GSTV
Gujarat Government Advertisement

ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા સયાલી ભગત બની માતા, દિકરીનું નામ રાખ્યું ઇવાન્કા સિંઘ

સયાલી ભગત

Last Updated on June 12, 2020 by Arohi

ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા અને એક્ટ્રેસ સયાલી ભગતે પુત્રીને જન્મ આપ્યો છે અને તેના નામ અંગે જાણકારી આપી છે. તાજેતરમાં જ તે પુત્રીના માતા બની છે. ધ ટ્રેન અને પોસ્ટ જેવી ફિલ્મોમાં આવી ચૂકેલી સયાલી ભગતે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની પુત્રીના કેટલાક ફોટોનો એક કોલાઝ બનાવ્યો છે અને તેની સાથે સાથે તેનું નામ પાડ્યું છે તેની પણ માહિતી આપી છે.

ઈમરાન હાશ્મી સાથે કર્યુ છે કામ

ઇમરાન હાશ્મી સાથે ધ ટ્રેનમાં આવી ચૂકેલી સયાલી ભગતે તેની દિકરીનું નામ ઇવાન્કા સિંઘ રાખ્યું છે. આ કોલાઝમાં તે તેની પુત્રી ઉપરાંત પતિ નવનીત પ્રતાપ સિંઘ સાથે દેખાય છે. તેની આ પોસ્ટ શેર કરતાં સયાલીએ લખ્યું છે હેલ્લો, ઇન્સ્ટા પરિવાર. હું ઘણા સમયથી વ્યસ્ત રહેતી હતી. પરંતુ હવે વચન આપું છું કે હવેથી તમારી સાથે વધારે વાતચીત કરીશ.

2004માં મિસ ઇન્ડિયાનું ટાઇટલ મળ્યું હતું

સયાલી ભગતને 2004માં મિસ ઇન્ડિયાનું ટાઇટલ મળ્યું હતું. 2007માં તેણે ધ ટ્રેન ફિલ્મ સાથે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. 2013માં તેણે બિઝનેસમેન નવનીત પ્રતાપ સિંઘ સાથે લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ તે દિલ્હી ચાલી ગઈ હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!