં વધુ લોકોને એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સની જરૂર પડે છે. જો કે દેશમાં ઘણા ઓછા લોકો ઇંશ્યોર્ડ છે.
5.96 લાખ કરોડનું વાર્ષિક નુકસાન

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં માર્ગ અકસ્માતને લઇ 5.96 લાખ કરોડ રૂપિયા એટલે ઘરેલુ ઉત્પાદન(GDP)ના 3.14% બરાબર નુકસાન થાય છે.માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલય દ્વારા હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે માર્ગ અકસ્માતથી 1,47,114 કરોડ રૂપિયાની સામાજિક તેમજ આર્થિક ક્ષતિ થાય છે. જે GDPના 0.77%ના બરાબર છે. મંત્રાલય અનુસાર, માર્ગ અકસ્માતમાં શિકાર લોકોમાં 76.2% એવા છે જેની ઉમર 18થી 85 વર્ષ વચ્ચે છે. વૈશ્વિક સ્તર પર માર્ગ અક્સ્માત લોકોની મોતનું આઠમું સૌથી મોટું કારણ છે. વિશ્વબેન્કની રિપોર્ટ મુજબ, ઓછી આવક વાળા દેશોમાં માર્ગ અક્સમાતની દર વધુ આવકવાળા દેશોની તુલનામાં ત્રણ ઘણી વધુ છે. રિપોર્ટ મુજબ ભારતથી પ્રપ્ર આંકડા આ નિષ્કર્ષને વધુ પુષ્ટ કરે છે.
Read Also
- મોટા સમાચાર/ કાબુલની મસ્જિદ અને મિનિ બસોમાં ચાર વિસ્ફોટ : 16થી વધુના મોત, અનેક ઘાયલ
- Stress Release Tips/ ટેન્શન અને ડિપ્રેશનથી વધી રહી છે મુશ્કેલીઓ, તો અપનાવો આ ઉપાયો તરત જ અનુભવશો રાહત!
- BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ
- પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! ઇસ્લામાબાદમાં સમર્થકોએ મેટ્રો સ્ટેશનને ચાંપી આગ, પોલીસે સેંકડો વિરોધીઓની કરી અટકાયત
- મલાઈકા અરોરા ટૉપ પહેરવાનું જ ભૂલી ગઇ! કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બેધડક ઇનરવેર કર્યુ ફ્લોન્ટ