GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

કોરોના તો તાવ જેવી સામાન્ય બિમારી : અમુક લોકો તો મરશે જ એમાં ફેક્ટરીઓ થોડી બંધ કરાય

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ કોરોના વાઈરસને લઈને રાષ્ટ્રજોગ કરેલા સંબોધનમાં ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ સંવેદનહીન નિવેદન આપતા કહ્યું કે કોરોનાને કારણે અમુક લોકો તો મરશે જ તેના કારણે અમે દેશની ફેક્ટરીઓ તો બંધ ન કરી શકીએ. જાયર બોલસોનારોએ કહ્યું કે જો માર્ગ અકસ્માતમાં લોકોના મોત થાય તો શું કાર ફેક્ટરી બંધ થઈ જાય છે? મહત્વનું છે કે બ્રાઝિલની અર્થવ્યવસ્થાના પાવર હાઉસ સમાન સાઓ પાઉલોમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે.

બ્રાઝિલમાં સૌથી વધારે કેસ અને મૃત્યુ આંક સાઉ પાઉલોમાં જ નોંધાયા છે. બ્રાઝિલના સાઓ પાઉલોમાં 1 હજાર 233 કેસ સામે આવ્યા છે અને 68 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે અમારે એ જોવાની જરૂર છે કે અહીં શું થઈ રહ્યું છે. અહીં રાજકીય હીતો માટે મોતના આંકડા સાથે કોઈ રમત રમાઈ રહી છે. મને શંકા છે કે રાજકીય લાભ ખાટવા માટે કેસને વધારીને બતાવવામાં આવી રહ્યા છે. બોલસોનારો પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ફક્ત બ્રાઝિલમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં જાણીતા છે. તેમણે કહ્યું કે તેમને સાઓ પાઉલો રાજ્યમાં સામે આવેલા કેસ પર વિશ્વાસ નથી. તેમણે ગવર્નર દ્વારા આપવામાં આવેલા નિવેદનોની ટીકા કરી. તેમજ કોરોના વાયરસને તાવની સામાન્ય બિમારી ગણાવી.

ચીનના વુહાનથી શરૂ થયેલ અને મહામારી બની ચૂકેલા કોરોના વાયરસે અમેરિકાને ભરડામાં લીધું છે. કોરોના વાયરસની અમેરિકામાં ચીનથી પણ વધારે અસર જોવા મળી રહી છે. હાલમાં અમેરિકામાં કોરોના વાયરસને લઈને પરિસ્થિતિ બેકાબુ બની રહી છે. કોરોના ઝડપી કાબુમાં નહીં આવે તો ન્યુયોર્ક બીજું વુહાન બનવા જઈ રહ્યું છે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાને ઉગારવા 2 ટ્રિલિયન ડોલરનું આર્થિક પેકેજ જાહેર કરવા સાથે દેશની ઓટોમોબાઈલ કંપનીઓને પણ ખૂબ જ ઝડપથી વેન્ટિલેટર તૈયાર કરવા માટે કહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 18,000થી પણ વધારે નવા કેસ

ઈટલી અને સ્પેન બાદ હવે દુનિયાની મહાશક્તિ બનેલા અમેરિકામાં કોરોના વાયરસને પગલે ખૂબજ વધારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સૌથી વધારે કોરોનાગ્રસ્ત લોકો ત્યાં નજર આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં ઘાતક વાયરસ કોવિડ -19ને લઈને 345 લોકોના મોત થયા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 18,000થી પણ વધારે નવા કેસ આવ્યા છે. અમેરિકામાં કોરોના વાયરસને કારણે મરનારની સંખ્યા પણ વધીને 1550 સુધી પહોંચી ગઈ છે. જ્યારે એક લાખથી પણ વધારે લોકો આ ગંભીર રોગના ભરડામાં આવી ચૂક્યા છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશની ઓટોમોબાઈલ કંપનીઓ જનરલ મોટર્સ અને ફોર્ડને ગાડીઓના નિર્માણને બદલે હવે વેન્ટિલેટર મશીનો તાત્કાલિક બનાવવા માટે કહ્યું છે. વૈશ્વિક મહામારી જંગલમાં લાગેલી આગ બેકાબુ બને તે રીતે અમેરિકામાં ફેલાઈ રહ્યો છે.

ન્યુયોર્ક કોરોના વાયરસથી સૌથી વધુ સંક્રમિત શહેર

ન્યુયોર્ક એ અમેરિકાનું બિઝનેશ હબ શહેર ગણાય છે. અમેરિકમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોમાંથી અડધા થી પણ વધારે ફક્ત આ ન્યૂયોર્ક શહેરના છે. મળતા સમચારો મુજબ ન્યુયોર્કની હોસ્પિટલોમાં હવે ઓક્સિજન, કેથેટર અને દવાઓની અછત સામે આવી રહી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ અમેરિકાના કેટલાય વિશેષજ્ઞો એ આશંકા બતાવી છે કે જો ન્યૂયોર્કમાં ઝડપથી આ પરિસ્થિતિ પર કાબુ નહીં લેવાય તો ચીનના વુહાનથી પણ વધુ ગંભીર સ્થિતિ થઈ શકે છે.

2 ટ્રિલિયન ડોલરનું આર્થિક પેકેજ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની બગડી રહેલી અર્થવ્યવસ્થાને થાળે પાડવા અને લાઈન પર લાવવા 2 ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજને મંજૂરી આપી દીધી છે. અમેરિકી અર્થવ્યવસ્થામાં હાલના ઈતિહાસાં આ સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરાયું છે. આ રાહત પેકેજ થકી અમેરિકી સરકાર અર્થ વ્યવસ્થાને કોરોના સંકટથી ઉગારવા માટે બેરોજગારોને વ્યક્તિગત લાભ, તેમજ રાજ્યોને પૈસા અને વ્યાપારી જગતને જરૃરી રાહતો પૂરી પાડી શકાશે.

Related posts

સીમા પર તેજ હલચલ,ચીનનાં જવાબમાં ભારત વધારી રહ્યુ છે સૈન્ય તાકાત

Mansi Patel

‘પત્ની જેવો છે Corona વાયરસ’ ઈન્ડોનેશિયાનાં મંત્રીનાં નિવેદન પર થઈ ગયો હંગામો

Mansi Patel

રાજ્યમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખી શકાશે, સમગ્ર ગુજરાતમાં ST સેવા શરૂ કરાઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!