GSTV

SBIના ગ્રાહકો માટે ખાસ સુચના! બદલાઈ ગયા છે પૈસા ઉપાડવા અને જમા કરવાના આ 4 નિયમો, કરો એક નજર

SBI

Last Updated on August 20, 2020 by pratik shah

જો તમારૂ એકાઉન્ટ SBIમાં છે તો આ ખબર તમારા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે આ અઠવાડિયામાં SBIએ પોતાના ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. આ રૂલ્સ ATM લેવડ-દેવડ, મિનિમમ બેલેન્સ અને SMS ચાર્જીઝને લઈને છે. આવો તમને સારી રીતે જણાવીએ કે બેન્કે આ નિયમોમાં શું ફેરફાર કર્યા છે અને તેનો તમારા પર શું અસર થશે.   

  1. SBIએ 1 જુલાઈએ પોતાના એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં બદલાવ કર્યો છે. જો આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો ગ્રાહકોને દંડ ભોગવવાનો વારો આવશે. ભારતીય સ્ટેટ બેન્કની ઓફિશ્યલ વેબસાઈટ sbi.co.in પર ઉપલબ્ધ જાણકારીના અનુસાર, SBI મેટ્રો શહેરોમાં પોતાના નિયમિત બચતખાતા ધારકોમે એટીએમથી એક મહિનામાં 8 મફત લેવડ દેવડ કરવાની અનુમતિ આપે છે. મફત ટ્રોન્જેક્શનની લિમિટ પાર કરવા પર ગ્રાહકો પાસેથી પ્રત્યેક લેવડ દેવડ પર ચાર્જ આપવામાં આવે છે.
  2. SBIએ 18 ઓગસ્ટએ પોતાના ગ્રાહકોને મોટી ગિફ્ટ આપતા જાણકારી આપી છે કે હવે બચત ખાતાધારકો પાસેથી બેન્ક SMS ચાર્જીસ નહીં લાગે. તેમાં આ ચાર્જીસ માફ કરી દેવામાં આવ્યા છે.
  3. એસબીઆઈએ એટીએમથી 10 હજારથી વધુ રોકડ કાઢવા પરના નિયમોમાં પણ બદલાવ કર્યો છે. જો તમે હવે એસબીઆઈના એટીએમથી 10 હજાર રૂપિયાથી વધુ રકમ કાઢો છો તો તમારા (OTP)ની જરૂરત પડશે. બેન્કની આ સુવિધા હેઠળ ખાતાધારકોને રાતે 8 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધી SBIના એટીએમમાંથી કેશ કાઢવા માટે ઓટીપીની જરૂર રહેશે. બેન્કની આ સુવિધા ખાતાધારકોને ફક્ત SBIના એટીએમમાં મળશે. જો તમે બાકી કોઈ બીજા એટીએમમાંથી કેશ કાઢો છો તો પહેલાની જેમ જ રકમ કાઢી શકો છો. તમારે કોઈ પણ ઓટીપીની જરૂર નહીં રહે.
  4. SBIએ બચત ખાતાધારકો પાસેથી માસિક ન્યૂનતમ રકમ ન ખરીદવા પર પણ (non-maintenance of monthly average balance) શુલ્ક નહીં લાગે. એસબીઆઈના 44 કરોડથી વધુ બચત ખાતાધારકોને આ સુવિધા મળશે. આ વર્ષે માર્ચમાં એસબીઆઈએ ઘોષણા કરી હતી કે તે દરેક બચત બેન્ક ખાતા માટે સરેરાશ માસિક ન્યૂનતન રકમ રાખવાની અનિવાર્યતાને સમાપ્ત કરી દીધી છે. તેનાથી હવે બેન્કના દરેક બતચ ખાતાધારકોને જીરો બેલેન્સની સુવિધા મળશે. જણાવી દઈએ કે આ સમયે બેન્ક મેટ્રો શહેરોમાં બચત ખાતાધારકોને ઓછામાં ઓછી રકમના રૂપમાં 3000 રૂપિયા, નગરોમાં 2000 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં 1000 રૂપિયા ખાતામાં રાખવાના રહેતા હતા.

Read Also

Related posts

રેલ્વે / 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યું છે રેલ્વેનું સમયપત્રક, જાણો ક્યા સમયે ઉપડશે તમારી ટ્રેન..?

Zainul Ansari

ફરી ઉભરાયો તાલિબાન પ્રત્યે પાકિસ્તાનનો પ્રેમ, કહ્યું – જો અમેરિકા માન્યતા નહીં આપે તો …

Vishvesh Dave

ખુશખબરી / એલપીજી સિલીન્ડર બુકિંગ પર મેળવો 2700 રૂપિયા સુધીનું કેશબેક અને બીજા ઘણા લાભ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!